Home Lunch & Dinner Makai na lot ni rotli | મકાઈ ના લોટ ની રોટલી

Makai na lot ni rotli | મકાઈ ના લોટ ની રોટલી

0
Image credit – Youtube/Cook with sarabjit

શિયાળા માં અલગ અલગ પ્રકારના લોટ ની રોટલીઓ ખાવાની ખૂબ મજા પડે છે આ લોટ મેથી એક લોટ છે મકાઈ નો જેમાંથી નરમ અને સ્વાદિષ્ટ રોટલી બની ને તૈયાર થાય છે અને આ Makai na lot ni rotli – મકાઈ ના લોટ ની રોટલી સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ માનવામાં આવે છે.

Ingredients list

  • મકાઈ નો લોટ 2 કપ
  • પાણી 1 ¼  કપ
  • ઘી જરૂર મુજબ

Makai na lot ni rotli banavani rit

મકાઈ ના લોટ ની રોટલી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુંધી કથરોટ માં મકાઈ ના લોટ ને ચાળી લ્યો ત્ત્યાર બાદ પાણી ઉકળવા લાગે એટલે એમાં ચાળી રાખેલ મકાઈનો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.

પંદર મિનિટ પછી મિશ્રણ ને ફરી કથરોટ માં નાખો અને મસળી મસળી ને લોટ બાંધી લ્યો. જો જરૂર લાગે તો જરૂર મુજબ થોડું નવશેકું પાણી નાખી શકો છો. અને બાંધેલો લોટ એકદમ સ્મૂથ થઈ જાય ત્યાં સુંધી મસળી મસળી ને મિક્સ કરી લઈ મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની રોટલી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો.

હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી માં લુવા ને કોરા લોટ ની મદદ થી મિડીયમ જાડી રોટલી વણી લ્યો અને વણેલી રોટલી ને ગરમ તવી પર નાખી થોડી થોડી વારે ઉથલાવી ઉથલાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. શેકેલ રોટલી ને ઉતારી ને ઘી લગાવી લ્યો.

આમ એક એક રોટલી વણી શેકી ને તવી પર શેકી તૈયાર કરો લ્યો અને ગરમ ગરમ રોટલી સર્વ કરો. તો તૈયાર છે મકાઈ ના લોટની રોટલી.

Makai Rotli recipe notes

  • અહી તમને મીઠું નાખવું હોય તો નાખી શકો છો.
  • લોટ ને થોડી વધુ વાર સુંધી મસળી લઈ સ્મૂથ કરી લેશો અને થોડો મિડીયમ નરમ રાખશો તો કિનારી ફાટશે નહિ.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

મકાઈ ના લોટ ની રોટલી બનાવવાની રીત

Makai na lot ni rotli - મકાઈ ના લોટ ની રોટલી

Makai na lot ni rotli banavani rit

શિયાળા માં અલગ અલગ પ્રકારના લોટ ની રોટલીઓ ખાવાની ખૂબમજા પડે છે આ લોટ મેથી એક લોટ છે મકાઈ નો જેમાંથી નરમ અને સ્વાદિષ્ટ રોટલી બની ને તૈયારથાય છે અને આ Makai nalot ni rotli – મકાઈ ના લોટ ની રોટલી સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ માનવામાં આવે છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 6 નંગ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી
  • 1 પાટલો – વેલણ
  • 1 તપેલી

Ingredients

Ingredients list

  • 2 કપ મકાઈ નો લોટ
  • કપ પાણી
  • ઘી જરૂર મુજબ

Instructions

Makai na lot ni rotli banavani rit

  • મકાઈ ના લોટ ની રોટલી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુંધી કથરોટ માં મકાઈ ના લોટ ને ચાળી લ્યો ત્ત્યાર બાદ પાણી ઉકળવા લાગે એટલે એમાં ચાળી રાખેલ મકાઈનો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
  • પંદર મિનિટ પછી મિશ્રણ ને ફરી કથરોટ માં નાખો અને મસળી મસળી ને લોટ બાંધી લ્યો. જો જરૂર લાગે તો જરૂર મુજબ થોડું નવશેકું પાણી નાખી શકો છો. અને બાંધેલો લોટ એકદમ સ્મૂથ થઈ જાય ત્યાં સુંધી મસળી મસળી ને મિક્સ કરી લઈ મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની રોટલી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો.
  • હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી માં લુવા ને કોરા લોટ ની મદદ થી મિડીયમ જાડી રોટલી વણી લ્યો અને વણેલી રોટલી ને ગરમ તવી પર નાખી થોડી થોડી વારે ઉથલાવી ઉથલાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. શેકેલ રોટલી ને ઉતારી ને ઘી લગાવી લ્યો.
  • આમ એક એક રોટલી વણી શેકી ને તવી પર શેકી તૈયાર કરો લ્યો અને ગરમ ગરમ રોટલી સર્વ કરો. તો તૈયાર છે મકાઈ ના લોટની રોટલી.

Makai Rotli recipe notes

  • અહી તમને મીઠું નાખવું હોય તો નાખી શકો છો.
  • લોટ ને થોડી વધુ વાર સુંધી મસળી લઈ સ્મૂથ કરી લેશો અને થોડો મિડીયમ નરમ રાખશો તો કિનારી ફાટશે નહિ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version