જય શ્રી કૃષ્ણ આજ આપણે મોતીચૂરના લાડુ બનાવવાની રીત – motichur na ladu banavani rit શીખીશું, Please subscribe Sagar’s Kitchen YouTube channel If you like the recipe, આ લાડુ તમે ઘર ના નાના મોટા પ્રસંગ પર અથવા ભગવાન ના ભોગ માટે અથવા તો ગણપતિ બાપ્પા ને પ્રસાદી રૂપે બનાવી ને ધરાવી શકો છો જે બનાવવા ખૂબ સરળ છે અને ખૂબ ઓછી સામગ્રી થી ઘરમાં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે તો ચાલો motichur laddu recipe in gujarati શીખીએ.
મોતીચૂરના લાડુ બનાવવા જરૂરી સામગ્રી
- બેસન 1 કપ
- પાણી 1 + 1/2 કપ
- ખાંડ ¾ કપ
- કેસરી રંગ 1-2 ટીપાં
- ગુલાબ જળ 1 -2 ચમચી
- મગતરી બીજ 3-4 ચમચી
- ઘી 2-3 ચમચી
- તરવા માટે તેલ
મોતીચૂરના લાડુ બનાવવાની રીત
મોતીચૂર લાડુ બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં બેસન ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ ગાંઠા ન રહે એમ મિક્સ કરતા જાઓ આમ પોણો કપ પાણી નાખ્યા પછી મિશ્રણ ને પાંચ મિનિટ એક બીજું મૂકો. પાંચ મિનિટ પછી ચેક કરો જો પાણી ની જરૂર લાગે તો એક બે ચમચી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં દૂધ નીપ્લાસ્ટિક અથવા બીજી કોઈ પ્લાસ્ટિક માં તૈયાર કરેલ બેસન નું મિશ્રણ નાખી બરોબર પેક કરી લ્યો અને એક બાજુ કાતર થી નાનું કાણું કરી લ્યો.
તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કરી એમાં પ્લાસ્ટિક માં ભરેલ મિશ્રણ ને હલાવતા જઈ નાની બુંદી ગરમ તેલ માં પાડતા જાઓ. થોડી બુદી પાડી લીધા બાદ બુંદી ને બરોબર તરી ને ક્રિસ્પી બનાવી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો આમ બધા મિશ્રણ માંથી બુંદી બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં પોણો કપ ખાંડ અને અડધો કપ પાણી નાખી ગેસ પર મૂકી ને હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં કેસરી રંગ અને ગુલાબ જળ નાખી મિક્સ કરી લ્યો ને ચાસણી થોડી ચિકાસ વાળી લાગે એટલે તેમાં તૈયાર કરેલ બુંદી નાખી ને ગેસ ધીમો કરી બરોબર મિક્સ કરી લ્યો.
હવે બે ચાર મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમા ઘી અને મગતરી માં બીજ નાખી મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ ઢાંકી ને મૂકી દયો. પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ને મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દયો ત્યાર બાદ એમાંથી લાડુ બનાવી લ્યો. તો તૈયાર છે મોતીચૂર લાડુ.
motichur na ladu banavani rit | Recipe Video
Youtube પર Foodvedam ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
motichur laddu recipe in gujarati

મોતીચૂરના લાડુ | motichur na ladu | મોતીચૂરના લાડુ બનાવવાની રીત | motichur na ladu banavani rit | motichur laddu recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 પ્લાસ્ટિક બેગ
Ingredients
મોતીચૂરના લાડુ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ બેસન
- 1½ કપ પાણી
- ¾ કપ ખાંડ
- 1-2 ટીપાં કેસરી રંગ
- 1-2 ચમચી ગુલાબ જળ
- 3-4 ચમચી મગતરી બીજ
- 2-3 ચમચી ઘી
- તરવા માટે તેલ
Instructions
મોતીચૂરના લાડુ બનાવવાની રીત| motichur na ladu banavani rit | motichur laddu recipe in gujarati
- મોતીચૂર લાડુ બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં બેસન ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ ગાંઠા ન રહે એમ મિક્સ કરતા જાઓ આમ પોણો કપ પાણી નાખ્યા પછી મિશ્રણ નેપાંચ મિનિટ એક બીજું મૂકો. પાંચ મિનિટ પછી ચેક કરો જો પાણી ની જરૂર લાગે તો એક બે ચમચી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં દૂધ ની પ્લાસ્ટિક અથવા બીજી કોઈ પ્લાસ્ટિક માં તૈયાર કરેલ બેસન નું મિશ્રણ નાખી બરોબર પેક કરી લ્યો અને એક બાજુ કાતર થી નાનું કાણું કરી લ્યો.
- તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કરી એમાં પ્લાસ્ટિક માં ભરેલ મિશ્રણ ને હલાવતા જઈ નાની બુંદી ગરમ તેલ માં પાડતા જાઓ. થોડી બુદી પાડી લીધા બાદ બુંદી ને બરોબર તરી ને ક્રિસ્પી બનાવી લ્યો ત્યારબાદ ઝારા થી કાઢી લ્યો આમ બધા મિશ્રણ માંથી બુંદી બનાવી ને તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં પોણો કપ ખાંડ અને અડધો કપ પાણી નાખી ગેસ પર મૂકી ને હલાવતા રહી ખાંડને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં કેસરી રંગ અને ગુલાબ જળ નાખી મિક્સ કરી લ્યોને ચાસણી થોડી ચિકાસ વાળી લાગે એટલે તેમાં તૈયાર કરેલ બુંદી નાખી ને ગેસ ધીમો કરી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે બે ચાર મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમા ઘી અને મગતરી માં બીજ નાખી મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ ઢાંકી ને મૂકી દયો. પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલીને મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દયો ત્યાર બાદ એમાંથી લાડુ બનાવી લ્યો. તો તૈયાર છે મોતીચૂર લાડુ.
motichur laddu recipe in gujarati notes
- ફૂડ કલર નાખવો જરૂર નથી એની જગ્યાએ તમે હળદર પણ નાખી શકો છો.
- જો કાણું મોટુ હસે તો મોટી બુંદી બનશે એટલે જો ઝીણી બુંદી વડા લાડુ બનાવવા હોય તો કાણું નાનું રાખવું.
- ચાસણી માં કોઈ તાર નથી બનાવવાની જરૂર માત્ર થોડી ચિકાસ પકડે એટલી જ ચડાવી.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ચોકલેટ મોદક | chocolate modak banavani rit | chocolate modak recipe in gujarati
રાજગરાનો શીરો | rajgara no shiro | rajgira no shiro
dudhi no halvo banavani rit | દુધીનો હલવો બનાવવાની રીત | dudhi halwa recipe in gujarati