Home Nasta બટાકા ના ગાંઠિયા : batata na gathiya banavani rit

બટાકા ના ગાંઠિયા : batata na gathiya banavani rit

0
Image credit – Youtube/Sheetal's Kitchen – Gujarati

આજ ના આપણા બટાકા ના ગાંઠિયા આપણે બેસન થી નહિ પણ મેંદા ના લોટ નો ઉપયોગ કરી બનાવશું જે એકદમ ક્રિસ્પી બનશે અને ખાવા માં પણ ખૂબ ટેસ્ટી લાગશે. આ batata na gathiya ને તમે લાંબો સમય સુંધી સાચવી પણ શકો છો.

બટાકા ના ગાંઠિયા માટે ની જરૂરી સામગ્રી

  • મેંદા નો લોટ 2 કપ
  • બાફેલા બટાકા 4-5
  • કોર્ન ફ્લોર 1 ¼ કપ
  • લીંબુનો રસ 3-4
  • મીઠું સ્વાદ મુજબ
  • લાલ મરચાનો પાઉડર 1  ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • સંચળ 2 ચમચી
  • તરવા માટે તેલ

batata na gathiya banavani rit

બટાકા ના ગાંઠિયા બનાવવા સૌપ્રથમ પાંચસો ગ્રામ બટાકા ને બાફી લ્યો. ત્યાર બાદ બાફેલા બટાકા ને છોલી સાફ કરી લ્યો અને છોલી રાખેલ બટાકા ને છીણી વડે છીણી લ્યો. હવે એમાં ચારણી થી ચાળી મેંદા નો લોટ, કોર્ન ફ્લોર, ત્રણ થી ચાર લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મસળી ને લોટ બાંધી લ્યો. હવે એક વાટકા માં લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર અને સંચળ ને મિક્સ કરી એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સંચા ને તેલ લગાવી એમાં ગાંઠિયા બનાવવાની જારી મૂકો અને બાંધેલા લોટ માંથી સંચા માં સમાય એટલો ભરી લ્યો,

ત્યાર બાદ ગરમ તેલ માં એકાદ રાઉન્ડ ફેરવતા જાઓ અને ગાંઠિયા ને તરવા મૂકો. ગાંઠિયા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી ઝારા થી ફેરવી ફેરવી તરી લ્યો. ગાંઠિયા ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો.

તરેલા ગાંઠિયા એક વાસણમાં કાઢી એના પર તૈયાર કરેલ મસાલો છાંટી લ્યો. આમ થોડા થોડા ગાંઠિયા તેલ માં તરી લઈ કાઢતા જાઓ અને ઉપર તૈયાર કરેલ મસાલો છાંટો અને મિક્સ કરી લ્યો.

આમ બધા ગાંઠિયા ને તરી લ્યો અને મસાલો છાંટી તૈયાર કરી લ્યો અને ગાંઠિયા ઠંડા થાય એટલે ડબ્બા માં ભરી ચા દૂધ સાથે મજા લ્યો. તો તૈયાર છે બટાકા ના ગાંઠિયા .

Ganthiya recipe notes

  • અહીં તમે એકાદ બે બટાકા બાફતી વખતે સહેલા બાફી લેવા જેથી લોટ બાંધતી વખતે જરુર લાગે તો બટાકા ને મેસ કરી નાખી શકો.
  • ગાંઠિયા માં મીઠું ધ્યાન થી નાખવું કેમકે બટાકા બાફતી વખતે પણ મીઠું નાખેલ છે અને મસાલા માં પણ સંચળ હસે.
  • મેંદા ના લોટ ની જગ્યાએ ચોખા નો લોટ પણ વાપરી શકાય થોડો ટેસ્ટ અલગ આવશે પણ હેલ્થી બનશે.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત

batata na gathiya - બટાકા ના ગાંઠિયા - batata na gathiya banavani rit - બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત

batata na gathiya banavani rit

આજ ના આપણા બટાકા ના ગાંઠિયા આપણે બેસનથી નહિ પણ મેંદા ના લોટ નો ઉપયોગ કરી બનાવશું જે એકદમ ક્રિસ્પી બનશે અને ખાવા માં પણખૂબ ટેસ્ટી લાગશે. આ batata na gathiya ને તમે લાંબોસમય સુંધી સાચવી પણ શકો છો.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ગાંઠિયા બનાવવાનો સંચો

Ingredients

બટાકા ના ગાંઠિયા માટે ની જરૂરી સામગ્રી

  • 2 કપ મેંદા નો લોટ
  • 4-5 બાફેલા બટાકા
  • કપ કોર્ન ફ્લોર
  • 3-4 લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 2 ચમચી સંચળ
  • તરવા માટે તેલ

Instructions

batata na gathiya banavani rit

  • બટાકા ના ગાંઠિયા બનાવવા સૌપ્રથમ પાંચસો ગ્રામ બટાકા ને બાફી લ્યો. ત્યાર બાદ બાફેલા બટાકા ને છોલી સાફ કરી લ્યો અને છોલી રાખેલ બટાકા ને છીણી વડે છીણી લ્યો. હવે એમાં ચારણી થી ચાળી મેંદા નો લોટ, કોર્ન ફ્લોર, ત્રણ થી ચાર લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મસળી ને લોટ બાંધી લ્યો. હવે એક વાટકા માં લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર અને સંચળ ને મિક્સ કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સંચા ને તેલ લગાવી એમાં ગાંઠિયા બનાવવાની જારી મૂકો અને બાંધેલા લોટ માંથી સંચા માં સમાય એટલો ભરી લ્યો,
  • ત્યાર બાદ ગરમ તેલ માં એકાદ રાઉન્ડ ફેરવતા જાઓ અને ગાંઠિયા ને તરવા મૂકો. ગાંઠિયા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી ઝારા થી ફેરવી ફેરવી તરી લ્યો. ગાંઠિયા ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો.
  • તરેલા ગાંઠિયા એક વાસણમાં કાઢી એના પર તૈયાર કરેલ મસાલો છાંટી લ્યો. આમ થોડા થોડા ગાંઠિયા તેલ માં તરી લઈ કાઢતા જાઓ અને ઉપર તૈયાર કરેલ મસાલો છાંટો અને મિક્સ કરી લ્યો.
  • આમ બધા ગાંઠિયા ને તરી લ્યો અને મસાલો છાંટી તૈયાર કરી લ્યો અને ગાંઠિયા ઠંડા થાય એટલે ડબ્બા માં ભરી ચા દૂધ સાથે મજા લ્યો. તો તૈયાર છે બટાકા ના ગાંઠિયા .

Ganthiya recipe notes

  • અહીં તમે એકાદ બે બટાકા બાફતી વખતે સહેલા બાફી લેવા જેથી લોટ બાંધતી વખતે જરુર લાગે તો બટાકા ને મેસ કરી નાખી શકો.
  • ગાંઠિયા માં મીઠું ધ્યાન થી નાખવું કેમકે બટાકા બાફતી વખતે પણ મીઠું નાખેલ છે અને મસાલા માં પણ સંચળ હસે.
  • મેંદા ના લોટ ની જગ્યાએ ચોખા નો લોટ પણ વાપરી શકાય થોડો ટેસ્ટ અલગ આવશે પણ હેલ્થી બનશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version