Home Nasta Gobi 65 banavani rit | ગોબી 65 બનાવવાની રીત

Gobi 65 banavani rit | ગોબી 65 બનાવવાની રીત

0
Image credit – Youtube/Your Food Lab

જેમને ચાઇનીઝ વાનગી ખાવા પસંદ હોય એમને આજ ની વાનગી ખૂબ પસંદ આવશે. આજ ની વાનગી આપણે બજાર માં તો ઘણી વખત મંગાવી છે પણ ઘરે નથી બનાવતા તો એક વખત આ રીતે ઘરે બનાવી મજા લઈ શકો.તો ચાલો Gobi 65 – ગોબી 65 બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • ફુલાવર 500 ગ્રામ
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લસણની પેસ્ટ 2 ચમચી
  • લીલા મરચા પેસ્ટ 2 ચમચી
  • ચોખા નો લોટ ½ કપ
  • કોર્ન ફ્લોર ½ કપ
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • જીરું પાઉડર ½ ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • મીઠા લીમડા ના પાંદ સુધારેલ 1 ચમચી
  • દહીં 3-4 ચમચી
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • લસણ સુધારેલ 1 ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 8-10
  • લીલા મરચા સુધારેલા 2-3
  • મરી પાઉડર ¼ ચમચી

Gobi 65 banavani rit

ગોબી 65 બનાવવા સૌપ્રથમ ફુલાવર ના મિડીયમ સાઇઝ ના  ફૂલ ના કટકા કરી લ્યો. હવે તપેલી માં પાણી નાખો સાથે થોડું મીઠું નાખી મિક્સ કરી લ્યો અને એમાં ફુલાવર ના કટકા નાખી દસ પંદર મિનિટ એમજ રહેવા દયો. દસ મિનિટ પછી થોડા મસળી લ્યો અમે બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને ત્યાર બાદ ચારણીમાં નાખી નીતરવા દયો.

હવે તપેલી માં ચાળી ચોખા નો લોટ, કોર્ન ફ્લોર નાખો સાથે આદુની પેસ્ટ, લસણ ની પેસ્ટ, મરચા નો પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, જીરું પાઉડર, મરી પાઉડર, મીઠા લીમડા ના પાંદ સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં દહી નાખી મિક્સ કરી લ્યો હવે થોડું થોડું પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો લ્યો. હવે તૈયાર મિશ્રણ માં ફુલાવર ના કટકા નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ફૂલ ગરમ થાય એટલે એક એક કરી ફુલાવર ના કટકા નાખતા જાઓ. આમ એક વખત માં જેટલા સમાય એટલાં ફૂલ નાખો અને મિડીયમ તાપે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો. ગોબી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો. આમ બાકી ના બીજા ફૂલ નાખી ને ગોલ્ડન  અને ક્રિસ્પી તરી લ્યો. 

વઘાર માટેની સામગ્રી

ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ, ઝીણું સમારેલું આદુ, લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડા ના પાંદ નાખી બે મિનિટ શેકી લ્યો  ત્યાર બાદ એમાં તરી રાખેલ ફુલાવર અને મરી પાઉડર નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ગોબી 65.

Gobi recipe notes

  • ચોખા ના લોટ ની જગ્યાએ તમે મેંદા નો લોટ પણ વાપરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ગોબી 65 બનાવવાની રીત

Gobi 65 - ગોબી 65

Gobi 65 banavani rit

જેમને ચાઇનીઝ વાનગી ખાવા પસંદ હોય એમને આજ ની વાનગી ખૂબપસંદ આવશે. આજ ની વાનગી આપણે બજાર માં તો ઘણી વખત મંગાવીછે પણ ઘરે નથી બનાવતા તો એક વખત આ રીતે ઘરે બનાવી મજા લઈ શકો.તો ચાલો Gobi65 – ગોબી 65 બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તપેલી

Ingredients

Ingredients list

  • 500 ગ્રામ ફુલાવર
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 2 ચમચી લસણની પેસ્ટ
  • 2 ચમચી લીલા મરચા પેસ્ટ
  • ½ કપ ચોખા નો લોટ
  • ½ કપ કોર્ન ફ્લોર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી જીરું પાઉડર
  • ½ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી મીઠા લીમડા ના પાંદ સુધારેલ
  • 3-4 ચમચી દહીં
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી લસણ સુધારેલ
  • 8-10 મીઠા લીમડા ના પાંદ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ¼ ચમચી મરી પાઉડર

Instructions

Gobi 65 banavani rit

  • ગોબી 65 બનાવવા સૌપ્રથમ ફુલાવર ના મિડીયમ સાઇઝ ના ફૂલ ના કટકા કરી લ્યો. હવે તપેલી માં પાણી નાખો સાથે થોડું મીઠું નાખી મિક્સ કરી લ્યો અને એમાં ફુલાવર ના કટકા નાખી દસ પંદર મિનિટ એમજ રહેવા દયો. દસ મિનિટ પછી થોડા મસળી લ્યો અમે બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને ત્યાર બાદ ચારણીમાં નાખી નીતરવા દયો.
  • હવે તપેલી માં ચાળી ચોખા નો લોટ, કોર્ન ફ્લોર નાખો સાથે આદુની પેસ્ટ, લસણ ની પેસ્ટ, મરચા નો પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, જીરું પાઉડર, મરી પાઉડર, મીઠા લીમડા ના પાંદ સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં દહી નાખી મિક્સ કરી લ્યો હવે થોડું થોડું પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો લ્યો. હવે તૈયાર મિશ્રણ માં ફુલાવર ના કટકા નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ફૂલ ગરમ થાય એટલે એક એક કરી ફુલાવર ના કટકા નાખતા જાઓ. આમ એક વખત માં જેટલા સમાય એટલાં ફૂલ નાખો અને મિડીયમ તાપે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો. ગોબી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો. આમ બાકી ના બીજા ફૂલ નાખી ને ગોલ્ડન અને ક્રિસ્પી તરી લ્યો.

વઘાર માટેની સામગ્રી

  • ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ, ઝીણું સમારેલું આદુ, લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડા ના પાંદ નાખી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં તરી રાખેલ ફુલાવર અને મરી પાઉડર નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ગોબી 65.

Notes

ચોખા ના લોટ ની જગ્યાએ તમે મેંદા નો લોટ પણ વાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version