Home Dessert & Drinks Sabudana no Halvo Recipe In Gujarati | સાબુદાણાનો હલવો બનાવવાની રીત

Sabudana no Halvo Recipe In Gujarati | સાબુદાણાનો હલવો બનાવવાની રીત

0

રાજગરાનો કે શિંગોડાના લોટનો શીરો તો અવારનવાર બનાવતા હોઈએ છીએ, પણ જો તમારે કંઈક નવું અને દેખાવમાં એકદમ આકર્ષક મીઠાઈ ખાવી હોય અથવા ફરાળ કે એકટાણું હોય યારે ઘણા લોકો બીજા સમયે મીઠા વાળું ખાવા નું ટાળતા હોય છે અને ક્યારે ભૂખ લાગે તો શું બનાવું એ વિચારતા હોય છે ત્યારે આ ફરાળી Sabudana no Halvoસાબુદાણાનો હલવો બનાવી ગરમ કે ઠંડો બને રીતે ખાઈ શકો છો જે પેટ ભરવાની સાથે શરીર ને તાકાત પણ આપશે. તો ચાલો Farali Sweet Recipe શીખીએ.

Sabudana Halwa Ingredients

  • સાબુદાણા 1 કપ
  • ઘી 5-6 ચમચી
  • વીસ થી ત્રીસ દાણા કેસર વાળું દૂધ 2 ચમચી
  • ખાંડ ½ કપ
  • બદામ ના કટકા 2 ચમચી
  • કાજુના કટકા 2 ચમચી
  • પિસ્તાના કટકા 1 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • પાણી 2 કપ

Sabudana no Halvo banavani rit

સાબુદાણાનો હલવો બનાવવા માટે સાબુદાણા ને સાફ કરી ત્રણ ચાર પાણી થી ધોઈ ને એક થી બે કપ પાણી નાખી ત્રણ ચાર કલાક માટે પલાળી લ્યો. ચાર કલાક પછી પલાળેલા સાબુદાણા ને ચારણીમાં નાખી વધારા નું પાણી નીતારી લ્યો. હવે ગેસ પર કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરવા મુકો એમાં કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો. અને શેકેલ ડ્રાય ફ્રુટ બીજા વાસણમાં કાઢી લ્યો. હવે એજ કડાઈમાં બાકીનું ઘી નાખી એમાં નીતારેલ સાબુદાણા નાખો.

સાબુદાણા ને ચમચાથી થોડી થોડી વારે હલ્વતા રહો અને દસ મિનીટ પછી એમાં પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ બધા સાબુદાણા પારદર્શક થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. હવે એમાં ખાંડ, કેસરવાળું દૂધ નાખી મિક્સ કરી ખાંડ ને ઓગાળી મિક્સ કરી લ્યો અને ફરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં એલચી પાઉડર અને શેકી રાખેલ ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી બીજી બે ચાર મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે સાબુદાણા નો હલવો.  

અહી તમે ખાંડ ની જગ્યાએ બે કપ પાણીમાં ગોળ નાખી ઓગાળી ને પણ નાખી શકો છો. ગોળ નાખવાથી હલવાનો રંગ બદલી જશે.

સાબુદાણાનો હલવો બનાવવાની રીત

Sabudana no Halvo - સાબુદાણાનો હલવો

Sabudana no Halvo Recipe In Gujarati | સાબુદાણાનો હલવો બનાવવાની રીત

રાજગરાનો કે શિંગોડાના લોટનો શીરો તો અવારનવારબનાવતા હોઈએ છીએ, પણ જો તમારે કંઈક નવું અને દેખાવમાં એકદમઆકર્ષક મીઠાઈ ખાવી હોય અથવા ફરાળ કે એકટાણું હોય યારેઘણા લોકો બીજા સમયે મીઠા વાળું ખાવા નું ટાળતા હોય છે અને ક્યારે ભૂખ લાગે તો શુંબનાવું એ વિચારતા હોય છે ત્યારે આ ફરાળી Sabudana no Halvoસાબુદાણાનો હલવો બનાવી ગરમ કેઠંડો બને રીતે ખાઈ શકો છો જે પેટ ભરવાની સાથે શરીર ને તાકાત પણ આપશે. તો ચાલો Farali Sweet Recipe શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 3 hours
Total Time: 3 hours 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Sabudana Halwa Ingredients

  • 1 કપ સાબુદાણા
  • 5-6 ચમચી ઘી
  • 2 ચમચી વીસ થી ત્રીસ દાણા કેસર વાળું દૂધ
  • ½ કપ ખાંડ
  • 2 ચમચી બદામ ના કટકા
  • 2 ચમચી કાજુના કટકા
  • 1 ચમચી પિસ્તાના કટકા
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 2 કપ પાણી

Instructions

Sabudana no Halvo banavani rit

  • સાબુદાણાનો હલવો બનાવવા માટે સાબુદાણા ને સાફ કરી ત્રણ ચાર પાણી થી ધોઈ ને એક થી બે કપ પાણી નાખી ત્રણ ચાર કલાક માટે પલાળી લ્યો. ચાર કલાક પછી પલાળેલા સાબુદાણા ને ચારણીમાં નાખી વધારા નું પાણી નીતારી લ્યો. હવે ગેસ પર કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરવા મુકો એમાં કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો. અને શેકેલ ડ્રાય ફ્રુટ બીજા વાસણમાં કાઢી લ્યો. હવે એજ કડાઈમાં બાકીનું ઘી નાખી એમાં નીતારેલ સાબુદાણા નાખો.
  • સાબુદાણા ને ચમચાથી થોડી થોડી વારે હલ્વતા રહો અને દસ મિનીટ પછી એમાં પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ બધા સાબુદાણા પારદર્શક થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. હવે એમાં ખાંડ, કેસરવાળું દૂધ નાખી મિક્સ કરી ખાંડ ને ઓગાળી મિક્સ કરી લ્યો અને ફરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં એલચી પાઉડર અને શેકી રાખેલ ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી બીજી બે ચાર મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે સાબુદાણા નો હલવો.
  • અહી તમે ખાંડ ની જગ્યાએ બે કપ પાણીમાં ગોળ નાખી ઓગાળી ને પણ નાખી શકો છો. ગોળ નાખવાથી હલવાનો રંગ બદલી જશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version