Home Nasta આમળા બીટ નો મુખવાસ | Amla beet no mukhvas

આમળા બીટ નો મુખવાસ | Amla beet no mukhvas

0
Image credit – Youtube/Homemade Happiness With Manisha

આમળા ની સીઝન માં બધા ને આમળા અલગ અલગ રીતે બાર મહિના સાચવી ને ખાવા પસંદ હોય છે અને મુરબ્બો, અથાણું, મુખવાસ તરીકે બનાવતા જ હોઈએ છીએ પણ આજ આપણે એક નવા જ સ્વાદ નો મુખવાસ બનાવશું જે ખૂબ જ સરળ રીતે અને એક નવા જ સ્વાદ સાથે તૈયાર થશે આમળા બીટ નો મુખવાસ – Amla beet no mukhvas shikhie.

Ingredients List

  • આમળા ½ કિલો
  • બીટ 2-3
  • આદુ નો કટકો 1 ઇંચ
  • અજમો 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • શેકેલ વરિયાળી પાઉડર 2 ચમચી
  • પીસેલી સાકર 3 ચમચી
  • મરી ½ ચમચી
  • સંચળ સ્વાદ મુજબ

Amla beet no mukhvas banavani rit

આમળા બીટ મુખવાસ બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ સાફ કરી લ્યો અને કપડા થી કોરી કરી લીધા બાદ મોટી છીણી વડે છીણી એક બાજુ મૂકો.

ત્યાર બાદ બીટ ને ધોઇ સાફ કરી છાલ ઉતારી ફરીથી ધોઈ લ્યો અને એને પણ મોટી છીણી વડે છીણી લ્યો અને એક બાજુ મૂકો. હવે આદુ ને છોલી સાફ કરી પાણીથી ધોઈ લ્યો અને એને પણ છીણી વડે છીણી લ્યો.

હવે છીણેલા આમળા , છીણેલા બીટ અને છીણેલું આદુ એક મોટા વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં સંચળ, શેકેલ જીરું પાઉડર , અજમો હાથ થી મસળી ને નાખો, શેકેલ વરિયાળી પાઉડર, પીસેલી સાકાર અને મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે બે ત્રણ મોટી થાળી કે પ્લેટ માં પાતળું ફેલાવી ને તડકા માં બે ત્રણદિવસમાં અથવા પંખા નીચે ચાર પાંચ દિવસ સૂકવી લ્યો. મુખવાસ બિલકુલ સુકાઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે આમળા બીટ મુખવાસ.

Recipe Notes

  • અહીં મીઠું કે સંચળ તમે થોડી ઓછી માત્રા માં નાખવું કેમકે જો માપ નું મીઠું કે સંચળ નાખશો તો મુખવાસ સુકાઈ ગયા બાદ વધારે ખારો થઈ જશે.
  • મુખવાસ ને તમે સાફ ને કોરી પ્લાસ્ટિક ની સીટ પર પણ ફેલાવી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

આમળા બીટ નો મુખવાસ બનાવવાની રીત

આમળા બીટ નો મુખવાસ - Amla beet no mukhvas

Amla beet no mukhvas banavani rit

આમળા ની સીઝન માં બધા ને આમળા અલગ અલગ રીતે બાર મહિનાસાચવી ને ખાવા પસંદ હોય છે અને મુરબ્બો, અથાણું,મુખવાસ તરીકે બનાવતા જ હોઈએ છીએ પણ આજ આપણે એક નવા જ સ્વાદ નો મુખવાસબનાવશું જે ખૂબ જ સરળ રીતે અને એક નવા જ સ્વાદ સાથે તૈયાર થશે આમળા બીટ નો મુખવાસ- Amla beet no mukhvas shikhie.
No ratings yet
Prep Time: 30 minutes
Total Time: 30 minutes
Servings: 400 ગ્રામ

Equipment

  • 1 મોટી તપેલી
  • 1 છીણી

Ingredients

Ingredients List

  • ½ કિલો આમળા
  • 2-3 બીટ
  • 1 ઇંચ આદુ નો કટકો
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • 2 ચમચી શેકેલ વરિયાળી પાઉડર
  • 3 ચમચી પીસેલી સાકર
  • ½ ચમચી મરી
  • સંચળ સ્વાદ મુજબ

Instructions

Amla beet no mukhvas banavani rit

  • આમળા બીટ મુખવાસ બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ સાફ કરી લ્યો અને કપડા થી કોરી કરી લીધા બાદ મોટી છીણી વડે છીણી એક બાજુ મૂકો. ત્યાર બાદ બીટ ને ધોઇ સાફ કરી છાલ ઉતારી ફરીથી ધોઈ લ્યો અને એને પણ મોટી છીણી વડે છીણી લ્યો અને એક બાજુ મૂકો. હવે આદુ ને છોલી સાફ કરી પાણીથી ધોઈ લ્યો અને એને પણ છીણી વડે છીણી લ્યો.
  • હવે છીણેલા આમળા , છીણેલા બીટ અને છીણેલું આદુ એક મોટા વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં સંચળ, શેકેલ જીરું પાઉડર , અજમો હાથ થી મસળી ને નાખો, શેકેલ વરિયાળી પાઉડર, પીસેલી સાકાર અને મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે બે ત્રણ મોટી થાળી કે પ્લેટ માં પાતળું ફેલાવી ને તડકા માં બે ત્રણદિવસમાં અથવા પંખા નીચે ચાર પાંચ દિવસ સૂકવી લ્યો. મુખવાસ બિલકુલ સુકાઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે આમળા બીટ મુખવાસ.

Notes

અહીં મીઠું કે સંચળ તમે થોડી ઓછી માત્રા માં નાખવું કેમકે જો માપ નું મીઠું કે સંચળ નાખશો તો મુખવાસ સુકાઈ ગયા બાદ વધારે ખારો થઈ જશે.
મુખવાસ ને તમે સાફ ને કોરી પ્લાસ્ટિક ની સીટ પર પણ ફેલાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version