જેમણે રેગ્યુલર ઢોસા બનાવતા ન ફાવે એ લોકો આ બન ઢોસા બનાવી શકે છે જે બનાવવા ખૂબ સરળ છે. આ ઢોસા આથો આવેલા ઈડલી કે ઢોસા ન મિશ્રણ માંથી પણ તૈયાર કરી શકો છો અને સંભાર અને ચટણી સાથે સર્વ કરી શકો છો તો ચાલો Bun dosa – બન ઢોસા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ટુકડા / ઉષાના ચોખા 2 કપ
- મેથી દાણા 1 ચમચી
- પૌવા 1 કપ
- છીણેલું નારિયળ 1 કપ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ /ઘી જરૂર મુજબ
Bun dosa banavani rit
બન ઢોસા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચોખા લઈ બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા પાંચ સાત કલાક પલાળી મુકો. સાત કલાક પછી બીજા વાસણમાં પૌવા લઈ એમાં પણ પાણી નાખી પલાળી મૂકો. અને એક વાટકા માં મેથી દાણા પણ થોડું પાણી નાખી પલાડી મૂકો.
હવે ચોખાની પાણી નિતારી મીકસર જાર માં નાખી સાથે પલાડી મેથી પણ નાખી ને પીસી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી પીસતા જાઓ અને સ્મૂથ પીસી એક તપેલી માં કાઢી લ્યો.
હવે એમાં પલાળેલા પૌવા નાખી પીસી લઈ ચોખા ના મિશ્રણ માં નાખો. ત્યાર બાદ હાથ વડે મિશ્રણ ને પાંચ થી દસ મિનિટ હલાવતા રહો અને ત્યાર બાદ ઢાંકી ગરમ જગ્યા પર આથો આવવા મૂકો.
દસ કલાક પછી આથો બરોબર આવી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ નાખી ફેલાવ દયો અને એક થી દોઢ ઢોસા નું મિશ્રણ નાખી અને ગેસ ને મીડીયમ તાપે ઢાંકી ને ચાર થી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ તેવીથા થી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો. આમ બધા બન ઢોસા બનાવી તૈયાર કરી લ્યો અને ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે બન ઢોસા.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
બન ઢોસા બનાવવાની રીત

Bun dosa banavani rit
Equipment
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
- 2 કપ ટુકડા / ઉષાના ચોખા
- 1 મેથી દાણા
- 1 કપ પૌવા
- 1 કપ છીણેલું નારિયળ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ /ઘી જરૂર મુજબ
Instructions
Bun dosa banavani rit
- બન ઢોસા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચોખા લઈ બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા પાંચ સાત કલાક પલાળી મુકો. સાત કલાક પછી બીજા વાસણમાં પૌવા લઈ એમાં પણ પાણી નાખી પલાળી મૂકો. અને એક વાટકા માં મેથી દાણા પણ થોડું પાણી નાખી પલાડી મૂકો.
- હવે ચોખાની પાણી નિતારી મીકસર જાર માં નાખી સાથે પલાડી મેથી પણ નાખી ને પીસી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી પીસતા જાઓ અને સ્મૂથ પીસી એક તપેલી માં કાઢી લ્યો. હવે એમાં પલાળેલા પૌવા નાખી પીસી લઈ ચોખા ના મિશ્રણ માં નાખો. ત્યાર બાદ હાથ વડે મિશ્રણ ને પાંચ થી દસ મિનિટ હલાવતા રહો અને ત્યાર બાદ ઢાંકી ગરમ જગ્યા પર આથો આવવા મૂકો.
- દસ કલાક પછી આથો બરોબર આવી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ નાખી ફેલાવ દયો અને એક થી દોઢ ઢોસા નું મિશ્રણ નાખી અને ગેસ ને મીડીયમ તાપે ઢાંકી ને ચાર થી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ તેવીથા થી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો. આમ બધા બન ઢોસા બનાવી તૈયાર કરી લ્યો અને ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે બન ઢોસા.
Notes
- ગરમી માં આથો ઝડપથી આવે અને શિયાળા માં વાર લાગે છે
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Soji na papad banavani rit | સોજી ના પાપડ બનાવવાની રીત
