જય શ્રી કૃષ્ણ આજ આપણે ભાવનગરી ગાંઠીયા બનાવવાની રીત – bhavnagari gathiya recipe in gujarati શીખીશું. ભાવનગરી ગાંઠિયા ખાવા માં એકદમ સોફ્ટ બનતા હોય છે, Please subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel If you like the recipe, અને મીઠી બૂંદી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે ઘણા શાક માં પણ આ ગાંઠિયા નો ઉપયોગ કરતા હોય છે. બજાર માંથી તો આપણે ઘણી વખત લઈ આવતા હોઈએ છીએ પણ આજ આપણે ઘરે bhavnagari gathiya banavani rit શીખીએ.
ભાવનગરી ગાંઠીયા બનાવવા જરૂરી સામગ્રી
- બેસન 500 ગ્રામ
- તેલ 5-6 ચમચી
- અજમો 1 ½ ચમચી
- બેકિંગ સોડા ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
ભાવનગરી ગાંઠીયા બનાવવાની રીત | bhavnagari gathiya recipe in gujarati
ભાવનગરી ગાંઠિયા બનાવવા સૌ પ્રથમ એક મિક્સર જારમાં એક કપ પાણી અને પાંચ છ ચમચી તેલ નાખી જાર બંધ કરી મિશ્રણ પીસી ને સફેદ બને ત્યાં સુંધી પીસી લ્યો મિશ્રણ સફેદ થઈ જાય એટલે એક બાજુ મૂકો.
હવે એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો એમાં હથેળી વડે મસળી ને અજમો નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું અને સાથે બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ મિક્સર જાર માં પીસેલું પાણી તેલ નું મિશ્રણ થોડુ થોડુ નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો હવે નરમ લોટ ને બરોબર પાંચ સાત મિનિટ સુંધી મસળી લ્યો ને પાંચ સાત મિનિટ બરોબર મિક્સ કરી લીધા બાદ મિશ્રણ ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો અને તેના પર ગાંઠિયા બનાવવા ના ઝારા ને મૂકી ને એના પર લોટ નાખી હથેળી પાણી વાળી ભીની કરી લોટ ને હથેળી ઘસી ને દબાવી ને ગાંઠિયા પાડી લ્યો ત્યાર બાદ ગેસ મીડિયમ કરી ગાંઠિયા ને તરી લ્યો ત્યાર બાદ બીજા ઝારાથી કાઢી લ્યો આમ બધા ગાંઠિયા તૈયાર કરી લ્યો તો તૈયાર છે ભાવનગરી ગાંઠિયા.
તમારી પાસે ગાંઠિયા નો ઝારો ના હોય તો સેવ બનાવવાના મશીન માં ગાંઠિયા ની પ્લેટ મૂકી મશીન માં બરોબર તેલ લગાવી લ્યો ને એમાં બેસન નું મિશ્રણ એક વખત માં જેટલું આવે એટલું નાખી મશીન બંધ કરી લ્યો જો સેવ મશીન ના સંચા થી ગરમ તેલ માં ગાંઠિયા પાડી લ્યો એક વખત તેલ માં સમાય એટલા ગાંઠિયા પાડો.
ત્યાર બાદ ગેસ મિડીયમ કરી બીજા ઝારા થી ઉથલાવી બને બાજુ બરોબર ચડાવી લ્યો ને ગાંઠિયા બરોબર તરી લીધા બાદ કાઢી લ્યો ને બીજા ગાંઠિયા બનાવી લ્યો તો તૈયાર છે ભાવનગરી ગાંઠિયા.
bhavnagari gathiya recipe notes
- ગાંઠિયા માટે જે બેસન વાપરીએ એ ઘણી વખત વધારે પાણી જરૂર પડતી હોય છે તો ઘણી વખત ઓછું તો એ પ્રમાણે પાણી જોઈ લેવું.
- લોટ થોડો સોફ્ટ જ રાખવા નો હોય છે જો બતાવેલ માપ માં લોટ કઠણ રહી ગયો હોય તો બીજું જરૂર મુજબ પાણી નાખી લોટ નરમ બનાવી લેવો.
- અથવા જો લોટ વધારે નરમ બની જાય તો એક બે ચમચી બેસન નાખી મિક્સ કરી ને લોટ બરોબર કરી શકો છો.
bhavnagari gathiya banavani rit | Recipe Video
Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ભાવનગરી ગાંઠિયા બનાવવાની રીત

ભાવનગરી ગાંઠીયા બનાવવાની રીત | bhavnagari gathiya | bhavnagari gathiya in gujarat | bhavnagari gathiya banavani rit | bhavnagari gathiya recipe in gujarati | ભાવનગરી ગાંઠિયા બનાવવાની રીત
Equipment
- 1 ગાંઠિયા નો ઝારો/ સેવ મશીન
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
ભાવનગરી ગાંઠીયા બનાવવા જરૂરી સામગ્રી
- 500 ગ્રામ બેસન
- ચમચી તેલ
- 1 ½ ચમચી અજમો
- ½ ચમચી બેકિંગ સોડા
- મીઠું સ્વાદ મુજબ
- તરવામાટે તેલ
- પાણી જરૂર મુજબ
Instructions
bhavnagari gathiya | bhavnagari gathiya recipe | ભાવનગરી ગાંઠીયા | bhavnagari gathiya recipe | ભાવનગરી ગાંઠિયા
- ભાવનગરી ગાંઠિયા બનાવવા સૌ પ્રથમ એક મિક્સર જારમાં એક કપ પાણી અને પાંચ છ ચમચી તેલ નાખી જારબંધ કરી મિશ્રણ પીસી ને સફેદ બને ત્યાં સુંધી પીસી લ્યો મિશ્રણ સફેદ થઈ જાય એટલે એક બાજુ મૂકો.
- હવે એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો એમાં હથેળી વડે મસળી ને અજમો નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું અને સાથે બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં પીસેલું પાણી તેલ નું મિશ્રણ થોડુ થોડુ નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો હવે નરમ લોટ ને બરોબર પાંચ સાત મિનિટ સુંધી મસળી લ્યો ને પાંચ સાત મિનિટ બરોબરમિક્સ કરી લીધા બાદ મિશ્રણ ને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો અને તેના પર ગાંઠિયા બનાવવા ના ઝારા ને મૂકી ને એના પર લોટ નાખી હથેળી પાણી વાળી ભીની કરી લોટને હથેળી ઘસી ને દબાવી ને ગાંઠિયા પાડી લ્યો,
- ત્યાર બાદ ગેસ મીડિયમ કરી ગાંઠિયાને તરી લ્યો ત્યાર બાદ બીજા ઝારાથી કાઢી લ્યો આમ બધા ગાંઠિયા તૈયાર કરી લ્યો તો તૈયાર છે ભાવનગરી ગાંઠિયા.
- તમારી પાસે ગાંઠિયા નો ઝારો ના હોય તો સેવ બનાવવાના મશીન માં ગાંઠિયા ની પ્લેટ મૂકી મશીનમાં બરોબર તેલ લગાવી લ્યો ને એમાં બેસન નું મિશ્રણ એક વખત માં જેટલું આવે એટલું નાખીમશીન બંધ કરી લ્યો જો સેવ મશીન ના સંચા થી ગરમ તેલ માંગાંઠિયા પાડી લ્યો એક વખત તેલ માં સમાય એટલા ગાંઠિયા પાડો.
- ત્યારબાદ ગેસ મિડીયમ કરી બીજા ઝારા થી ઉથલાવી બને બાજુ બરોબર ચડાવી લ્યો ને ગાંઠિયા બરોબર તરી લીધા બાદ કાઢી લ્યો ને બીજા ગાંઠિયા બનાવી લ્યો તો તૈયાર છે ભાવનગરી ગાંઠિયા.
bhavnagari gathiya recipe notes
- ગાંઠિયામાટે જે બેસન વાપરીએ એ ઘણી વખત વધારે પાણી જરૂર પડતી હોય છે તો ઘણી વખત ઓછું તો એ પ્રમાણેપાણી જોઈ લેવું.
- લોટ થોડો સોફ્ટ જ રાખવા નો હોય છેજો બતાવેલ માપ માં લોટ કઠણ રહી ગયો હોય તો બીજું જરૂર મુજબ પાણી નાખી લોટ નરમ બનાવી લેવો.
- અથવા જો લોટ વધારે નરમ બની જાય તો એક બે ચમચી બેસન નાખી મિક્સ કરી ને લોટ બરોબર કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પાપડી નો લોટ બનાવવાની રીત | papdi no lot banavani rit | papdi no lot recipe gujarati
ચાઈનીઝ ભેળ રેસીપી | chinese bhel banavani rit | chinese bhel recipe in gujarati
કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.