HomeNastaBataka ni Chhin Recipe in Gujarati | બટાકાની છીણ | Farali Potato...

Bataka ni Chhin Recipe in Gujarati | બટાકાની છીણ | Farali Potato Shreds

ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થાય એટલે ગુજરાતી ઘરોમાં પાપડ, કાતરી (વેફર) અને છીણ બનાવવાની ધૂમ મચી જાય છે. શ્રાવણ મહિનો હોય કે એકાદશી, ઉપવાસમાં ફરાળી ચેવડો બનાવવા માટે ઘરમાં Bataka ni Chhin (બટાકાની છીણ) હોવી ખૂબ જ જરૂરી છે.

ઘણીવાર બહેનોને ફરિયાદ હોય છે કે બટાકાની છીણ સુકાતી વખતે કાળી પડી જાય છે અથવા તળીએ ત્યારે લાલ થઈ જાય છે. આનું મુખ્ય કારણ બટાકામાં રહેલો સ્ટાર્ચ (Starch) છે. આજ આપણે એક એવી ટ્રીક જોઈશું  સુકવવાની ઝંઝટ વગર નું છીણ બનાવશું જેનો સ્વાદ વેફર જેવો જ લાગે છે પણ વેફર બનાવવા જેટલી મહેનત નથી. ઝડપથી બનતી અને સ્વાદીસ્ટ આ છીણ ને ઘણા લોકો બટાકા ની કાતરી પણ કહે છે. ચાલો જોઈએ ફરાળી બટાકાની છીણ બનાવવાની રીત.

બટાકા ની છીણ બનાવવા જરૂરી સામગ્રી

  1. વેફર ના બટાકા 5 કિલો
  2. પાણી જરૂર મુજબ
  3. ફરાળી મીઠું સ્વાદ મુજબ
  4. ફટકડી ¼ ચમચી ( નાખવી હોય તો નાખો નહિ નાખો તો પણ ચાલશે )

Bataka ni Chhin banavani rit

બટાકાની છીણ બનાવવા સૌથી પહેલા ગેસ પર અડધું પાણી ભરેલ મોટું તપેલું મૂકી ગેસ ચાલુ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાણી ગરમ થવા દયો. પાણી ગરમ થઇ ઉકાળવા લાગે ત્યાં સુંધી વેફર ના બટાકા લઇ ધોઈ સાફ કરી લ્યો અને તપેલા નું પાણી ઉકળવા લાગે એટલે એમાં ફટકડી અને સાફ કરેલ બટાકા એમાં ધીરેથી મૂકી ઢાંકી પાંચ થી સાત મિનીટ બાફી લ્યો.

 સાત મિનીટ પછી ઢાંકણ ખોલી ઝારા થી એક બટાકા ને કાળી એની છાલ ઉતારી જોવો જો છાલ ઉતારી જતી હોય તો ગેસ બંધ કરી ઝારા થી બટાકા ને બીજા મોટા વાસણમાં પાણી માંથી કાળી લઇ મુક્તા જાઓ. આમ બધા જ બટાકા ને કાઢી લ્યો. હવી કપડાથી બાફેલા બટાકા ને ઉપાડી એની છાલ અલગ કરી લ્યો. આમ બધા જ બટાકા ને છોલી સાફ કરી લ્યો અને સાફ કરેલ બટાકા ને પંખા નીચે ઠંડા થવા દયો.

બધા બટાકા છોલાઈ જાય અને ઠંડા થઇ જાય એટલે ઘર માં અથવા છત પર પ્લાસ્ટિક કે સાફ કપડું પાથરી લ્યો. હવે મોટા કાણા વાળી છીણી લ્યો અને બાફેલા બટાકા ને લઇ પ્લાસ્ટિક કે કપડા પર થોડા દબાવી ને છીણતા જાઓ. આમ એક એક કરી બધા બટાક ને છીણી લઇ સૂકવવા દયો. છીણ સુકાઈ ને કડક થાય એટલે મોટા વાસણમાં ભરી અડધા દિવસ માટે તડકામાં સુકવી ડબ્બા માં ભરી લ્યો. તો તૈયાર છે બટાકા નું છીણ.

ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો. તેલ ફૂલ ગરમ થાય એટલે તૈયાર બટાકા ના છીણ ને થોડું થોડું નાખતા જઈ તારી લ્યો અને તારેલ છીણ પર લાલ મરચાને છાંટી મજા લ્યો.   

Batata ni Chhin recipe notes

  1. તમે બટાકા છોલી સાફ કરી મોટી છીણી વડે છીણી ને બે ત્રણ પાણીથી ધોઈ મોટા તપેલા બાફી ને સુકવી ને પણ આ છીણ તૈયાર કરી શકો છો.

બટાકાની છીણ બનાવવાની રીત

Bataka ni Chhin banavani rit - બટાકાની છીણ

Bataka ni Chhin Recipe in Gujarati | બટાકાની છીણ | Farali Potato Shreds

ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થાય એટલે ગુજરાતી ઘરોમાં પાપડ,કાતરી (વેફર) અને છીણ બનાવવાની ધૂમ મચી જાય છે. શ્રાવણ મહિનોહોય કે એકાદશી, ઉપવાસમાં ફરાળી ચેવડો બનાવવા માટે ઘરમાં Bataka ni Chhin (બટાકાની છીણ) હોવી ખૂબ જ જરૂરી છે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 15 minutes
Resting time: 1 day
Total Time: 1 day 35 minutes
Servings: 1 કિલો થી થોડી વધુ

Equipment

  • 1 મોટું તપેલું,
  • 1 મોટા કાણા વાળી છીણી

Ingredients

બટાકા ની છીણ બનાવવા જરૂરી સામગ્રી

  • 5 કિલો વેફર ના બટાકા
  • પાણી જરૂર મુજબ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • ¼ ચમચી ફટકડી નાખવી હોય તો નાખો નહિ નાખો તો પણ ચાલશે

Instructions

Bataka ni Chhin banavani rit

  • બટાકાની છીણ બનાવવા સૌથી પહેલા ગેસ પર અડધું પાણી ભરેલ મોટું તપેલું મૂકી ગેસ ચાલુ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાણી ગરમ થવા દયો. પાણી ગરમ થઇ ઉકાળવા લાગે ત્યાં સુંધી વેફર ના બટાકા લઇ ધોઈ સાફ કરી લ્યો અને તપેલા નું પાણી ઉકળવા લાગે એટલે એમાં ફટકડી અને સાફ કરેલ બટાકા એમાં ધીરેથી મૂકી ઢાંકી પાંચ થી સાત મિનીટ બાફી લ્યો.
  • સાત મિનીટ પછી ઢાંકણ ખોલી ઝારા થી એક બટાકા ને કાળી એની છાલ ઉતારી જોવો જો છાલ ઉતારી જતી હોય તો ગેસ બંધ કરી ઝારા થી બટાકા ને બીજા મોટા વાસણમાં પાણી માંથી કાળી લઇ મુક્તા જાઓ. આમ બધા જ બટાકા ને કાઢી લ્યો. હવી કપડાથી બાફેલા બટાકા ને ઉપાડી એની છાલ અલગ કરી લ્યો. આમ બધા જ બટાકા ને છોલી સાફ કરી લ્યો અને સાફ કરેલ બટાકા ને પંખા નીચે ઠંડા થવા દયો.
  • બધા બટાકા છોલાઈ જાય અને ઠંડા થઇ જાય એટલે ઘર માં અથવા છત પર પ્લાસ્ટિક કે સાફ કપડું પાથરી લ્યો. હવે મોટા કાણા વાળી છીણી લ્યો અને બાફેલા બટાકા ને લઇ પ્લાસ્ટિક કે કપડા પર થોડા દબાવી ને છીણતા જાઓ. આમ એક એક કરી બધા બટાક ને છીણી લઇ સૂકવવા દયો. છીણ સુકાઈ ને કડક થાય એટલે મોટા વાસણમાં ભરી અડધા દિવસ માટે તડકામાં સુકવી ડબ્બા માં ભરી લ્યો. તો તૈયાર છે બટાકા નું છીણ.
  • ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો. તેલ ફૂલ ગરમ થાય એટલે તૈયાર બટાકા ના છીણ ને થોડું થોડું નાખતા જઈ તારી લ્યો અને તારેલ છીણ પર લાલ મરચાને છાંટી મજા લ્યો.

Batata ni Chhin recipe notes

  • તમે બટાકા છોલી સાફ કરી મોટી છીણી વડે છીણી ને બે ત્રણ પાણીથી ધોઈ મોટા તપેલા બાફી ને સુકવી ને પણ આ છીણ તૈયાર કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular