જય શ્રી કૃષ્ણ આજ આપણે પૂછવામાં આવેલ પ્રશ્ન how to make buff vada ? તો આજ ફરાળી બફ વડા બનાવવાની રીત – buff vada recipe in gujarati ફરાળી બફ વડા બનાવવાની રીત શીખીશું, Please subscribe Sangeeta’s World YouTube channel If you like the recipe, વ્રત ઉપવાસ રાખેલ હોય કે ના રાખેલ હોય જો સામે ફરાળી બફ વડા મૂકેલા હોય તો મોઢામાં ચોક્કસ પાણી આવી જાય અને ખાવા ની ના નજ પાડી શકો. આજ આપણે એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી વડા બનાવવાની રીત શીખીશું, તો ચાલો ફરાળી બફવડા – farali buff vada recipe in gujarati – buff vada banavani rit – baf vada શીખીએ.
ફરાળી બફવડા નું કોટીંગ બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા 5-6
- પીસેલ સામો/ સાઉં 1 કપ
- ફરાળી મીઠું સ્વાદ
- તેલ 2 ચમચી
વડા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી | baf vada stuffing banava jaruri samgri
- શેકેલ સીંગદાણા ½ કપ
- લીલું નારિયળ છીણેલું ½ કપ
- લીલા મરચા ઝીણા સમારેલા 3-4
- સફેદ તલ 2 ચમચી
- વરિયાળી 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
- કાજુ ના કટકા 2 ચમચી
- કીસમીસ ના કટકા 2 ચમચી
- ખાંડ 1 ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
બફ વડા બનાવવાની રીત | buff vada banavani rit
ફરાળી બફ વડા બનાવવા સૌપ્રથમ આપણે વડા નું ઉપરનું કોટીંગ બનાવશું ત્યાર બાદ એનું સ્ટફિંગ તૈયાર કરી લેશું ત્યાર બાદ બને થી વડા તૈયાર કરી ગરમ તેલ માં તરી ને તૈયાર કરીશું ફરાળી બફ વડા.
વડા નું પડ બનાવવા માટેની રીત
બફ વડા નું પડ બનાવવા સૌપ્રથમ બટાકા ને કૂકરમાં ત્રણ સીટી વગાડી ત્યાર બાદ ધીમા તાપે દસ મિનિટ બાફી લ્યો,
ત્યાર બાદ કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બટાકા ને કાઢી થોડા ઠંડા થવા દયો ત્યાર બાદ છોલી લ્યો ને મેસર વડે મેસ કરી લ્યો અથવા છીણી વડે છીણી લ્યો.
હવે એક વાસણમાં મેસ કરેલા બટાકા લ્યો એમાં પીસી રાખેલ સાઉં/ મોરિયો અડધો કપ નાખો સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધી એક બાજુ મૂકો
બફવડા નું સ્ટફિંગ બનાવવાની રીત
સૌ પ્રથમ સીંગદાણા ને ધીમા તાપે શેકી લ્યો સીંગદાણા શેકાઈ જાય એટલે ઠંડા કરી લ્યો ત્યાર બાદ એના ફોતરા કાઢી મિક્સર જારમાં નાખો સાથે સફેદ તલ, વરિયાળી નાખી દરદરા પીસી લ્યો,
ત્યાં બાદ એમાં છીણેલું નારિયેળ, લીલા ધાણા સુધારેલા અને લીલા મરચા સુધારેલા નાખી ફરી એક વખત પીસી લ્યો
હવે પીસેલું મિશ્રણ એક વાસણમાં કાઢી લ્યો અને એમાં કાજુ ના કટકા, કીસમીસ ના કટકા, ફરાળી મીઠું, લીંબુનો રસ, અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંથી નાની નાની. સ્ટફિંગ બોલ બનાવી ને એક બાજુ મૂકો
ફરાળી બફ વડા બનાવવાની રીત
હવે બટાકા ના મિશ્રણ માં એક બે ચમચી તેલ નાખી ફરીથી બરોબર મસળી લ્યો ને એમાંથી થોડું મિશ્રણ લ્યો અને એને તેલ વાળા હાથ લગાવી ફેલાવી પુરી જેમ બનાવી લ્યો ને એમાં વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગ બોલ મૂકી ફરીથી બરોબર પેક કરી ગોળ કરો લ્યો,
ફરી બટાકા નું મિશ્રણ લઈ બીજા વડા પણ સ્ટફિંગ કરી તૈયાર કરો આમ એક એક વડા કરી વડા બનાવી લ્યો અને સાઉં/ મોરિયા ના લોટ માં કોતિંગ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ વડા નાખી એક બે મિનિટ પછી ઝારા થી હલાવી ને ગોલ્ડન તરી લ્યો,
બફવડા ગોલ્ડન થાય એટલે ઝારાથી કાઢી લ્યો ને બીજા વડા તરવા નાખતા પહેલા ફરી તેલ ને ગરમ કરી ગેસ મિડીયમ કરી બીજા વડા નાખો ને એને પણ ગોલ્ડન તરી લ્યો આમ બધા વડા તૈયાર કરી લ્યો ને ફરાળી ચટણી સાથે સર્વ કરો ફરાળી બફ વડા
buff vada recipe in gujarati notes
- ફરાળી લોટ માં તમે રાજગરા નો લોટ, સિંગોડા લોટ પણ વાપરી શકો છો
- સ્ટફિંગ માં મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો
- આ વડા ને તૈયાર કરી કોટીંગ કરી ફ્રીઝ માં ડબ્બા માં ભરી ને મૂકી દયો ને ખાવા ના સમયે તરી શકો છો અથવા વડા ને અડધા તરી ને ઠંડા કરી ફ્રીઝ માં મૂકો ને જમતી વખતે ફરી ગરમ તેલ માં તરી શકો છો
- જો તમારે આ વડા તરવા ના હોય તો ઓવેન માં બેક કરી શકો અથવા અપ્પમ પાત્ર માં ઓછા તેલ માં શેકી પણ શકો છો
ફરાળી બફવડા બનાવવાની રીત | Recipe Video
Youtube પર Sangeeta’s World ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
buff vada recipe in gujarati | farali buff vada recipe in gujarati

બફ વડા | buff vada | buff vada recipe in gujarati | buff vada recipe | farali buff vada | baf vada
Equipment
- 1 કડાઈ
- 1 કુકર
- 1 મિક્સર
Ingredients
ફરાળી બફવડા નું કોટીંગ બનાવવા માટેની સામગ્રી
- 5-6 બાફેલા બટાકા
- 1 કપ પીસેલ સામો/ સાઉં
- ફરાળી મીઠું સ્વાદ
- 2 ચમચી તેલ
વડાનું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી | baf vada stuffing banava jaruri samgri
- ½ કપ શેકેલ સીંગદાણા
- ½ કપ લીલું નારિયળ છીણેલું
- 3-4 લીલા મરચા ઝીણા સમારેલા
- 2 ચમચી સફેદ તલ
- 1 ચમચી વરિયાળી
- 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2 ચમચી કાજુના કટકા
- 2 ચમચી કીસ મીસના કટકા
- 1 ચમચી ખાંડ
- 1 ચમચી લીંબુનો રસ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Instructions
farali buff vada recipe in gujarati | farali buff vada recipe | buff vada banavani rit| બફ વડા બનાવવાની રીત | ફરાળી બફવડા
- ફરાળી બફ વડા બનાવવા સૌપ્રથમ આપણે વડા નું ઉપરનું કોટીંગ બનાવશું ત્યાર બાદ એનું સ્ટફિંગતૈયાર કરી લેશું ત્યાર બાદ બને થી વડા તૈયાર કરી ગરમ તેલ માં તરી ને તૈયાર કરીશું ફરાળી બફ વડા.
વડાનું પડ બનાવવા માટેની રીત
- બફ વડાનું પડ બનાવવા સૌપ્રથમ બટાકા ને કૂકરમાં ત્રણ સીટી વગાડી ત્યાર બાદ ધીમા તાપે દસ મિનિટ બાફી લ્યો,
- ત્યાર બાદ કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બટાકા ને કાઢી થોડા ઠંડા થવા દયો ત્યાર બાદ છોલી લ્યો ને મેસર વડે મેસ કરી લ્યો અથવા છીણી વડે છીણી લ્યો.
- હવે એક વાસણમાં મેસ કરેલા બટાકા લ્યો એમાં પીસી રાખેલ સાઉં/ મોરિયો અડધો કપ નાખો સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધી એક બાજુ મૂકો
વડા નું સ્ટફિંગ બનાવવાની રીત
- સૌ પ્રથમ સીંગદાણા ને ધીમા તાપે શેકી લ્યો સીંગદાણા શેકાઈ જાય એટલે ઠંડા કરી લ્યો ત્યાર બાદએના ફોતરા કાઢી મિક્સર જારમાં નાખો સાથે સફેદ તલ, વરિયાળી નાખી દરદરા પીસી લ્યો,
- ત્યાં બાદ એમાં છીણેલું નારિયેળ, લીલા ધાણા સુધારેલા અને લીલા મરચા સુધારેલા નાખી ફરી એક વખત પીસી લ્યો
- હવે પીસેલું મિશ્રણ એક વાસણમાં કાઢી લ્યો અને એમાં કાજુ ના કટકા, કીસમીસ ના કટકા, ફરાળી મીઠું, લીંબુનો રસ, અને ખાંડનાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંથી નાની નાની. સ્ટફિંગ બોલ બનાવી ને એક બાજુ મૂકો
ફરાળી બફ વડા બનાવવાની રીત
- હવે બટાકા ના મિશ્રણ માં એક બે ચમચી તેલ નાખી ફરીથી બરોબર મસળી લ્યો ને એમાંથી થોડું મિશ્રણ લ્યો અને એને તેલ વાળા હાથ લગાવી ફેલાવી પુરી જેમ બનાવી લ્યો ને એમાં વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગ બોલ મૂકી ફરીથી બરોબર પેક કરી ગોળ કરો લ્યો,
- ફરી બટાકા નું મિશ્રણ લઈ બીજા વડા પણ સ્ટફિંગ કરી તૈયાર કરો આમ એક એક વડા કરી વડા બનાવી લ્યો અને સાઉં/ મોરિયા ના લોટ માં કોતિંગ કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ વડા નાખી એક બે મિનિટ પછી ઝારા થી હલાવી ને ગોલ્ડન તરી લ્યો,
- બફવડા ગોલ્ડન થાય એટલે ઝારાથી કાઢી લ્યો ને બીજા વડા તરવા નાખતા પહેલા ફરી તેલ ને ગરમ કરી ગેસ મિડીયમ કરી બીજા વડા નાખો ને એને પણ ગોલ્ડન તરી લ્યો આમ બધા વડા તૈયાર કરી લ્યોને ફરાળી ચટણી સાથે સર્વ કરો ફરાળી બફ વડા
buff vada recipe in gujarati notes
- ફરાળી લોટ માં તમે રાજગરા નો લોટ, સિંગોડા લોટ પણ વાપરી શકો છો
- સ્ટફિંગમાં મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો
- આ વડાને તૈયાર કરી કોટીંગ કરી ફ્રીઝ માં ડબ્બા માં ભરી ને મૂકી દયો ને ખાવા ના સમયે તરી શકો છો અથવા વડા ને અડધા તરી ને ઠંડા કરી ફ્રીઝ માં મૂકો ને જમતી વખતે ફરી ગરમ તેલમાં તરી શકો છો
- જો તમારે આ વડા તરવા ના હોય તો ઓવેન માં બેક કરી શકો અથવા અપ્પમ પાત્ર માં ઓછા તેલ માં શેકી પણ શકો છો
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
બટાકાનું રસાવાળું ફરાળી શાક | batata nu rasavalu farali shaak
સાબુદાણાની ખીચડી | sabudana ni khichdi banavani rit | sabudana khichdi recipe in gujarati
સાબુદાણા ના વડા બનાવવાની રીત | sabudana vada recipe in gujarati
દાળ ઢોકળી બનાવવાની રીત | gujarati dal dhokli banavani rit | dal dhokli recipe gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
I am single man and I am interested in buying Gujarati meals. Please let me know whether you will sell Gujarati varieties. Thank you.
Sorry sir, we are only providing recipe in our website only.