આજ આપણે મગદાળ સ્ટફિંગ ચીલા – Magdal stuffing chila બનાવવાની રીત શીખીશું. આ ચીલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને બનાવવા ખૂબ જ સરળ છે. આ ચીલા તમે સવાર ના નાસ્તા માં કે હલકી ફૂલ્કી ભૂખ ને શાંત કરવા માટે નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે.
ચીલા બનાવવા જરૂરી સામગ્રી
- મગદાળ 1 કપ
- સોજી ¼ કપ
- હિંગ ¼ ચમચી
- સુધારેલ ડુંગળી 1
- સુધારેલ કેપ્સીકમ 1
- ગાજર ના કટકા 1
- મરી પાઉડર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Magdal stuffing chila banavani recipe
મગદાળ સ્ટફિંગ ચીલા બનાવવા સૌપ્રથમ મગદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી ને બે ત્રણ કલાક પલાળી લ્યો અને ત્રણ કલાક પછી દાળ નું પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ નીતરેલી દાળ ને મિક્સર જારમાં નાખો સાથે સોજી, સ્વાદ મુજબ મીઠું અને હિંગ નાંખી ઢાંકી ને પીસી લ્યો ત્યાર બાદ અડધો કપ પાણી નાખી ને સ્મુથ પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો. અને બીજા વાસણમાં કાઢી ઢાંકી ને એક બાજુ મૂકો.
હવે મિક્સર જાર માં અથવા ચોપર માં અથવા હાથ થી સુધારેલ ડુંગળી, કેપ્સીકમ, ગાજરના કટકા અને લીલા મરચા સુધારેલા નાખી પ્લસ મોડ માં પીસી ઝીણા ઝીણા સમારેલા કરી લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં એક થી બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ શાક નાખી ફૂલ તાપે શેકી લ્યો.
એમાં સ્વાદ મુજબ મીઠું અને મરી પાઉડર નાખી મિક્સ કરી ને શાક ડ્રાય કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ કરી લ્યો અને ત્યાર બાદ છીણેલું પનીર નાખી ને મિક્સ કરી લ્યો અને સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
હવે મગદાળ ના મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં મગદાળ નું મિશ્રણ નાખો ઢોસા ની જેમ ફેલાવી લ્યો ,
ત્યાર બાદ એના પર તેલ લગાવી એમાં તૈયાર કરેલ સ્ટફિંગ નાખી એક સરખું ફેલાવી લ્યો અને એક મિનિટ ચડાવી લીધા બાદ એક બાજુથી રોલ બનાવી લ્યો અને રોલ ના કટકા કરી લ્યો આમ એક એક કરી બધા ચીલા બનાવી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો મગદાળ સ્ટફિંગ ચીલા.
Magdal stuffing chila notes
- સ્ટફિંગ માં તમે તમારી પસંદ માં શાક નાખી શકો છો.
- ચીલા માટેનું મિશ્રણ ના ઘણું ઘટ્ટ કે ના ઘણું પાતળું રાખવું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
મગદાળ સ્ટફિંગ ચીલા બનાવવાની રેસીપી
Magdal stuffing chila banavani recipe
Equipment
- 1 તવી
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
ચીલા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ મગદાળ
- ¼ કપ સોજી
- ¼ ચમચી હિંગ
- 1 સુધારેલ ડુંગળી
- 1 સુધારેલ કેપ્સીકમ
- 1 ગાજર ના કટકા
- ½ ચમચી મરી પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Magdal stuffing chila banavani recipe
- મગદાળ સ્ટફિંગ ચીલા બનાવવા સૌપ્રથમ મગદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી ને બે ત્રણ કલાક પલાળી લ્યો અને ત્રણ કલાક પછી દાળ નું પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ નીતરેલી દાળ ને મિક્સર જારમાં નાખો સાથે સોજી, સ્વાદ મુજબ મીઠું અને હિંગ નાંખી ઢાંકી ને પીસી લ્યો ત્યાર બાદ અડધો કપ પાણી નાખી ને સ્મુથ પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો. અને બીજા વાસણમાં કાઢી ઢાંકી ને એક બાજુ મૂકો.
- હવે મિક્સર જાર માં અથવા ચોપર માં અથવા હાથ થી સુધારેલ ડુંગળી, કેપ્સીકમ, ગાજરના કટકા અને લીલા મરચા સુધારેલા નાખી પ્લસ મોડ માં પીસી ઝીણા ઝીણા સમારેલા કરી લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં એક થી બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ શાક નાખી ફૂલ તાપે શેકી લ્યો.
- એમાં સ્વાદ મુજબ મીઠું અને મરી પાઉડર નાખી મિક્સ કરી ને શાક ડ્રાય કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ કરી લ્યો અને ત્યાર બાદ છીણેલું પનીર નાખી ને મિક્સ કરી લ્યો અને સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
- હવે મગદાળ ના મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં મગદાળ નું મિશ્રણ નાખો ઢોસા ની જેમ ફેલાવી લ્યો ,
- ત્યાર બાદ એના પર તેલ લગાવી એમાં તૈયાર કરેલ સ્ટફિંગ નાખી એક સરખું ફેલાવી લ્યો અને એક મિનિટ ચડાવી લીધા બાદ એક બાજુથી રોલ બનાવી લ્યો અને રોલ ના કટકા કરી લ્યો આમ એક એક કરી બધા ચીલા બનાવી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો મગદાળ સ્ટફિંગ ચીલા.
Magdal stuffing chila notes
- સ્ટફિંગ માં તમે તમારી પસંદ માં શાક નાખી શકો છો.
- ચીલા માટેનું મિશ્રણ ના ઘણું ઘટ્ટ કે ના ઘણું પાતળું રાખવું.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
વેજીટેબલ પૌવા | Vegetable pauva banavani rit
મકાઈ ની કટલેસ બનાવવાની રીત | makai ni cutlet banavani rit
પોહા ચેવડો બનાવવાની રીત | Poha chevdo banavani rit
ભેળ પુરી બનાવવાની રીત | ભેલ પુરી બનાવવાની રીત | bhel puri recipe
દૂધી ના પરોઠા | dudhi na paratha banavani rit