જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે છડીયા દાળ ના ઢોકળા બનાવવાની રીત – Chaliya dal na dhokla banavani rit શીખીશું, If you like the recipe do subscribe Foods and Flavors YouTube channel on YouTube , ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. સવારના નાસ્તા માં કે બાળકો ને ટિફિન માં આપવા માટે એક વાર છડિયા દાળ ના ઢોકળા જરૂર બનાવો. ટેસ્ટી હોવા ની સાથે સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે Chaliya dal na dhokla recipe in gujarati શીખીએ.
છડીયા દાળ ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી
- છડિયા દાળ ૧ ૧/૨ કપ
- લીલું મરચું ૧
- આદુ ૧ ઇંચ
- હળદર ૧/૨ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- લાલ મરચું પાવડર ૧/૨ ચમચી
- ઇનો ૧ ચમચી
વઘાર કરવા માટે ની સામગ્રી
- તેલ ૧ ચમચી
- લીલાં મરચાં ૨-૩
- મીઠો લીમડો ૭-૮
- રાઈ ૧/૨ ચમચી
- ખાંડ ૧ ચમચી
- લીંબુ નો રસ ૧/૨ ચમચી
છડીયા દાળ ના ઢોકળા બનાવવાની રીત
છડિયા દાળ ના ઢોકળા બનાવવા માટે સૌથી પેહલા દાળ ને પાણી થી સરસ થી ધોઈ ને બે થી ત્રણ કલાક માટે પલાળી ને રાખી દયો.
હવે બે થી ત્રણ કલાક પછી તેમાં થી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જાર માં નાખો. હવે તેમાં એક લીલું મરચું અને આદુ ના ટુકડા કરી ને નાખો. હવે તેમાં થોડું પાણી નાખી સરસ થી પીસી લ્યો.
હવે બેટર ને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં હળદર, મીઠું સ્વાદ પ્રમાણે અને લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે વિસ્ક્ ની મદદ થી ચાર થી પાંચ મિનિટ સુધી બેટર ને સરસ થી હલાવતા રહો જેથી ઢોકળા ખૂબ જ સોફ્ટ અને સ્પંજી બને.
ત્યાર બાદ તેમાં એક ચમચી જેટલો ઇનો નાખો. હવે ફરી થી બેટર ને હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. અને વચ્ચે એક સ્ટેન્ડ મૂકો. હવે એક થાળી લ્યો. તેને તેલ થી સરસ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં બેટર નાખો. હવે તેને બે થી ત્રણ વાર સરસ થી ટેબ કરી લ્યો. હવે તેને સ્ટેન્ડ ઉપર મૂકો. ત્યાર બાદ કઢાઇ ને ઢાંકી ને પંદર થી વીસ મિનિટ સુધી ઢોકળા ને ચડવા દયો.
હવે પંદર થી વીસ મિનિટ પછી ગેસ બંધ કરી દયો. અને ઢોકળા ની થાળી ને કઢાઇ માંથી બારે કાઢી લ્યો. હવે તેને થોડા ઠંડા થવા દયો.
ત્યાં સુધી આપણે ઢોકળા માટેનો વઘાર તૈયાર કરી લઈએ.
છડીયા દાળ ના ઢોકળા નો વઘાર કરવાની રીત
વઘાર કરવા માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેમાં મીઠો લીમડો નાખો. ત્યાર બાદ તેમાં એક કપ જેટલું પાણી નાખો. અને ખાંડ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે વઘાર માં ખાંડ સરસ થી ઓગળી જાય ત્યાં સુધી સરસ થી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે ઢોકળા ઠંડા થઇ ગયા હશે. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે ચાકુ ની મદદ થી સરસ થી ચોરસ પીસ કરી લ્યો. હવે તેની ઉપર ચમચી ની મદદ થી વઘાર રેડો. ત્યાર બાદ દસ મિનિટ માટે ઢોકળા એક બાજુ રેવા દયો. જેથી વઘાર સરસ થી ઢોકળા માં બેસી જાય.
તૈયાર છે છડિયા દાળ ના ઢોકળા . હવે તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ છડિયા દાળ ના ઢોકળા ખાવાનો આનંદ માણો.
Chaliya dal na dhokla recipe in gujarati notes
- ઢોકળાં ના બેટર માં ઇનો ની જગ્યા એ અડધી ચમચી બેકિંગ સોડા ઉપર થોડુ લીંબુ નીચવી ને સરસ થી બેટર ને હલાવી ને તમે ઢોકળા બનાવી શકો છો.
Chaliya dal na dhokla banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Chaliya dal na dhokla recipe in gujarati

છડીયા દાળ ના ઢોકળા | Chaliya dal na dhokla | છડીયા દાળ ના ઢોકળા બનાવવાની રીત | Chaliya dal na dhokla recipe | Chaliya dal na dhokla banavani rit | Chaliya dal na dhokla recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
છડીયા દાળ ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી
- 1½ કપ છડિયા દાળ
- 1 લીલું મરચું
- 1 ઇંચ આદુ
- ½ ચમચી હળદર
- મીઠું સ્વાદ પ્રમાણે
- ½ ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી ઇનો
વઘાર કરવા માટે ની સામગ્રી
- 1 ચમચી તેલ ૧ ચમચી
- 2-3 લીલાં મરચાં
- 7-8 મીઠો લીમડો
- ½ ચમચી રાઈ
- 1 ચમચી ખાંડ
- ½ ચમચી લીંબુ નો રસ
Instructions
છડીયા દાળ ના ઢોકળા બનાવવાની રીત | Chaliya dal na dhokla recipe | Chaliya dal na dhokla banavani rit | Chaliya dal na dhokla recipe in gujarati
- છડિયા દાળ ના ઢોકળા બનાવવા માટે સૌથી પેહલા દાળ ને પાણી થી સરસ થી ધોઈ ને બે થી ત્રણ કલાક માટે પલાળી ને રાખી દયો.
- હવે બે થી ત્રણ કલાક પછી તેમાં થી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જાર માંનાખો. હવે તેમાં એક લીલું મરચું અને આદુ ના ટુકડા કરી ને નાખો.હવે તેમાં થોડું પાણી નાખી સરસ થી પીસી લ્યો.
- હવે બેટર ને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં હળદર, મીઠું સ્વાદ પ્રમાણે અને લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે વિસ્ક્ ની મદદ થી ચાર થી પાંચ મિનિટ સુધી બેટર ને સરસ થી હલાવતા રહો જેથી ઢોકળા ખૂબ જ સોફ્ટ અને સ્પંજી બને.
- ત્યાર બાદ તેમાં એક ચમચી જેટલો ઇનો નાખો. હવે ફરી થી બેટર ને હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. અને વચ્ચે એક સ્ટેન્ડમૂકો. હવે એક થાળી લ્યો. તેને તેલ થી સરસથી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં બેટર નાખો. હવે તેને બે થી ત્રણ વાર સરસ થી ટેબ કરી લ્યો. હવે તેનેસ્ટેન્ડ ઉપર મૂકો. ત્યાર બાદ કઢાઇ ને ઢાંકી ને પંદર થી વીસ મિનિટ સુધી ઢોકળા ને ચડવા દયો.
- હવે પંદર થી વીસ મિનિટ પછી ગેસ બંધ કરી દયો. અને ઢોકળા ની થાળી ને કઢાઇ માંથી બારે કાઢી લ્યો. હવેતેને થોડા ઠંડા થવા દયો.
- ત્યાં સુધી આપણે ઢોકળા માટેનો વઘાર તૈયાર કરી લઈએ.
છડીયા દાળ ના ઢોકળા નો વઘાર કરવાની રીત
- વઘાર કરવા માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો.હવે તેમાં મીઠો લીમડો નાખો. ત્યાર બાદ તેમાં એકકપ જેટલું પાણી નાખો. અને ખાંડ નાખો. હવેબધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે વઘાર માં ખાંડ સરસ થી ઓગળી જાય ત્યાં સુધી સરસ થી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- હવે ઢોકળા ઠંડા થઇ ગયા હશે. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે ચાકુ ની મદદ થીસરસ થી ચોરસ પીસ કરી લ્યો. હવે તેની ઉપર ચમચી ની મદદ થી વઘારરેડો. ત્યાર બાદ દસ મિનિટ માટે ઢોકળા એક બાજુ રેવા દયો.જેથી વઘાર સરસ થી ઢોકળા માં બેસી જાય.
- તૈયાર છે છડિયા દાળ ના ઢોકળા . હવે તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ છડિયા દાળ ના ઢોકળા ખાવાનો આનંદ માણો.
Chaliya dal na dhokla recipe in gujarati notes
- ઢોકળાં ના બેટર માં ઇનો ની જગ્યા એ અડધી ચમચી બેકિંગ સોડા ઉપર થોડુ લીંબુ નીચવી ને સરસ થી બેટર ને હલાવી ને તમે ઢોકળા બનાવી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
સેન્ડવીચ બનાવવાની રીત | sandwich recipe | sandwich banavani rit
ઉલ્ટા વડાપાવ બનાવવાની રીત | ulta vada pav | ulta vadapav
ફૂલવડી બનાવવાની રીત | fulwadi banavani rit | fulwadi gujarati recipe