આપણે એક ઓટ્સ માંથી બનતું એક એકદમ નવીજ રીત નું રિફ્રેશિંગ ડ્રીંક બનાવીશું અને આ ચિયા સિડ્સ જે આપણા શરીર માટે એકદમ હેલ્ધી પણ છે અને જેમાં સારી એવી માત્રા માં ફાઇબર પણ રહેલા હોય છે . જે આપણા શરીર માટે પણ બઉ સારા છે . આ ડ્રીંક ને તમે સવારે નાસ્તા માં પણ ખાઇ શકો છો કારણકે આ ડ્રીંક એકદમ હેલ્ધી છે . તો આ નવીજ રીતે નું Muesli sathe Chia Seeds – મુયૂસેલી સાથે ચિયા સીડ્સ બનાવતા શીખીએ.
INGREDIENTS
- મુસલી / ઓટ્સ 1 ½ કપ
- દહીં 1 કપ
- ચિયા બીજ (સબજા / તકમરિયા) 1 ચમચી
- સફરજનનો રસ 1 કપ
- મધ 1 ચમચી
- સૂકા બેરી ( ક્રેનબેરી, રાસબેરી અને સ્ટ્રોબેરી ) + પીરસવા માટે 2-3 ચમચી
- શેકેલા સુધારેલા અખરોટ 4 ચમચી
- કાપેલા બદામ 1 ½ કપ
- ગાર્નિશિંગ માટે સુધારેલા પિસ્તા
Muesli sathe Chia Seeds banavani recipe
મુયૂસેલી સાથે ચિયા સીડ્સ બનાવવા માટે સૌ પ્રથમ આપણે આગલી રાતે 1 નાના બાઉલ માં 1 કપ દહીં ની અંદર આપણે 1 ચમચી જેવા ચિયા સિડ્સ ને આખી રાત માટે પલળવા દેશું . જેથી તે સારી રીતે ફૂલી જશે અને સોફ્ટ પણ થઈ જશે.
ત્યાર પછી આપણે 1 મોટો બાઉલ લેશું તેમાં આપણે જે બજાર માં મુસલી / ઓટ્સ મળે છે જે ઓટ્સ ની એક બ્રાન્ડ નું નામ છે . મુસલી ઓટ્સ નું પેકેટ આપણે તૈયાર લઈ લેશું અને તેમાંથી આપણે 1 ½ કપ જેટલા ઓટ્સ અને 1 કપ એપલ નો જ્યૂસ આવે છે તે પણ આપણે બજાર માંથી તૈયાર લઈ લેશું . બાઉલ ની અંદર ઓટ્સ ની ઉપર આપણે આ એપલ જ્યુસ ને નાખી અને ઓટ્સ ને પલળવા દેશું આ પ્રોસેસ ને પણ આગલી રાત્રે કરી ને મૂકી દેવી.
હવે બીજા દિવસે સવારે આપણે ફરીથી એક બાઉલ લેશું તેમાં પલાડી ને રાખેલું દહીં અને ચિયા સિડ્સ ને બાઉલ માં નાખીશું ત્યાર બાદ તેમાં મધ મોટી 1 ચમચી , પલાડી ને રાખેલા ઓટ્સ નાખી બધી વસ્તુ ને એક વખત સારી રીતે મિક્સ કરી દેશું.
ત્યાર બાદ તેમાં બધી ડ્રાય બેરીસ નાખીશું જે બધી ફ્રાય બેરીસ બજાર માં આરામથી મળી જશે તેમાં ક્રેનબેરી, રાસબેરી અને સ્ટ્રોબેરી તે 2-3 ચમચી નાખીશું અને મિક્સ કરી દેશું.
હવે છેલે તમે જેમાં આ ડ્રીંક ને ગાર્નિસ કરવાના હોવ તે સર્વિંગ ગ્લાસ માં પણ આ સૂકી બેરી ના કટકા નાખી દેશું ત્યાર બાદ તેના પર આપણે જે મિક્ષ્ચર તૈયાર કર્યું હતું દહીં , ચિયા સિડ્સ અને ઓટ્સ વાળું મિશ્રણ નાખીશું ત્યાર બાદ તેના પર છેલે રોસ્ટ કરેલા અખરોટ અને બદામ નાખી ફરીથી ચિયા સિડ્સ વાળુ મિશ્રણ નાખી અને ફરીથી ઉપર થી થોડા કીસમીસ નાખી ને ગાર્નિસ કરી અને ફ્રીઝ માં ઠંડા થવા માટે મૂકીશું.
તો તૈયાર છે આપણું મસ્ત એકદમ અલગ રીત નું મુસલી ઓટ્સ નું રિફ્રેશિંગ ડ્રીંક . જેને એકદમ ચિલ્ડ કરીને સર્વ કરીશું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Muesli sathe Chia Seeds banavani recipe
Equipment
- 1 બાઉલ
- 1 ચમચી
- 1 સર્વિંગ ગ્લાસ
Ingredients
- 1 ½ કપ મુસલી / ઓટ્સ
- 1 કપ દહીં
- 1 ચમચી ચિયા બીજ / સબજા / તકમરિયા 1 ચમચી
- 1 કપ સફરજનનો રસ
- 1 ચમચી મધ
- 2-3 ચમચી સૂકા બેરી ક્રેનબેરી, રાસબેરી અને સ્ટ્રોબેરી + પીરસવા માટે
- 4 ચમચી શેકેલા સુધારેલા અખરોટ
- 1 ½ કપ કાપેલા બદામ
- ગાર્નિશિંગ માટે સુધારેલા પિસ્તા
Instructions
Muesli sathe Chia Seeds banavani recipe
- મુયૂસેલી સાથે ચિયા સીડ્સ બનાવવા માટે સૌ પ્રથમ આપણે આગલી રાતે 1 નાના બાઉલ માં 1 કપ દહીં ની અંદર આપણે 1 ચમચી જેવા ચિયા સિડ્સ ને આખી રાત માટે પલળવા દેશું . જેથી તે સારી રીતે ફૂલી જશે અને સોફ્ટ પણ થઈ જશે.
- ત્યાર પછી આપણે 1 મોટો બાઉલ લેશું તેમાં આપણે જે બજાર માં મુસલી / ઓટ્સ મળે છે જે ઓટ્સ ની એક બ્રાન્ડ નું નામ છે . મુસલી ઓટ્સ નું પેકેટ આપણે તૈયાર લઈ લેશું અને તેમાંથી આપણે 1 ½ કપ જેટલા ઓટ્સ અને 1 કપ એપલ નો જ્યૂસ આવે છે તે પણ આપણે બજાર માંથી તૈયાર લઈ લેશું . બાઉલ ની અંદર ઓટ્સ ની ઉપર આપણે આ એપલ જ્યુસ ને નાખી અને ઓટ્સ ને પલળવા દેશું આ પ્રોસેસ ને પણ આગલી રાત્રે કરી ને મૂકી દેવી.
- હવે બીજા દિવસે સવારે આપણે ફરીથી એક બાઉલ લેશું તેમાં પલાડી ને રાખેલું દહીં અને ચિયા સિડ્સ ને બાઉલ માં નાખીશું ત્યાર બાદ તેમાં મધ મોટી 1 ચમચી , પલાડી ને રાખેલા ઓટ્સ નાખી બધી વસ્તુ ને એક વખત સારી રીતે મિક્સ કરી દેશું.
- ત્યાર બાદ તેમાં બધી ડ્રાય બેરીસ નાખીશું જે બધી ફ્રાય બેરીસ બજાર માં આરામથી મળી જશે તેમાં ક્રેનબેરી, રાસબેરી અને સ્ટ્રોબેરી તે 2-3 ચમચી નાખીશું અને મિક્સ કરી દેશું.
- હવે છેલે તમે જેમાં આ ડ્રીંક ને ગાર્નિસ કરવાના હોવ તે સર્વિંગ ગ્લાસ માં પણ આ સૂકી બેરી ના કટકા નાખી દેશું ત્યાર બાદ તેના પર આપણે જે મિક્ષ્ચર તૈયાર કર્યું હતું દહીં , ચિયા સિડ્સ અને ઓટ્સ વાળું મિશ્રણ નાખીશું ત્યાર બાદ તેના પર છેલે રોસ્ટ કરેલા અખરોટ અને બદામ નાખી ફરીથી ચિયા સિડ્સ વાળુ મિશ્રણ નાખી અને ફરીથી ઉપર થી થોડા કીસમીસ નાખી ને ગાર્નિસ કરી અને ફ્રીઝ માં ઠંડા થવા માટે મૂકીશું.
- તો તૈયાર છે આપણું મસ્ત એકદમ અલગ રીત નું મુસલી ઓટ્સ નું રિફ્રેશિંગ ડ્રીંક . જેને એકદમ ચિલ્ડ કરીને સર્વ કરીશું.
Notes
- તમે આ ડ્રીંક સવારે નાસ્તા પછી ના ખાવી હોય તો રાત્રે પણ જમ્યા પછી ખાઈ સકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Corn Ribs banavani recipe | કોર્ન રિબ્સ બનાવવાની રેસીપી
Makai na thepla banavani rit | મકાઈ ના થેપલા બનાવવાની રીત
Aloo sev recipe | આલું સેવ ની રેસીપી
Daal chokha na vegitable chila | દાળ ચોખાના વેજીટેબલ ચીલા રેસીપી
