એક નવીજ રીત નું ભરતુ બનાવીશું. એ પણ ટમેટા માંથી. શું ? ટમેટા નું ભરતુ હા ટમેટા નું ભરતુ સાંભળી ને જ નવું લાગ્યું ને ? જ્યારે શાક માં શું બનાવવું તે કઈજ સમજાય નઈ ત્યારે આ ઝટપટ બની જતું Tameta nu bharthu – ટમેટા નું ભરથું બનાવી લેવું જે બઉજ ઓછી મહેનત થી બની જતું શાક છે તો ચાલો આ નવી રીત નું ભરતુ બનાવતા શીખીએ.
INGREDIENTS
- ટમેટા 6 નંગ / જરૂર મુજબ
- સરસો નું તેલ ટમેટા ને ગ્રીસ કરવા માટે
- લીલા મરચા 4-5 નંગ
- પાણી થોડું ( પીસવા માટે )
- લસણ 20-25 કણી
- લીલા ધાણા ની દાંડી મુઠ્ઠીભર
- સરસવનું તેલ 2 ચમચી
- જીરું 1 ચમચી
- રાઈ 1 ચમચી
- મીઠાં લીમડા ના પાંદ 10 નંગ
- ડુંગળી 2 મોટી ( સમારેલી )
- હળદર પાવડર ½ ચમચી
- કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- સંચળ પાવડર 1 ચપટી
- ખાંડ 1 ચપટી
- ગરમ મસાલો 1 ચપટી
- તાજા લીલા ધાણા ઉપર નાખવા માટે
Tameta nu bharthu banavani recipe
ટમેટા નું ભરથું બનાવવા માટે સૌ પ્રથમ આપણે ગેસ પર આપણે જેમ રીંગણા ને શેકીએ છીએ એવીજ રીતે આપણે ટમેટા ને પણ સેકી લેશું. તેના માટે બજાર માં એક ગ્રિલ વાડી જાડી આવે છે જે બજાર માં આરામથી મળી જશે તે જાડી ઉપર આપણે આ 6 નંગ ટમેટા મૂકીશું અને તેના પર સરસો નું તેલ થોડું લગાવી દેશું. અને મીડિયમ તાપે આ બધા ટમેટા ને બંને બાજુ સારી રીતે ફેરવી ને સેકી લેશું. ટમેટા ની છાલ બંને બાજુ થી કાળી થઈ જાય અને ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ટમેટા ને સેકી લેશું ત્યાર બાદ એક બાઉલ માં કાઢી તેના પર ઢાંકણ ઢાંકી અને ટમેટા ને ઠંડા થવા દેશું.
ત્યાર બાદ ગેસ પર એક પેન ગરમ કરવા મૂકીશું પેન ને એકદમ સારી રીતે ગરમ કરી લેશું ગરમ થઈ જાય ત્યાર બાદ તેમાં 4 તીખા લીલા મરચા , લસણ ની કણી 20-25 , લીલા ધાણા ની દાંડી નાખીશું થોડી ત્યાર પછી તેમાં તેલ નાખ્યા વગર બધી વસ્તુ ને એકદમ સારી રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું. થોડું ગોલ્ડન થાય એટલે તેને એક ડીશ માં કાઢી અને થોડું ઠંડું થવા દેશું થોડું ઠંડુ થઈ ગયા બાદ મિક્ષ્ચર જાર માં આપણે આ બધી વસ્તુ અને થોડું પાણી નાખી અને દદરું પીસી અને એક બાઉલ માં કાઢી લેશું.
હવે આપણા ટમેટા ઠંડા થઈ ગયા બાદ તેની આપણે છાલ કાઢી લેશું અને ચોપિંગ બોર્ડ પર મૂકી ટમેટાં ની ઉપર નો ભાગ કટ કરી ને કાઢી નાખીશું ત્યાર બાદ ટમેટા ના આપણે રફ્લી ટુકડા કરી અને બાઉલ માં કાઢી લેશું.
ત્યાર પછી આપણે શાક નો વગાર કરીશું જેના માટે ગેસ પર એક કડાઈ / પેન લેશું તેમાં 2 ચમચી સરસો નું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડિયમ કરી લેશું ત્યાર બાદ તેમાં રાઈ 1 ચમચી , જીરું 1 ચમચી નાખી તતડી જાય એટલે તેમાં મીઠા લીમડાનાં પાંદ 10-12 નંગ , જે પેસ્ટ તૈયાર કરી હતી તે પેસ્ટ જરૂર મુજબ , ઝીણી સુધારેલી ડુંગળી 2 નંગ નાખી એકદમ સારી રીતે મિક્સ કરી અને 3-4 મિનિટ સુધી સેકી લેશું.
ડુંગળી થોડી સોફ્ટ થઈ ગયા બાદ તેમાં ½ ચમચી હળદર પાવડર , 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ત્યાર પછી ટમેટા જે સુધારી ને રાખ્યા હતા તે અને સ્વાદ મુજબ મીઠું , સંચળ પાવડર 1 ચપટી , ખાંડ 1 ચપટી નાખી અને બધી વસ્તુ ને એક વખત મિક્સ કરી અને 3 મિનિટ જેવું ચડાવી લેશું. ત્યાર બાદ છેલે તેમાં 1 ચપટી ગરમ મસાલો અને લીલા ધાણા નાખી અને મિક્સ કરી લેશું.
તો તૈયાર છે આપણું મસ્ત ગરમા ગરમ ટમેટા નું ભરતુ જેને તમે રોટલી કે ભાત સાથે સર્વ કરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ટમેટા નું ભરથું બનાવવાની રેસીપી

Tameta nu bharthu banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 6 નંગ ટમેટા / જરૂર મુજબ
- સરસો નું તેલ ટમેટા ને ગ્રીસ કરવા માટે
- 4-5 નંગ લીલા મરચા
- પાણી થોડું પીસવા માટે
- 20-25 કણી લસણ
- લીલા ધાણા ની દાંડી મુઠ્ઠીભર
- 2 ચમચી સરસવનું તેલ
- 1 ચમચી જીરું
- 1 ચમચી રાઈ
- 10 નંગ મીઠાં લીમડા ના પાંદ
- 2 ડુંગળી મોટી સમારેલી
- ½ ચમચી હળદર પાવડર
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચપટી સંચળ પાવડર
- 1 ચપટી ખાંડ
- 1 ચપટી ગરમ મસાલો
- તાજા લીલા ધાણા ઉપર નાખવા માટે
Instructions
Tameta nu bharthu banavani recipe
- ટમેટા નું ભરથું બનાવવા માટે સૌ પ્રથમ આપણે ગેસ પર આપણે જેમ રીંગણા ને શેકીએ છીએ એવીજ રીતે આપણે ટમેટા ને પણ સેકી લેશું. તેના માટે બજાર માં એક ગ્રિલ વાડી જાડી આવે છે જે બજાર માં આરામથી મળી જશે તે જાડી ઉપર આપણે આ 6 નંગ ટમેટા મૂકીશું અને તેના પર સરસો નું તેલ થોડું લગાવી દેશું. અને મીડિયમ તાપે આ બધા ટમેટા ને બંને બાજુ સારી રીતે ફેરવી ને સેકી લેશું. ટમેટા ની છાલ બંને બાજુ થી કાળી થઈ જાય અને ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ટમેટા ને સેકી લેશું ત્યાર બાદ એક બાઉલ માં કાઢી તેના પર ઢાંકણ ઢાંકી અને ટમેટા ને ઠંડા થવા દેશું.
- ત્યાર બાદ ગેસ પર એક પેન ગરમ કરવા મૂકીશું પેન ને એકદમ સારી રીતે ગરમ કરી લેશું ગરમ થઈ જાય ત્યાર બાદ તેમાં 4 તીખા લીલા મરચા , લસણ ની કણી 20-25 , લીલા ધાણા ની દાંડી નાખીશું થોડી ત્યાર પછી તેમાં તેલ નાખ્યા વગર બધી વસ્તુ ને એકદમ સારી રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું. થોડું ગોલ્ડન થાય એટલે તેને એક ડીશ માં કાઢી અને થોડું ઠંડું થવા દેશું થોડું ઠંડુ થઈ ગયા બાદ મિક્ષ્ચર જાર માં આપણે આ બધી વસ્તુ અને થોડું પાણી નાખી અને દદરું પીસી અને એક બાઉલ માં કાઢી લેશું.
- હવે આપણા ટમેટા ઠંડા થઈ ગયા બાદ તેની આપણે છાલ કાઢી લેશું અને ચોપિંગ બોર્ડ પર મૂકી ટમેટાં ની ઉપર નો ભાગ કટ કરી ને કાઢી નાખીશું ત્યાર બાદ ટમેટા ના આપણે રફ્લી ટુકડા કરી અને બાઉલ માં કાઢી લેશું.
- ત્યાર પછી આપણે શાક નો વગાર કરીશું જેના માટે ગેસ પર એક કડાઈ / પેન લેશું તેમાં 2 ચમચી સરસો નું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડિયમ કરી લેશું ત્યાર બાદ તેમાં રાઈ 1 ચમચી , જીરું 1 ચમચી નાખી તતડી જાય એટલે તેમાં મીઠા લીમડાનાં પાંદ 10-12 નંગ , જે પેસ્ટ તૈયાર કરી હતી તે પેસ્ટ જરૂર મુજબ , ઝીણી સુધારેલી ડુંગળી 2 નંગ નાખી એકદમ સારી રીતે મિક્સ કરી અને 3-4 મિનિટ સુધી સેકી લેશું.
- ડુંગળી થોડી સોફ્ટ થઈ ગયા બાદ તેમાં ½ ચમચી હળદર પાવડર , 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ત્યાર પછી ટમેટા જે સુધારી ને રાખ્યા હતા તે અને સ્વાદ મુજબ મીઠું , સંચળ પાવડર 1 ચપટી , ખાંડ 1 ચપટી નાખી અને બધી વસ્તુ ને એક વખત મિક્સ કરી અને 3 મિનિટ જેવું ચડાવી લેશું. ત્યાર બાદ છેલે તેમાં 1 ચપટી ગરમ મસાલો અને લીલા ધાણા નાખી અને મિક્સ કરી લેશું.
- તો તૈયાર છે આપણું મસ્ત ગરમા ગરમ ટમેટા નું ભરતુ જેને તમે રોટલી કે ભાત સાથે સર્વ કરી શકો છો.
Notes
- ખાસ ધ્યાન રાખવું કે ટમેટા ને આપણે મિડયમ તાપે જ સેકીશું જો ફુલ તાપે શેકીશું તો ટમેટા બારથી ચળી જશે પણ અંદર થી કાચા રઈ જશે અને સ્મોકી ફ્લેવર્ પણ નઈ આવે.
- જો સરસો નું તેલ ના નાખવું હોય તો તમે રેગ્યુલર તેલ અથવા ઘી નો પણ ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Kacha kela na kofta nu shaak banavani recipe | કાચા કેળા ના કોફતા નું શાક
Lili mogri nu athanu banavani rit | લીલી મોગરી નું અથાણું બનાવવાની રીત
Pani valu mula nu athanu | પાણી વાળું મૂળા નું અથાણું
Sev nu shaak | સેવ નું શાક બનાવવાની રેસીપી
Batata fansi nu shaak recipe | બટાકા ફણસી નું શાક
ambli ni chutney | આંબલી ની ચટણી