ગુજરાતી કઢી અને પંજાબી કઢી તો આપણે અવારનવાર બનાવતા જ હોઈએ છીએ, પણ જો તમે સ્વાદમાં કંઈક નવું અને એકદમ ચટપટું ખાવા માંગતા હોવ, તો Sindhi Kadhi (સિંધી કઢી) બેસ્ટ વિકલ્પ છે.સિંધી કઢીની સૌથી મોટી ખાસિયત એ છે કે આ કઢી બનાવી લેશો તો શાક ની પણ જરૂર નહી પડે અને ભાત, રોટલી કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. શાકભાજી થી ભરપુર એવી આ કઢી જ્યારે કાઈ બનાવું ના સુજે ત્યારે બનવી શકો છો.. આ કઢી પોતે જ એક સંપૂર્ણ ભોજન (One-pot meal) છે. ગરમાગરમ ભાત (Rice) અને મીઠી બુંદી સાથે તેનો સ્વાદ અદભૂત લાગે છે. ચાલો જોઈએ પરફેક્ટ માપ સાથે સિંધી કઢી બનાવવાની રીત.
Ingredients
- તેલ 5-7 ચમચી
- જીરું 1 ચમચી
- રાઈ 1 ચમચી
- મેથી દાણા 1 ચમચી
- હિંગ ½ ચમચી
- બેસન 2-3 ચમચી
- મીઠા લીમડાના પાંદ 8-10
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- બટાકા સુધારેલ 1
- ગુવાર સુધારેલ ¼ કપ
- સરગવાની સિંગ સુધારેલ 1-2
- ભીંડા ગોળ સુધારેલ 4-5
- રીંગણ સુધારેલ 1
- લીલા મરચા સુધારેલ 2
- આદુની પેસ્ટ ½ ચમચી
- ટામેટા 2-3 ની પ્યુરી
- આંબલી નો પલ્પ 2 ચમચી
- લીલા ધાણા સુધારેલ 4-5 ચમચી
- ગરમ પાણી 2 લીટર
Sindhi Kadhi banavani rit
સિંધી કઢી બનાવવા સૌથી પહેલા કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં ભીંડા, બટાકા ના કટકા અને રીંગણ ના કટકા સુધારેલ નાખી ગોલ્ડન થાય ત્યાં સુંધી ધીમા તાપે શેકી લ્યો. ભીંડા, બટાકા અને રીંગણ શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો. હવે બીજા ગેસ પર પાણી ગરમ કરવા મુકો. હવે એજ ગરમ તેલ માં રાઈ, જીરું અને મેથી દાણા નાખી તતડાવી લ્યો
ત્યાર બાદ એમાં હિંગ અને મીઠા લીમડાના પાંદ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી એમાં ચાળી ને બેસન નાખો અને બેસન ને પણ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. બેસન ગોલ્ડન થાય એટલે એમાં થોડું થોડું ગ્રામ પાણી નાખતા જઈ ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરતા જાઓ હવે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, આદુની પેસ્ટ, લીલા મરચા સુધારેલ અને ટામેટા પ્યુરી નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી ઉકાળી લ્યો.
કઢી ઉકળવા લાગે એટલે એમાં ગુવાર, સરગવાની સિંગ નાખી મિક્સ કરી ઢાંકી ધીમા તાપે દસ મિનીટ ચડાવી લ્યો. દસ મિનીટ પછી એમાં શેકી રાખેલ બટાકા, ભીંડા અને રીંગણ નાખી મિક્સ કરી ફરી દસ મિનીટ અથવા બધા શાક બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
આમ પંદર વીસ મિનીટ માં બધી સામગ્રી બરોબર ચડી જાય એટલે એમાં આંબલીનો પલ્પ નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી લીલા ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે સિંધી કઢી.
સિંધી કઢી બનાવવાની રીત

Sindhi Kadhi Recipe in Gujarati | સિંધી કઢી બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients
- 5-7 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 1 ચમચી રાઈ
- 1 ચમચી મેથી દાણા
- ½ ચમચી હિંગ
- 2-3 ચમચી બેસન
- 8-10 મીઠા લીમડાના પાંદ
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 બટાકા સુધારેલ
- ¼ કપ ગુવાર સુધારેલ
- 1-2 સરગવાની સિંગ સુધારેલ
- 4-5 ભીંડા ગોળ સુધારેલ
- 1 રીંગણ સુધારેલ
- 2 લીલા મરચા સુધારેલ
- ½ ચમચી આદુની પેસ્ટ
- 2-3 ટામેટા ની પ્યુરી
- 2 ચમચી આંબલી નો પલ્પ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલ
- 2 લીટર ગરમ પાણી
Instructions
Sindhi Kadhi banavani rit
- સિંધી કઢી બનાવવા સૌથી પહેલા કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં ભીંડા, બટાકા ના કટકા અને રીંગણ ના કટકા સુધારેલ નાખી ગોલ્ડન થાય ત્યાં સુંધી ધીમા તાપે શેકી લ્યો. ભીંડા, બટાકા અને રીંગણ શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો. હવે બીજા ગેસ પર પાણી ગરમ કરવા મુકો. હવે એજ ગરમ તેલ માં રાઈ, જીરું અને મેથી દાણા નાખી તતડાવી લ્યો
- ત્યાર બાદ એમાં હિંગ અને મીઠા લીમડાના પાંદ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી એમાં ચાળી ને બેસન નાખો અને બેસન ને પણ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. બેસન ગોલ્ડન થાય એટલે એમાં થોડું થોડું ગ્રામ પાણી નાખતા જઈ ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરતા જાઓ હવે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, આદુની પેસ્ટ, લીલા મરચા સુધારેલ અને ટામેટા પ્યુરી નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી ઉકાળી લ્યો.
- કઢી ઉકળવા લાગે એટલે એમાં ગુવાર, સરગવાની સિંગ નાખી મિક્સ કરી ઢાંકી ધીમા તાપે દસ મિનીટ ચડાવી લ્યો. દસ મિનીટ પછી એમાં શેકી રાખેલ બટાકા, ભીંડા અને રીંગણ નાખી મિક્સ કરી ફરી દસ મિનીટ અથવા બધા શાક બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- આમ પંદર વીસ મિનીટ માં બધી સામગ્રી બરોબર ચડી જાય એટલે એમાં આંબલીનો પલ્પ નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી લીલા ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે સિંધી કઢી.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Chocolate Ice Cream Recipe in Gujarati | ચોકલેટ આઈસ્ક્રીમ
vanilla ice cream banavani recipe | વેનીલા આઈસ્ક્રીમ
ઠંડાઈ બનાવવા ની રીત | thandai recipe in gujarati
વરિયાળી નો શરબત બનાવવાની રીત | Variyali no sarbat banavani rit
Soji ni ras malai banavani rit | સોજી ની રસ મલાઇ બનાવવાની રીત
mango fruit delight banavani rit | મેંગો ફ્રુટ ડીલાઈટ બનાવવાની રીત
Mango faluda rabdi | મેંગો ફાલુદા રબડી