Home Dessert & Drinks Jowar ni Sukhdi Recipe in Gujarati | જુવારની સુખડી બનાવવાની રીત

Jowar ni Sukhdi Recipe in Gujarati | જુવારની સુખડી બનાવવાની રીત

0

આ સુખડી ખાસ ઉનાળામાં( Summer)  બનાવવામાં આવે છે કેમકે જુવાર શરીરમાં ઠંડક આપવાનું કામ કરે છે અને આજના સમયમાં ઘણા લોકો ગ્લુટેન-ફ્રી (Gluten-free) ડાયેટ ફોલો કરતા હોય છે તેમના માટે છે આ Jowar ni Sukhdi . આ જુવારની સુખડી એટલી પોચી બને છે કે મોઢામાં નાખતા જ ઓગળી જશે અને જુવાર ની સુખડી મોઢાના સ્વાદ ની સાથે શરીર માટે પણ ઘણી ગુણકારી હોય છે તો આ ઉનાળો બાળકોને હેલ્થી ની સાથે ટેસ્ટી મીઠાઈ ખવરાવો. તો ચાલો જુવારના લોટની સુખડી બનાવવાની રીત શીખીએ.

જુવારના લોટની સુખડી બનાવવા જરૂરી સામગ્રી

  1. ઘી ¾ કપ
  2. જુવારનો લોટ 1 કપ
  3. છીણેલો ગોળ 1 કપ
  4. ફૂલ ક્રીમ દૂધ 4-5 ચમચી
  5. ખસખસ 1-2 ચમચી

Jowar ni Sukhdi banavani rit

જુવારની સુખડી બનાવવા સૌથી પહેલા ગોળ ને ઝીણો ઝીણો સુધારી અથવા છીણી લ્યો અને થાળી ને એક ચમચી ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં જુવારનો લોટ ચાળી ને નાખી અને લોટ શેકાઈ ને ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવતા રહો ( હલાવતા રહેવું જરૂરી છે નકર લોટ તરિયામાં ચોટી ને બરી જશે અને બરેલ લોટ ની સુખડીનો સ્વાદ સારો નહિ લાગે ).

આમ દસ પંદર મિનીટ હલાવતા રહી લોટ ને ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાં સુંધી શેકી લીધા બાદ ગેસ સાવ ધીમો કરી એમાં છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી ગોળ ને ઓગાળી લ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે એમાં દૂધ નાખી મિક્સ કરી લ્યો અને બે મિનીટ ચડાવી લ્યો.

બે મિનીટ પછી ગેસ બંધ કરી દયો અને તૈયાર મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી દયો ઉપર ખસખસ છાંટી થોડી દાબાવી દયો અને ત્યાર બાદ પાંચ મિનીટ પછી ચાકુથી મનગમતા આકારના કાપા કરી લ્યો. અને ત્યાર બાદ અડધા થી એક કલાક માટે સુખડી ને ઠંડી થવા દયો. સુખડી સાવ ઠંડી થાય એટલે ફરી ચાકુથી કાપા પર ફેરવી કાપા કરી લ્યો અને પીસ અલગ કરી લ્યો. તૈયાર પીસ ને ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે જુવારના લોટની સુખડી.

ગોળ અને ઘી ની માત્રા તમારી પસંદ મુજબ ઓછી કે વધુ કરી શકો છો.

જુવારની સુખડી બનાવવાની રીત

Jowar ni Sukhdi Recipe in Gujarati - જુવારની સુખડી

Jowar ni Sukhdi Recipe in Gujarati | જુવારની સુખડી બનાવવાની રીત

આ સુખડી ખાસ ઉનાળામાં( Summer)  બનાવવામાં આવે છે કેમકે જુવારશરીરમાં ઠંડક આપવાનું કામ કરે છે અને આજના સમયમાં ઘણા લોકો ગ્લુટેન-ફ્રી (Gluten-free)ડાયેટ ફોલો કરતા હોય છે તેમના માટે છે આ Jowar ni Sukhdi . આ જુવારની સુખડી એટલી પોચી બને છે કે મોઢામાં નાખતા જ ઓગળી જશે અને જુવાર ની સુખડી મોઢાનાસ્વાદ ની સાથે શરીર માટે પણ ઘણી ગુણકારી હોય છે તો આ ઉનાળો બાળકોને હેલ્થી ની સાથેટેસ્ટી મીઠાઈ ખવરાવો. તો ચાલો જુવારના લોટની સુખડી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 1 hour
Total Time: 1 hour 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

જુવારના લોટની સુખડી બનાવવા જરૂરી સામગ્રી

  • ¾ કપ ઘી
  • 1 કપ જુવારનો લોટ
  • 1 કપ છીણેલો ગોળ
  • 4-5 ચમચી ફૂલ ક્રીમ દૂધ
  • 1-2 ચમચી ખસખસ

Instructions

Jowar ni Sukhdi banavani rit

  • જુવારની સુખડી બનાવવા સૌથી પહેલા ગોળ ને ઝીણો ઝીણો સુધારી અથવા છીણી લ્યો અને થાળી ને એક ચમચી ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં જુવારનો લોટ ચાળી ને નાખી અને લોટ શેકાઈ ને ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવતા રહો ( હલાવતા રહેવું જરૂરી છે નકર લોટ તરિયામાં ચોટી ને બરી જશે અને બરેલ લોટ ની સુખડીનો સ્વાદ સારો નહિ લાગે ).
  • આમ દસ પંદર મિનીટ હલાવતા રહી લોટ ને ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાં સુંધી શેકી લીધા બાદ ગેસ સાવ ધીમો કરી એમાં છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી ગોળ ને ઓગાળી લ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે એમાં દૂધ નાખી મિક્સ કરી લ્યો અને બે મિનીટ ચડાવી લ્યો.
  • બે મિનીટ પછી ગેસ બંધ કરી દયો અને તૈયાર મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી દયો ઉપર ખસખસ છાંટી થોડી દાબાવી દયો અને ત્યાર બાદ પાંચ મિનીટ પછી ચાકુથી મનગમતા આકારના કાપા કરી લ્યો. અને ત્યાર બાદ અડધા થી એક કલાક માટે સુખડી ને ઠંડી થવા દયો. સુખડી સાવ ઠંડી થાય એટલે ફરી ચાકુથી કાપા પર ફેરવી કાપા કરી લ્યો અને પીસ અલગ કરી લ્યો. તૈયાર પીસ ને ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે જુવારના લોટની સુખડી.
  • ગોળ અને ઘી ની માત્રા તમારી પસંદ મુજબ ઓછી કે વધુ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version