Home Dessert & Drinks Nutella Choco Bombs in Gujarati | નુટેલા ચોકો બોમ્બ | No Maida...

Nutella Choco Bombs in Gujarati | નુટેલા ચોકો બોમ્બ | No Maida No Oven

0

જ્યારે બાળકોને કંઈક મીઠું અને ચોકલેટી ખાવાની જિદ થાય, ત્યારે બહારથી મોંઘી અને મેંદાવાળી કેક લાવવા કરતા ઘરે જ Nutella Choco Bombs (નુટેલા ચોકો બોમ્બ) બનાવવા એ સૌથી બેસ્ટ આઈડિયા છે. જે આજ આપણે અપ્પે પેન માં કેક ના સ્વાદ માં ખુબ ઓછા સમય માં નાના કેક બનાવી તૈયાર કરીશું જે કેક કરતા પણ વધુ ટેસ્ટી લાગે છે. આ બોમ્બને મોઢામાં મુકતા જ બહારનું ચોકલેટનું પડ તૂટશે અને અંદરથી એકદમ ક્રીમી ‘નુટેલા’ નો લાવા નીકળશે! સૌથી સારી વાત એ છે કે આમાં ઓવન ની કોઈ જ જરૂર નથી. ચાલો જોઈએ મેંદા અને ઓવન વગર નુટેલા ચોકો બોમ્બ બનાવવાની રીત.

ચોકો બોમ્બ બનાવવા જરૂરી સામગ્રી

  1. દહીં ½ કપ
  2. દૂધ ½ કપ
  3. પીસેલી ખાંડ ½ કપ
  4. ઘી 3-4 ચમચી
  5. ઘઉંનો લોટ 1 કપ
  6. વેનીલા એસેન્સ 1 ચમચી
  7. બેકિંગ સોડા ½ ચમચી
  8. બેકિંગ પાઉડર 1 ચમચી 
  9. મીઠું 1 ચપટી
  10. નટેલા જરૂર મુજબ

Nutella Choco Bombs banavani rit

નુટેલા ચોકો બોમ્બ બનાવવા સૌથી પહેલા એક વાસણમાં દહીં, દૂધ અને પીસેલી ખાંડ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં વેનીલા એસેન્સ, ઘી નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો હવે ચારણીમાં ઘઉંનો લોટ, મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર નાખી લોટ ને દહીં દૂધ વાળા મિશ્રણ માં ચાળી ને નાખો ત્યાર બાદ ચમચા થી ગાંઠા ના રહે એમ બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી સ્મૂથ મિશ્રણ તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર અપ્પે પેન ને ધીમા તાપે ગરમ કરવા મુકો. એમાં દરેક ખાના માં થોડું થોડું ઘી/ તેલ  લગાવી એમાં તૈયાર કરેલ મિશ્રણ ની અડધી અડધી ચમચી મિશ્રણ નાખો ત્યાર બાદ બધા ખાનામાં નટેલા ચોકલેટ ની પા ચમચી બધામાં નાખો. હવે ફરી લોટ વાળા મિશ્રણ ની અડધી અડધી ચમચી નાખી ત્યાર બાદ ઢાંકી ને બે મિનીટ ચડાવી લ્યો હવે ચમચી થી બધા જ બોલ ને ઉથલાવી લઇ બીજી બાજુ પણ બે મિનીટ ચડાવો.

આમ બને બાજુ બરોબર ચડી જાય એટલે બહાર કાઢી લ્યો અને બાકી ના મિશ્રણ માંથી બીજા બોમ્બ તૈયાર કરી લ્યો. આમ બધા બોમ્બ તૈયાર થઇ જાય એટલે મજા લ્યો. તો તૈયાર છે નટેલા ચોકો બોમ્બ.

નુટેલા ચોકો બોમ્બ બનાવવાની રીત

Nutella Choco Bombs banavani rit - નુટેલા ચોકો બોમ્બ

Nutella Choco Bombs in Gujarati | નુટેલા ચોકો બોમ્બ | No Maida No Oven

જ્યારે બાળકોને કંઈક મીઠું અને ચોકલેટી ખાવાની જિદ થાય,ત્યારે બહારથી મોંઘી અને મેંદાવાળી કેક લાવવા કરતા ઘરે જ Nutella Choco Bombs (નુટેલા ચોકો બોમ્બ) બનાવવાએ સૌથી બેસ્ટ આઈડિયા છે.જે આજ આપણે અપ્પે પેન માં કેક ના સ્વાદ માંખુબ ઓછા સમય માં નાના કેક બનાવી તૈયાર કરીશું જે કેક કરતા પણ વધુ ટેસ્ટી લાગે છે.આ બોમ્બને મોઢામાં મુકતા જ બહારનું ચોકલેટનું પડ તૂટશે અને અંદરથી એકદમ ક્રીમી 'નુટેલા' નો લાવા નીકળશે! સૌથી સારી વાત એ છે કેઆમાં ઓવન ની કોઈ જ જરૂર નથી. ચાલો જોઈએ મેંદા અને ઓવન વગર નુટેલા ચોકો બોમ્બ બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 અપ્પે પેન

Ingredients

ચોકો બોમ્બ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ દહીં
  • ½ કપ દૂધ
  • ½ કપ પીસેલી ખાંડ
  • 3-4 ચમચી ઘી
  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી વેનીલા એસેન્સ
  • ½ ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • 1 ચપટી મીઠું
  • નટેલા જરૂર મુજબ

Instructions

Nutella Choco Bombs banavani rit

  • નુટેલા ચોકો બોમ્બ બનાવવા સૌથી પહેલા એક વાસણમાં દહીં, દૂધ અને પીસેલી ખાંડ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં વેનીલા એસેન્સ, ઘી નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો હવે ચારણીમાં ઘઉંનો લોટ, મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર નાખી લોટ ને દહીં દૂધ વાળા મિશ્રણ માં ચાળી ને નાખો ત્યાર બાદ ચમચા થી ગાંઠા ના રહે એમ બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી સ્મૂથ મિશ્રણ તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર અપ્પે પેન ને ધીમા તાપે ગરમ કરવા મુકો. એમાં દરેક ખાના માં થોડું થોડું ઘી/ તેલ લગાવી એમાં તૈયાર કરેલ મિશ્રણ ની અડધી અડધી ચમચી મિશ્રણ નાખો ત્યાર બાદ બધા ખાનામાં નટેલા ચોકલેટ ની પા ચમચી બધામાં નાખો. હવે ફરી લોટ વાળા મિશ્રણ ની અડધી અડધી ચમચી નાખી ત્યાર બાદ ઢાંકી ને બે મિનીટ ચડાવી લ્યો હવે ચમચી થી બધા જ બોલ ને ઉથલાવી લઇ બીજી બાજુ પણ બે મિનીટ ચડાવો.
  • આમ બને બાજુ બરોબર ચડી જાય એટલે બહાર કાઢી લ્યો અને બાકી ના મિશ્રણ માંથી બીજા બોમ્બ તૈયાર કરી લ્યો. આમ બધા બોમ્બ તૈયાર થઇ જાય એટલે મજા લ્યો. તો તૈયાર છે નટેલા ચોકો બોમ્બ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version