મસાલા ખીચડી એક સંપૂર્ણ જમવાનું છે જે છાસ, દહી, અથાણાં, પાપડ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. અને જ્યારે પણ રસોડા માં વધારે સમય ના રહેવું હોય કે ઝડપથી તૈયાર થઈ જાય અને પેટ પણ સારી રીતે ભરાઈ જાય અને નાના મોટા બધા ખાઈ શકે એવી વાનગી બનાવી હોય ત્યારે મસાલા ખીચડી બનાવી શકો છો. તો ચાલો મસાલા ખીચડી બનાવવાની રીત – Masala khichdi banavani rit શીખીએ.
મસાલા ખીચડી બનાવવા જરૂરી સામગ્રી
- તુવેર દાળ ½ કપ
- છડીયા દાળ ½ કપ
- ખીચડી ના ચોખા 1 કપ
- તેલ 2-3 ચમચી
- ઘી 1-2 ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- આદુ લસણની પેસ્ટ 2 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- ઝીણું સમારેલું ટમેટું 1
- હળદર ½ ચમચી
- તમાલપત્ર ના પાંદ 1
- સૂકા લાલ મરચા 1-2
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- બટાકા 1-2 સુધારેલ
- ફુલાવર ½ કપ સુધારેલ
- ફણસી 10-15 સુધારેલ
- વટાણા ½ કપ
- ગરમ મસાલો ⅛ ચમચી
- કસૂરી મેથી ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
- ગરમ પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
મસાલા ખીચડી બનાવવાની રીત
મસાલા ખીચડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ખીચડી ના ચોખા, તુવેર દાળ, છડિયા દાળ લ્યો અને ત્રણે ને બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં પાણી નાખી ઘસી ઘસી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ બીજા બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી લ્યો.
હવે ગેસ પર એક કુકર માં તેલ અને ઘી નાખી ગરમ કરવા મૂકો. ઘી અને તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ તમાલપત્ર, સૂકા લાલ મરચા અને હિંગ નાખો અને મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
બે મિનિટ પછી એમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું નાખી મિક્સ કરી ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ બટાકા, ગાજર, ફણસી, ફુલાવર અને વટાણા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
પલાળેલા દાળ ચોખાનું પાણી નિતારી કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં આઠ કપ પાણી નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે ચાર સીટી વગાડી લ્યો ચાર સીટી પછી ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી ખીચડી ને બરોબર હલાવી મિક્સ કરી લ્યો.
જો ખીચડી ઘટ્ટ લાગતી હોય તો અડધા થી એક કપ જેટલું ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો અનેત્યર બાદ જરૂર મુજબ મીઠું, ગરમ મસાલો, કસૂરી મેથી મસળી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ ઘી નાખી પાપડ, અથાણાં, દહી સાથે મજા લ્યો મસાલા ખીચડી.
Masala khichdi recipe notes
- શાક તમને પસંદ હોય એ નાખી શકો છો
- ચોખા ની માત્રા ઓછી અને દાળ ની માત્રા વધારે કરી શકો છો.
Masala khichdi banavani rit
Youtube પર Your Food Lab ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Masala khichdi recipe in gujarati
મસાલા ખીચડી બનાવવાની રીત | Masala khichdi banavani rit
Equipment
- 1 kukar
Ingredients
મસાલા ખીચડી બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ તુવેર દાળ
- ½ કપ છડીયા દાળ
- 1 કપ ખીચડીના ચોખા
- 2-3 ચમચી તેલ
- 1-2 ચમચી ઘી
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 2 ચમચી આદુ લસણની પેસ્ટ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ઝીણું સમારેલું ટમેટું
- ½ ચમચી હળદર
- 1 તમાલ પત્રના પાંદ
- 1-2 સૂકા લાલ મરચા
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1-2 બટાકા સુધારેલ
- ½ કપ ફુલાવર સુધારેલ
- 10-15 ફણસી સુધારેલ
- ½ કપ વટાણા
- ⅛ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી કસૂરી મેથી
- લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
- ગરમ પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Masala khichdi banavani rit
- મસાલા ખીચડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ખીચડી ના ચોખા, તુવેર દાળ, છડિયાદાળ લ્યો અને ત્રણે ને બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં પાણી નાખીઘસી ઘસી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ બીજા બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ પાણીનાખી પંદર વીસ મિનિટ પલાળી લ્યો.
- હવે ગેસ પર એક કુકર માં તેલ અને ઘી નાખી ગરમ કરવા મૂકો.ઘી અને તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ તમાલપત્ર,સૂકા લાલ મરચા અને હિંગ નાખો અને મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યારબાદ એમાં લીલા મરચા સુધારેલા, આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરીબે મિનિટ શેકી લ્યો.
- બે મિનિટ પછી એમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું નાખી મિક્સ કરી ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનોપાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંસુધારેલ બટાકા, ગાજર, ફણસી, ફુલાવર અને વટાણા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
- પલાળેલા દાળ ચોખાનું પાણી નિતારી કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં આઠ કપ પાણી નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી મીડીયમતાપે ચાર સીટી વગાડી લ્યો ચાર સીટી પછી ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવાદયો. કુકર માંથી હવાનીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી ખીચડી ને બરોબર હલાવી મિક્સ કરી લ્યો.
- જો ખીચડી ઘટ્ટ લાગતી હોય તો અડધા થી એક કપ જેટલું ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો અનેત્યર બાદજરૂર મુજબ મીઠું, ગરમ મસાલો, કસૂરી મેથી મસળી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ ઘી નાખી પાપડ, અથાણાં,દહી સાથે મજા લ્યો મસાલા ખીચડી.
Masala khichdi recipe notes
- શાક તમને પસંદ હોય એ નાખી શકો છો
- ચોખાની માત્રા ઓછી અને દાળ ની માત્રા વધારે કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ખજુર આંબલી ની ચટણી | khajur amli ni chutney
કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit
ફજેતો બનાવવાની રીત | fajeto recipe in gujarati | gujarati fajeto recipe
ભાખરી બનાવવાની રીત | bhakhri banavani rit | gujarati bhakri recipe