આપણે બાજરા ના રોટલા, રોટલી તો ઘણી વખત બનાવ્યા હસે પણ આજ આપણે બાજરા ના લોટ માં થોડા મસાલા મિક્સ Bajra masala puri – બાજરા મસાલા પૂરી તૈયાર કરીશું જે એક વખત બનાવી બે ત્રણ દિવસ સુંધી ખાઈ શકાય છે અને પ્રવાસ, ટિફિન માં પણ લઈ જઈ શકો છો.
Ingredients list
- બાજરા નો લોટ 1 કપ
- બાફેલા બટાકા 3-4
- મેથી સુધારેલ ½ કપ
- લીલા મરચા ઝીણા સમારેલા 3
- આદુ લસણની પેસ્ટ 1-2 ચમચી ( ના ખાતા હો તો ના નાખવા )
- સફેદ તલ 1 ચમચી
- અજમો ½ ચમચી
- જીરું ½ ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- હળદર ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Bajra masala puri banavani rit
બાજરા મસાલા પૂરી બનાવવા સૌપ્રથમ કથરોટ માં બાજરા નો લોટ ચાળી લઈ એમાં બાફેલા બટાકા છીણી ને નાખો સાથે ઝીણી સુધારેલી મેથી, લીલા મરચા સુધારેલા, ચીલી ફ્લેક્સ, હળદર, આદુ લસણની પેસ્ટ, સફેદ તલ, જીરું, અજમો મસળી ને નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે લોટ બંધવા માટે જરૂર હોય એ મુજબ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ બાંધી લ્યો અને ત્યાર બાદ બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી લોટ ને ફરી મસળી લ્યોત્યાર બાદ તેલ વાળા હાથે એમાંથી લુવા બનાવી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પાટલા અને વેલણ પર તેલ લગાવી હલકા હાથે મિડીયમ જાડી પૂરી વણી લ્યો અને વણેલી પૂરી ને મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. આમ બધી પૂરી વણી ને તરી લઈ પૂરી તૈયાર કરી લ્યો અને તૈયાર પૂરી ને ચા, ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે બાજરા મસાલા પૂરી.
Masala puri recipe notes
- લસણ આદુ ના ખાતા હો તો ના નાખવા.
- પૂરી જો વણી ના શકાય તો બે પ્લાસ્ટિક માં તેલ લગાવી લ્યો એક પ્લાસ્ટિક પર લુવો મૂકો અને બીજી પ્લાસ્ટિક ને એના પર મૂકો અને થાળી થી દબાવી લ્યો અથવા હલકા હાથે વણી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
બાજરા મસાલા પૂરી બનાવવાની રીત

Bajra masala puri banavani rit
Equipment
- 1 કથરોટ
- 1 પાટલો – વેલણ
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 1 કપ બાજરા નો લોટ
- 3-4 બાફેલા બટાકા
- ½ કપ મેથી સુધારેલ
- 3 લીલા મરચા ઝીણા સમારેલા
- 1-2 ચમચી આદુ લસણની પેસ્ટ ના ખાતા હો તો ના નાખવા
- 1 ચમચી સફેદ તલ
- ½ ચમચી અજમો
- ½ ચમચી જીરું
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- ¼ ચમચી હળદર
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Instructions
Bajra masala puri banavani rit
- બાજરા મસાલા પૂરી બનાવવા સૌપ્રથમ કથરોટ માં બાજરા નો લોટ ચાળી લઈ એમાં બાફેલા બટાકા છીણી ને નાખો સાથે ઝીણી સુધારેલી મેથી, લીલા મરચા સુધારેલા, ચીલી ફ્લેક્સ, હળદર, આદુ લસણની પેસ્ટ, સફેદ તલ, જીરું, અજમો મસળી ને નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે લોટ બંધવા માટે જરૂર હોય એ મુજબ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ બાંધી લ્યો અને ત્યાર બાદ બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી લોટ ને ફરી મસળી લ્યોત્યાર બાદ તેલ વાળા હાથે એમાંથી લુવા બનાવી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પાટલા અને વેલણ પર તેલ લગાવી હલકા હાથે મિડીયમ જાડી પૂરી વણી લ્યો અને વણેલી પૂરી ને મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. આમ બધી પૂરી વણી ને તરી લઈ પૂરી તૈયાર કરી લ્યો અને તૈયાર પૂરી ને ચા, ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે બાજરા મસાલા પૂરી.
Masala puri recipe notes
- લસણ આદુ ના ખાતા હો તો ના નાખવા.
- પૂરી જો વણી ના શકાય તો બે પ્લાસ્ટિક માં તેલ લગાવી લ્યો એક પ્લાસ્ટિક પર લુવો મૂકો અને બીજી પ્લાસ્ટિક ને એના પર મૂકો અને થાળી થી દબાવી લ્યો અથવા હલકા હાથે વણી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Makai na thepla banavani rit | મકાઈ ના થેપલા બનાવવાની રીત
Kacha bataka na parotha banavani rit | કાચા બટાકા ના પરોઠા બનાવવાની રીત
bhungra bataka banavani rit | ભૂંગળા બટાકા બનાવવાની રીત
Cheesy Masala Pav banavani rit | ચીઝી મસાલા પાઉં
kothimbir vadi recipe in gujarati | કોથમીર વડી બનાવવાની રીત