અત્યાર સુંધી તમે અલગ અલગ પ્રકારના ભાત, પુલાવ અને બિરીયાની ની મજા ઘરે અને બહાર બને લીધી હસે પણ આજ આપણે ડુંગળી કે લસણ નો ઉપયોગ કર્યા વગર ખૂબ જ સ્વાદિષ્ટ બિરીયાની બનાવશું જેને તમે વ્રત ઉપવાસમાં બનાવી શકો છો. તો ચાલો Paneer Biryani banavani rit શીખીએ.
પનીર બિરીયાની બનાવવા જરૂરી સામગ્રી
- બાસમતી ચોખા 1 કપ
- તમાલપત્ર 1-2
- લવિંગ 3-4
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 5-6 કપ
- તેલ ⅓ કપ
- પનીર ના કટકા 200 ગ્રામ
- ઝીણી સુધારેલી પાનકોબી 1 કપ
- આદુ ની પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- ઝીણા સમારેલા ટામેટા 1
- બિરીયાની મસાલા 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ફુલાવર ના કટકા ½ કપ
- ગાજર ના કટકા ¼ કપ
- ફણસી સુધારેલ ¼ કપ
- વાટકા ½ કપ
- દહી ½ કપ
- પાણી જરૂર મુજબ
- ફુદીના ના પાંદ 5-7
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 6-7 ચમચી
- કેસર વાળું દૂધ ¼ કપ
- ઘી 3-4 ચમચી
Paneer Biryani banavani rit
પનીર બિરીયાની બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાસમતી ચોખા ને બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી મુકો. હવે ગેસ પર એક મોટી તપેલી માં પાંચ છ કપ પાણી નાખી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં તમાલપત્ર ના પાંદ, લવિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં પાલડી રાખેલ ચોખા નાખી પચાસ થી સાઈઠ ટકા સુંધી ચડાવી લ્યો. ચોખા ચડી જાય એટલે ચારણીમાં કાઢી લ્યો.
બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં પનીર માં કટકા નાખી બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો પનીર ના કટકા ગોલ્ડન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે એજ ગરમ તેલ માં પાનકોબી સુધારેલી નાખી એને પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.
બાકી રહેલ તેલ માં આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો ત્યાર પછી એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી ટમેટા બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં બિરયાની મસાલા નાખી મિક્સ કરી લ્યો.
ગેસ ધીમો કરી એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ફુલાવર ના કટકા, ગાજરના કટકા, ફણસી સુધારેલ અને વટાણા નાખી બરોબર મિક્સ કરી ત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો. શાક થોડા ચડી જાય એટલે ગેસ ધીમો કરી એમાં દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો અને દહી ઉકળે ત્યાં સુંધી ચડાવી લ્યો.
એમાં પા કપ જેટલું પાણી નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ ચોખા નાખી એક સરખા ફેલાવી દયો એના ઉપર તરી રાખેલ પનીર માં કટકા અને શેકી રાખેલ પાનકોબી નાખી એક સરખા ફેલાવી દયો અને ત્યાર બાદ એના પર કેસર વાળું દૂધ અને ફુદીના ના પાંદ સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા નાખો અને ઢાંકણ બંધ કરી ચારે બાજુ ઘઉંનો બાંધેલો લોટ લગાવી બરોબર પેક કરી દયો અને દસ બાર મિનિટ ધીમા તાપે ચડવા દયો.
દસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી એના પર ઘી નાખી ફરી પાંચ મિનિટ ઢાંકી મુકો અને ત્યાર બાદ મજા લ્યો પનીર બિરીયાની.
Paneer Biryani NOTES
- અહી શાક તમે તમારી પસંદ ના નાખી શકો છો.
- ડુંગળી લસણ ખાતા હો તો પાનકોબી ની જગ્યાએ ડુંગળી ને તરી ને નાખવી.
પનીર બિરીયાની બનાવવાની રીત
પનીર બિરીયાની બનાવવાની રીત | Paneer Biryani banavani rit
Equipment
- 1 મોટી તપેલી
- 1 કડાઈ
Ingredients
પનીર બિરીયાની બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ બાસમતી ચોખા
- 1-2 તમાલપત્ર
- 3-4 લવિંગ
- મીઠું સ્વાદ મુજબ
- 5-6 કપ પાણી
- ⅓ કપ તેલ
- 200 ગ્રામ પનીર ના કટકા
- 1 કપ ઝીણી સુધારેલી પાનકોબી
- 1 ચમચી આદુ ની પેસ્ટ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ઝીણા સમારેલા ટામેટા
- 2 ચમચી બિરીયાની મસાલા
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ કપ ફુલાવર ના કટકા
- ¼ કપ ગાજર ના કટકા ¼
- ¼ કપ ફણસી સુધારેલ
- ½ કપ વાટકા
- ½ કપ દહી
- પાણી જરૂર મુજબ
- 5-7 ફુદીના ના પાંદ
- મીઠું સ્વાદ મુજબ
- 6-7 ચમચી લીલા ધાણા સુધારેલા
- ¼ કપ કેસર વાળું દૂધ
- 3-4 ચમચી ઘી
Instructions
Paneer Biryani banavani rit
- પનીર બિરીયાની બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાસમતી ચોખા નેબે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળીમુકો. હવે ગેસ પર એક મોટી તપેલી માંપાંચ છ કપ પાણી નાખી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં તમાલપત્ર ના પાંદ, લવિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સકરી લ્યો અને ત્યાર બાદ એમાં પાલડી રાખેલ ચોખા નાખી પચાસ થી સાઈઠ ટકા સુંધી ચડાવી લ્યો. ચોખા ચડી જાય એટલે ચારણીમાં કાઢી લ્યો.
- બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાંપનીર માં કટકા નાખી બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો પનીર ના કટકા ગોલ્ડનથાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે એજ ગરમ તેલ માં પાનકોબી સુધારેલીનાખી એને પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.
- બાકી રહેલ તેલ માં આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખીમિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો ત્યાર પછી એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી ટમેટા બરોબરચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં બિરયાની મસાલા નાખી મિક્સ કરી લ્યો.
- ગેસ ધીમો કરી એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ફુલાવરના કટકા, ગાજરના કટકા, ફણસી સુધારેલ અને વટાણા નાખી બરોબર મિક્સ કરીત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો. શાક થોડા ચડી જાય એટલે ગેસ ધીમોકરી એમાં દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો અને દહી ઉકળે ત્યાં સુંધીચડાવી લ્યો.
- એમાં પા કપ જેટલું પાણી નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવીલ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ ચોખા નાખી એક સરખા ફેલાવી દયો એના ઉપર તરી રાખેલ પનીરમાં કટકા અને શેકી રાખેલ પાનકોબી નાખી એક સરખા ફેલાવી દયો અને ત્યાર બાદ એના પર કેસરવાળું દૂધ અને ફુદીના ના પાંદ સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા નાખો અને ઢાંકણ બંધ કરી ચારે બાજુ ઘઉંનોબાંધેલો લોટ લગાવી બરોબર પેક કરી દયો અને દસ બાર મિનિટ ધીમા તાપે ચડવા દયો.
- દસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને પાંચ મિનિટ પછી ઢાંકણખોલી એના પર ઘી નાખી ફરી પાંચ મિનિટ ઢાંકી મુકો અને ત્યાર બાદ મજા લ્યો પનીર બિરીયાની.
Paneer Biryani NOTES
- અહી શાક તમે તમારી પસંદ ના નાખી શકો છો.
- ડુંગળી લસણ ખાતા હો તો પાનકોબી ની જગ્યાએ ડુંગળી ને તરીને નાખવી.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ડુંગળી બટાકા નું શાક બનાવવાની રીત | Dungri batata nu shak banavani rit
ભરેલા મરચા બનાવવાની રીત | bharela marcha nu shaak in gujarati
સામા ની પુરી બનાવવાની રીત | sama ni puri banavani rit