Home Dessert & Drinks Makhana khajur ladoo : મખાના ખજૂર લાડુ ની રેસીપી

Makhana khajur ladoo : મખાના ખજૂર લાડુ ની રેસીપી

0
Image credit – Youtube/Vanilla Trails

આ મખાના ખજૂર લાડુ તમે બનાવી વ્રત ઉપવાસમાં તો ખાઈ જ શકો છો સાથે દિવાળી પર આવેલા મહેમાનો ને પણ આપી શકો છો. આ લાડુ માં આપણે ખજૂર ની નેચરલ મીઠાસ થી તૈયાર કરેલ હોય ખૂબ જ હેલ્થી ની સાથે ટેસ્ટી પણ બને છે અને આ મીઠાઈ માં કોઈ જ ડેરી પ્રોડક્ટ નો ઉપયોગ નથી કરેલ તેથી વિગન લોકો પણ આ Makhana khajur ladoo બનાવી ખાઈ ખવડાવી શકે છે. તો ચાલો મખાના ખજૂર લાડુ બનાવવાની રીત શીખીએ.

મખાના ખજૂર લાડુ ની સામગ્રી

  • બદામ ¼ કપ
  • મખાના 2 કપ
  • કાજુ ¼ કપ
  • પમકિન બીજ ¼ કપ
  • સૂરજ મુખી બીજ ¼ કપ
  • બીજ કાઢેલ ખજૂર 140 ગ્રામ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • સૂકા ગુલાબ ની પાંખડી 1-2 ચમચી

મખાના ખજૂર લાડુ ની રેસીપી

મખાના ખજૂર લાડુ બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કડાઈમાં મખાના નાખી મિડીયમ તાપે હલાવતા રહો અને મખાના ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહી શેકી લ્યો. મખાના ક્રિસ્પી થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો અને એજ ગરમ કડાઈ માં કાજુ, બદામ નાખી અને પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.

ત્યારબાદ એમાં પમકીન બીજ અને સૂરજમુખી બીજ નાખી એને પણ શેકી લ્યો. બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લો અને ઠંડા કરી લ્યો.

હવે બધી સામગ્રી ઠંડી થાય એટલે એમાં ખજૂર ના બીજ કાઢી સામગ્રી સાથે નાખો સાથે સૂકા ગુલાબ ની પાંખડી નાખી મિક્સ કરી લ્યો.અને ત્યાર બાદ પ્લસ મોડ માં અથવા ફૂડ પ્રોસેસર માં દરદરા પીસી પાઉડર બનાવી લ્યો.

હવે પીસેલા મિશ્રણ માંથી જે સાઇઝ ના લાડુ બનાવવા હોય એટલું મિશ્રણ હાથમાં લ્યો અને ત્યાર બાદ દબાવી દબાવી ગોળ લાડુ બનાવી લ્યો આમ બધા મિશ્રણ માંથી લાડુ બનાવી લ્યો અને તૈયાર લાડુ ઉપર પિસ્તા ની કતરણ અને ચાંદી ની વરખ લગાવી ને ગાર્નિશ કરી મજા લ્યો મખાના ખજૂર લાડુ.

Makhana khajur ladoo recipe notes

  • જો મિશ્રણ ભેગુ કરવા માં તકલીફ પડતી હોય તો થોડી ખજૂર પીસી ને મિક્સ કરી શકો છો.
  • તમને મીઠાસ વધારે પસંદ હોય તો ખજૂર સાથે અંજીર ના થોડા પીસ પણ નાખી શકો છો
  • ખજૂર જ્યુસિ લેવાની જેથી લાડુ ડ્રાય ના લાગે અને બાઈન્ડિંગ બરોબર થાય.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Makhana khajur ladoo banavani recipe

મખાના ખજૂર લાડુ - Makhana khajur ladoo - મખાના ખજૂર લાડુ ની રેસીપી - sMakhana khajur ladoo ni recipe

Makhana khajur ladoo banavani recipe

આ મખાના ખજૂર લાડુ તમેબનાવી વ્રત ઉપવાસમાં તો ખાઈ જ શકો છો સાથે દિવાળી પર આવેલા મહેમાનો ને પણ આપી શકો છો. આ લાડુ માં આપણે ખજૂર ની નેચરલ મીઠાસ થી તૈયાર કરેલ હોય ખૂબ જ હેલ્થી ની સાથેટેસ્ટી પણ બને છે અને આ મીઠાઈ માં કોઈ જ ડેરી પ્રોડક્ટ નો ઉપયોગ નથી કરેલ તેથી વિગનલોકો પણ આ Makhana khajur ladoo બનાવી ખાઈ ખવડાવી શકે છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 10 લાડુ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

મખાના ખજૂર લાડુ ની સામગ્રી

  • ¼ કપ બદામ
  • 2 કપ મખાના
  • ¼ કપ કાજુ
  • ¼ કપ પમકિન બીજ
  • ¼ કપ સૂરજ મુખી બીજ
  • 140 ગ્રામ બીજ કાઢેલ ખજૂર
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 1-2 ચમચી સૂકા ગુલાબ ની પાંખડી

Instructions

Makhana khajur ladoo banavani recipe

  • મખાના ખજૂર લાડુ બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કડાઈમાં મખાના નાખી મિડીયમ તાપે હલાવતા રહો અને મખાના ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહી શેકી લ્યો. મખાના ક્રિસ્પી થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો અને એજ ગરમ કડાઈ માં કાજુ, બદામ નાખી અને પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • ત્યારબાદ એમાં પમકીન બીજ અને સૂરજમુખી બીજ નાખી એને પણ શેકી લ્યો. બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લો અને ઠંડા કરી લ્યો.
  • હવે બધી સામગ્રી ઠંડી થાય એટલે એમાં ખજૂર ના બીજ કાઢી સામગ્રી સાથે નાખો સાથે સૂકા ગુલાબ ની પાંખડી નાખી મિક્સ કરી લ્યો.અને ત્યાર બાદ પ્લસ મોડ માં અથવા ફૂડ પ્રોસેસર માં દરદરા પીસી પાઉડર બનાવી લ્યો.
  • હવે પીસેલા મિશ્રણ માંથી જે સાઇઝ ના લાડુ બનાવવા હોય એટલું મિશ્રણ હાથમાં લ્યો અને ત્યાર બાદ દબાવી દબાવી ગોળ લાડુ બનાવી લ્યો આમ બધા મિશ્રણ માંથી લાડુ બનાવી લ્યો. અને તૈયાર લાડુ ઉપર પિસ્તા ની કતરણ અને ચાંદી ની વરખ લગાવી ને ગાર્નિશ કરી મજા લ્યો મખાના ખજૂર લાડુ.

Makhana khajur ladoo recipe notes

  • જો મિશ્રણ ભેગુ કરવા માં તકલીફ પડતી હોય તો થોડી ખજૂર પીસી ને મિક્સ કરી શકો છો.
  • તમને મીઠાસ વધારે પસંદ હોય તો ખજૂર સાથે અંજીર ના થોડા પીસ પણ નાખી શકો છો
  • ખજૂર જ્યુસિ લેવાની જેથી લાડુ ડ્રાય ના લાગે અને બાઈન્ડિંગ બરોબર થાય.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version