બીલી ફળને પેટના તમામ રોગો – જેવા કે એસિડિટી, અલ્સર, ગેસ અને કબજિયાત માટે સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. બીલીનું શરબત તો આપણે સૌ પીએ છીએ, પરંતુ તેને લાંબો સમય સાચવી શકાતું નથી.જો તમારે બીલીના ગુણોનો આખું વર્ષ લાભ લેવો હોય, તો તેમાંથી બનતી Bili Fal ni Candy (બીલી ફળની કેન્ડી) બેસ્ટ વિકલ્પ છે. રોજ જમ્યા પછી 1-2 કેન્ડી ખાવાથી પાચનતંત્ર એકદમ મજબૂત બને છે. ચાલો જોઈએ બીલી ફળની કેન્ડી બનાવવાની સાચી રીત.
Ingredients
- બેલ ફળ 2 ( બેલ પલ્પ 1 કપ )
- છીણેલો ગોળ ½ કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- સંચળ પાઉડર ¼ ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- ઘી 2-3 ચમચી
- પીસેલી ખાંડ જરૂર મુજબ
Bili Fal ni Candy banavani rit
બીલી ફળ ની કેન્ડી બનાવવા સૌથી પહેલા બેલ ફળ ને તોડી એનો પલ્પ કાઢી લ્યો. હવે કાઢેલા પલ્પ માં અડધા થી એક કપ જેટલું પાણી નાખી મસળી લ્યો. હવે એક ચારણીથી અથવા ગરણી થી પલ્પ ને ગાળી લ્યો જેથી એના રેશા અને બીજ અલગ થઇ જાય. સાથે ગોળ ને પણ છીણી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ગારી રાખેલ પલ્પ નાખો સાથે છીણેલો ગોળ નાખી ગેસ ચાલુ કરી મીડીયમ તાપે હલાવતા રહો.
ગેસ પર મુકેલ મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એમાં એલચી પાઉડર, ચાર્ટ મસાલો, સંચળ અને એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી લઇ મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને થાળી કે મોલ્ડ માં એકાદ ચમચી ઘી લગાવી તૈયાર મિશ્રણ ને એમાં નાખી મીડીયમ રહે એમ ફેલાવી ને ઠંડું કરવા મુકો.
કેન્ડી સાવ ઠંડી થાય એટલે ચાકુથી કાપી કટકા કરી લ્યો અને કટકા ને પીસેલી ખાંડ ના પાઉડર માં નાખી ફેરવી કોટિંગ કરી લ્યો અને કોટિંગ કરેલ કેન્ડી ને એર ટાઈટ ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. બેલ કેન્ડી.
Bel Candy Notes
અહી તમે ગોળ ની જગ્યાએ પીસેલી ખાંડ, સાકાર અથવા બીજી સુગર ફ્રી સામગ્રી નો ઉપયોગ કરી શકો છો.
જો તમને ઓછા પાણી માં પલ્પ કાઢવો ણા ફાવે અથવા પલ્પ માં ઘણું પાણી થઇ ગયું હોય તો દસ પંદર મિનીટ બેલ પલ્પ ને ચડાવી લીધા બાદ એમાં પાણીમાં મિક્સ કરી ત્રણ ચાર ચમચી કોર્ન ફ્લોર નાખી મિક્સ કરી ચડાવી શકો છો અને બરોબર ચડી જાય એટલે ગ્રીસ કરેલ થાળીમાં નાખી કેન્ડી બનાવી શકો છો.
બીલી ફળ ની કેન્ડી બનાવવાની રીત

Bili Fal ni Candy in Gujarati | બીલી ફળની કેન્ડી | Bel Candy Recipe
Equipment
- 1 કડાઈ
- 1 ગરણી / ચારણી
Ingredients
- 2 બેલ ફળ (બેલ પલ્પ 1 કપ)
- ½ કપ છીણેલો ગોળ
- ¼ ચમચી એલચી પાઉડર
- ¼ ચમચી સંચળ પાઉડર
- ½ ચમચી ચાર્ટ મસાલો
- 2-3 ચમચી ઘી
- પીસેલી ખાંડ જરૂર મુજબ
Instructions
Bili Fal ni Candy banavani rit
- બીલી ફળ ની કેન્ડી બનાવવા સૌથી પહેલા બેલ ફળ ને તોડી એનો પલ્પ કાઢી લ્યો. હવે કાઢેલા પલ્પ માં અડધા થી એક કપ જેટલું પાણી નાખી મસળી લ્યો. હવે એક ચારણીથી અથવા ગરણી થી પલ્પ ને ગાળી લ્યો જેથી એના રેશા અને બીજ અલગ થઇ જાય. સાથે ગોળ ને પણ છીણી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ગારી રાખેલ પલ્પ નાખો સાથે છીણેલો ગોળ નાખી ગેસ ચાલુ કરી મીડીયમ તાપે હલાવતા રહો.
- ગેસ પર મુકેલ મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એમાં એલચી પાઉડર, ચાર્ટ મસાલો, સંચળ અને એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી લઇ મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને થાળી કે મોલ્ડ માં એકાદ ચમચી ઘી લગાવી તૈયાર મિશ્રણ ને એમાં નાખી મીડીયમ રહે એમ ફેલાવી ને ઠંડું કરવા મુકો.
- કેન્ડી સાવ ઠંડી થાય એટલે ચાકુથી કાપી કટકા કરી લ્યો અને કટકા ને પીસેલી ખાંડ ના પાઉડર માં નાખી ફેરવી કોટિંગ કરી લ્યો અને કોટિંગ કરેલ કેન્ડી ને એર ટાઈટ ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. બેલ કેન્ડી.
Bel Candy Notes
- અહી તમે ગોળ ની જગ્યાએ પીસેલી ખાંડ, સાકાર અથવા બીજી સુગર ફ્રી સામગ્રી નો ઉપયોગ કરી શકો છો.
- જો તમને ઓછા પાણી માં પલ્પ કાઢવો ણા ફાવે અથવા પલ્પ માં ઘણું પાણી થઇ ગયું હોય તો દસ પંદર મિનીટ બેલ પલ્પ ને ચડાવી લીધા બાદ એમાં પાણીમાં મિક્સ કરી ત્રણ ચાર ચમચી કોર્ન ફ્લોર નાખી મિક્સ કરી ચડાવી શકો છો અને બરોબર ચડી જાય એટલે ગ્રીસ કરેલ થાળીમાં નાખી કેન્ડી બનાવી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Jambu Papad Recipe in Gujarati | જાંબુ પાપડ બનાવવાની રીત
mahudi ni sukhdi banavani rit | મહુડી ની સુખડી બનાવવાની રીત
vanilla cake banavani rit | વેનીલા કેક બનાવવાની રીત
mag ni dal no halvo | મગ દાળ નો હલવો
જામુન સીરપ બનાવવાની રીત | jamun syrup banavani rit