Home Dessert & Drinks besan na ladoo : બેસન ના લાડુ ની રેસીપી

besan na ladoo : બેસન ના લાડુ ની રેસીપી

0
Image credit – Youtube/Rita Arora Recipes

આ લાડુ ઘણા ઝીણા બેસન માંથી પણ બનાવતા હોય છે પણ એ લાડુ ખાવાથી ક્યારેક તારવે ચોંટે એવું લાગતું હોય છે પણ કરકરા લોટ માંથી બનાવશો તો એ તકલીફ નહિ પડે તેથી હવે પછી આ રીતે લાડુ બનાવી તૈયાર કરી શકો છો. તો ચાલો કરકરા બેસન ના લાડુ – besan na ladoo banavani rit શીખીએ.

બેસન ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • કરકરો બેસન 4 કપ
  • બુરા (તગાડ) ખાંડ 2 કપ
  • ઘી 1 કપ +4-5 ચમચી
  • કાજુ ના કટકા ¼ કપ
  • બદામ ના કટકા ¼ કપ
  • મગતરી બીજ 4-5 ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી

besan na ladoo banavani rit

કરકરા બેસન ના લાડુ બનાવવા સૌપ્રથમ ગેસ પર ઘી ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં ચાળી ને બેસન નો કરકરો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહો અને મિક્સ કરી શેકી લ્યો. ધીમા તાપે ચમચા થી હલાવતા રહો અને તરીયા માં ચોંટે નહિ એનું ધ્યાન રાખવુ અને હલાવતા રહો. બેસન લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવતા રહો અને મિક્સ કરતા રહો.

બેસન ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે એમાં કાજુના કટકા, બદામ ના કટકા અને મગતરી બીજ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી એમાં બીજા ચાર પાંચ ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો અને આમ બેસન ને પોણા કલાક સુંધી શેકી લીધા બાદ ગેસ બંધ કરી અને મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ કરવા મૂકો.

બેસન નું મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ જાય એટલે ત્રણ ચાર કલાક પછી એમાં ચાળી ને બુરા ખાંડ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાંથી લાડુ બનાવી લ્યો આમ બધા લાડુ બનાવી તૈયાર કરી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો કરકરા બેસન ના લાડુ.

besan na ladoo recipe notes

  • બુરા ખાંડ બનાવવા ની રીત અમે અગાઉ આપેલ છે.
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધી કે ઓછી કરી શકો છો.
  • બેસન ને ધીમા તાપે શેકવો.
  • જો કરકરો બેસન ના મળે તો ચણાદાળ ને તડકા માં તપાવી ને મિક્સર જાર માં પીસી કરકરો લોટ તૈયાર કરી હકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

બેસન ના લાડુ બનાવવાની રીત

બેસન ના લાડુ - besan na ladoo - besan na ladoo banavani rit - બેસન ના લાડુ બનાવવાની રીત

besan na ladoo banavani rit

આ લાડુ ઘણા ઝીણા બેસન માંથી પણ બનાવતા હોય છે પણ એ લાડુખાવાથી ક્યારેક તારવે ચોંટે એવું લાગતું હોય છે પણ કરકરા લોટ માંથી બનાવશો તો એ તકલીફનહિ પડે તેથી હવે પછી આ રીતે લાડુ બનાવી તૈયાર કરી શકો છો. તો ચાલો કરકરાબેસન ના લાડુ – besan na ladoo banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 40 minutes
Total Time: 50 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બેસન ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • 4 કપ કરકરો બેસન
  • 2 કપ બુરા( તગાડ ) ખાંડ
  • 1 કપ ઘી +4-5 ચમચી
  • ¼ કપ કાજુ ના કટકા
  • ¼ કપ બદામ ના કટકા
  • 4-5 ચમચી મગતરી બીજ
  • ½ ચમચી એલચી પાઉડર

Instructions

besan na ladoo banavani rit

  • બેસન ના લાડુ બનાવવા સૌપ્રથમ ગેસ પર ઘી ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં ચાળી ને બેસન નો કરકરો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહો અને મિક્સ કરી શેકી લ્યો. ધીમા તાપે ચમચા થી હલાવતા રહો અને તરીયા માં ચોંટે નહિ એનું ધ્યાન રાખવુ અને હલાવતા રહો. બેસન લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવતા રહો અને મિક્સ કરતા રહો.
  • બેસન ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે એમાં કાજુના કટકા, બદામ ના કટકા અને મગતરી બીજ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી એમાં બીજા ચાર પાંચ ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો અને આમ બેસન ને પોણા કલાક સુંધી શેકી લીધા બાદ ગેસ બંધ કરી અને મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ કરવા મૂકો.
  • બેસન નું મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ જાય એટલે ત્રણ ચાર કલાક પછી એમાં ચાળી ને બુરા ખાંડ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાંથી લાડુ બનાવી લ્યો આમ બધા લાડુ બનાવી તૈયાર કરી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો કરકરા બેસન ના લાડુ.

besan na ladoo recipe notes

  • બુરા ખાંડ બનાવવા ની રીત અમે અગાઉ આપેલ છે.
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધી કે ઓછી કરી શકો છો.
  • બેસન ને ધીમા તાપે શેકવો.
  • જો કરકરો બેસન ના મળે તો ચણાદાળ ને તડકા માં તપાવી ને મિક્સર જાર માં પીસી કરકરો લોટ તૈયાર કરી હકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version