સેન્ડવિચ નું એક હેલ્ધી વર્ઝન બનાવીશું. જે બજાર માં અવકાડો મળે છે તે અવકાડો માંથી આપણે એક ઇન્ડિયન ટચ આપી ને એક Cheesy Avocado Sandwich – ચીઝી અવકાડો સેન્વિચ બનાવીશું જે સવાર ના નાસ્તા માં કે પછી રાતે જમવા પણ ચાલે એવો નાસ્તો છે. અને આ સેન્વિચ બનાવવા માં બોવ ઓછા ટાઇમ ની જરૂર પડે છે. તો ચાલો આ નવી રીત ની સેન્ડવિચ બનાવતા શીખીએ.
INGREDIENTS
- અવાકાડો 4 નંગ
- છીણેલું મોઝેરેલા ચીઝ જરૂર મુજબ
- છીણેલું પ્રોસેસ્ડ ચીઝ જરૂર મુજબ
- મલ્ટિગ્રેન બ્રેડ સ્લાઈસ 8 નંગ
- લીંબુ નો રસ ½ નંગ
- ડુંગળી ઝીણી સમારેલી 4 ચમચી
- જીણા સમારેલા ટામેટાં 4 ચમચી
- લીલા ધાણા ના પાંદ 2 ચમચી
- લીલા મરચાં જીણા સુધારેલા 3 નંગ
- સ્વાદ મુજબ મીઠું
- બટર મિક્સ હર્બ વાળુ સ્પ્રેડ કરવા માટે
- સોસ સર્વિંગ માટે
- ચિપ્સ સર્વિંગ માટે
Cheesy Avocado Sandwich banavani recipe
ચીઝી અવકાડો સેન્વિચ બનાવવા માટે સૌ પ્રથમ બધા અવકાડો ને સારી રીતે પાણી માં ધોઈ લેશું ત્યાર બાદ તેને વચે થી કટ કરી તેનો ઠળીયો કાઢી અને તેની અંદર નો બધો પલ્પ ચમચી વડે કાઢી લેશું.
ત્યાર બાદ બધા પલ્પ ને આપણે એક બાઉલ માં નાખી અને ચમચી ની મદદ થી સારી રીતે મેસ કરી લેશું ત્યાર પછી તેમાં ½ લીંબુ નો રસ , ડુંગળી ઝીણી સુધારેલી 2 ચમચી , જીણા સુધારેલા ટમેટા 2 ચમચી , લીલા ધાણા 2 ચમચી , લીલા મરચા જીણા સમરેલા 2 ચમચી , સ્વાદ મુજબ મીઠું નાખી બધી વસ્તુ ને ચમચી ની મદદ થી સારી રીતે મિક્સ કરી લેશું.
હવે આપણે મલ્ટિગ્રેન બ્રેડ ની સ્લાઈસ લેશું તેના પર આપણે બજાર માં મિક્સ હર્બ વાળુ બટર આવે છે તે બટર આપણે બ્રેડ ની સ્લાઈસ પર લગાવી ત્યાર બાદ તેના પર આપણે જે અવકાડો વાળુ બેટર તૈયાર કર્યું હતું તે લગાવીશું ત્યાર પછી તેના પર છીણેલું મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ નાખી અને ઉપર એક બ્રેડ મૂકી દેશું.
ત્યાર પછી ગેસ પર એક તવી મૂકી તેના પર બટર લગાવી ને તૈયાર કરેલી સેન્ડવિચ મૂકી ત્યાર બાદ ફરીથી સેન્ડવિચ પર બટર લગાવી દેશું અને સેન્ડવિચ ને બને બાજુ 2 મિનિટ સુધી સારી રીતે સેકી લેશું.
તો તૈયાર છે આપણી મસ્ત હેલ્ધી અવકાડો સેન્ડવિચ જેને આપણે ગરમ ગરમ સોસ કે પછી ચિપ્સ સાથે સર્વ કરીશું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ચીઝી અવકાડો સેન્વિચ બનાવવાની રેસીપી

Cheesy Avocado Sandwich banavani recipe
Equipment
- 1 તવી
- 1 બાઉલ
Ingredients
- 4 નંગ અવાકાડો
- છીણેલું મોઝેરેલા ચીઝ જરૂર મુજબ
- છીણેલું પ્રોસેસ્ડ ચીઝ જરૂર મુજબ
- 8 નંગ મલ્ટિગ્રેન બ્રેડ સ્લાઈસ
- ½ નંગ લીંબુ નો રસ
- 4 ચમચી ડુંગળી ઝીણી સમારેલી
- 4 ચમચી જીણા સમારેલા ટામેટાં
- 2 ચમચી લીલા ધાણા ના પાંદ
- 3 નંગ લીલા મરચાં જીણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
- બટર મિક્સ હર્બ વાળુ સ્પ્રેડ કરવા માટે
- સોસ સર્વિંગ માટે
- ચિપ્સ સર્વિંગ માટે
Instructions
Cheesy Avocado Sandwich banavani recipe
- ચીઝી અવકાડો સેન્વિચ બનાવવા માટે સૌ પ્રથમ બધા અવકાડો ને સારી રીતે પાણી માં ધોઈ લેશું ત્યાર બાદ તેને વચે થી કટ કરી તેનો ઠળીયો કાઢી અને તેની અંદર નો બધો પલ્પ ચમચી વડે કાઢી લેશું.
- ત્યાર બાદ બધા પલ્પ ને આપણે એક બાઉલ માં નાખી અને ચમચી ની મદદ થી સારી રીતે મેસ કરી લેશું ત્યાર પછી તેમાં ½ લીંબુ નો રસ , ડુંગળી ઝીણી સુધારેલી 2 ચમચી , જીણા સુધારેલા ટમેટા 2 ચમચી , લીલા ધાણા 2 ચમચી , લીલા મરચા જીણા સમરેલા 2 ચમચી , સ્વાદ મુજબ મીઠું નાખી બધી વસ્તુ ને ચમચી ની મદદ થી સારી રીતે મિક્સ કરી લેશું.
- હવે આપણે મલ્ટિગ્રેન બ્રેડ ની સ્લાઈસ લેશું તેના પર આપણે બજાર માં મિક્સ હર્બ વાળુ બટર આવે છે તે બટર આપણે બ્રેડ ની સ્લાઈસ પર લગાવી ત્યાર બાદ તેના પર આપણે જે અવકાડો વાળુ બેટર તૈયાર કર્યું હતું તે લગાવીશું ત્યાર પછી તેના પર છીણેલું મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ નાખી અને ઉપર એક બ્રેડ મૂકી દેશું.
- ત્યાર પછી ગેસ પર એક તવી મૂકી તેના પર બટર લગાવી ને તૈયાર કરેલી સેન્ડવિચ મૂકી ત્યાર બાદ ફરીથી સેન્ડવિચ પર બટર લગાવી દેશું અને સેન્ડવિચ ને બને બાજુ 2 મિનિટ સુધી સારી રીતે સેકી લેશું.
- તો તૈયાર છે આપણી મસ્ત હેલ્ધી અવકાડો સેન્ડવિચ જેને આપણે ગરમ ગરમ સોસ કે પછી ચિપ્સ સાથે સર્વ કરીશું.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
beet na paratha banavani recipe | બીટ ના પરેઠા બનાવવાની રેસીપી
Gobi 65 banavani rit | ગોબી 65 બનાવવાની રીત
Ghau na lot ni masala papdi recipe | ઘઉંના લોટની મસાલા પાપડી રેસીપી
Kaju namakpara banavani rit | કાજુ નમકપારા બનાવવાની રીત