HomeDessert & DrinksGujiya Cookies Recipe in Gujarati | ઘુઘરા કુકીઝ | Holi Special Mawa...

Gujiya Cookies Recipe in Gujarati | ઘુઘરા કુકીઝ | Holi Special Mawa Cookies

હોળી (Holi) નો તહેવાર આવે એટલે ઘરમાં ઘુઘરા (Gujiya / Karanji) તો બને જ. પણ જો તમે આ વખતે કંઈક નવું, હેલ્ધી અને પ્રીમિયમ (Luxury feel) બનાવવા માંગતા હોવ, તો Gujiya Cookies (ઘુઘરા કુકીઝ) બેસ્ટ ઓપ્શન છે. આ એક ફ્યુઝન મીઠાઈ છે, જેમાં બહારનું પડ (Shell) એકદમ ખસ્તા અને બિસ્કિટ જેવું ફ્લેકી (Flaky) હોય છે, જ્યારે અંદર ટ્રેડિશનલ માવા અને ડ્રાયફ્રૂટ્સનું રિચ સ્ટફિંગ હોય છે. આને આપણે તળવાને બદલે બેક (Bake) કરીશું. મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવા આ કુકીઝ તમારા તહેવારની મજા બમણી કરી દેશે.

સ્ટફિંગ માટેની સામગ્રી

  1. શેકેલ કાજુ, બદામ, પીસ્તા નો ભૂકો ¼ કપ
  2. છીણેલો માવો 100 ગ્રામ
  3. શેકેલ નારિયલ નું છીણ ¼ કપ
  4. શેકેલ સોજી 1-2 ચમચી
  5. પીસેલી ખાંડ ¼ કપ
  6. એલચી પાઉડર ¼ ચમચી

લોટ બાંધવા માટેની સામગ્રી

  1. મેંદાનો લોટ ¾ કપ
  2. ઘઉંનો લોટ ¼ કપ
  3. પીસેલી ખાંડ 1/3 કપ
  4. બેકિંગ પાઉડર ¼ ચમચી
  5. ઠંડું માખણ 60 ગ્રામ
  6. ઠંડું દૂધ 2-3 ચમચી 

Gujiya Cookies banavani rit

ઘુઘરા કુકીઝ બનાવવા સૌથી પહેલા આપણે ગુજીયા નું સ્ટફિંગ બનાવી લેશું જેના માટે સૌથી પહેલા ગેસ પર એક કડાઈમાં છીણેલો માવો લઇ એને મીડીયમ તાપે હલાવતા રહી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. માવો શેકાઈ ગોલ્ડન થાય એતે ગેસ ધીમો કરી એમાં શેકા કાજુ, બદામ, પિસ્તા નો ભૂકો, શેકેલ નારિયલ નું છીણ અને શેકેલ સોજી નાખી  મિક્સ કરી ગે બંધ કરી તૈયાર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી દયો. અને મિશ્રણ સાવ ઠંડું થાય એટલે એમાં પીસેલી ખાંડ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.

હવે ગુજીયા નું ઉપરનું પળ બનાવવા કથરોટ માં મેંદાનો લોટ, ઘઉંનો લોટ, પીસેલી ખાંડ નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઠંડું માખણ નાખી હાથ થી મસળી મિક્સ કરો હવે એમાં એક એક ચમચી ઠંડું દૂધ નાખતા જઈ સોફ્ટ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માંથી એક સરખા દસ ભાગ કરી લ્યો.

હવે બટર પેપર ના બે કટકા લ્યો એક કટકા પર બાંધેલા લોટ નો લુવાને ગોળ કરી મુકો એના પર બીજું બટર પેપર મૂકી થાળી થી થોડું દબાવી પૂરી બનાવી લ્યો. હવે ઉપર નું બટર પેપર નીકાળી પૂરી ની એક બાજુ તૈયાર કરેલ સ્ટફિંગ મુકો અને બીજી બાજુ પાણી વાળી આંગળી લગાવી ફોલ્ડ કરી દબાવી બરોબર બધી બાજુ પેક કરી લ્યો. હવે કાંટા ચમચી થી કિનારી વાડી બધી બાજુ થોડી થોડી દબાવી લ્યો અને તૈયાર ગુજીયા ને બેકિંગ ટ્રે અથવા પ્લેટ માં મુકો. આમ બધા જ ગુજીયા ભરી ને બનાવી લ્યો. તૈયાર ગુજીયા ને પંદર વીસ મિનીટ ફ્રીજ માં મુકો.

ત્યારબાદ ઓવેન ને ૧૭૦ ડીગ્રી પ્રી હીટ કરી એમાં ફ્રીજ માંથી કાઢેલ ટ્રે મૂકી 18-20 મિનીટ બેક કરી લ્યો. અથવા કડાઈમાં મીઠું અથવા કાંઠો મૂકી ઢાંકી ધીમા તાપે દસ મિનીટ ગરમ કરી લીધા બાદ એમાં ફ્રીજ માંથી કાઢેલ પ્લેટ મૂકી 20-30 મિનીટ સાવ ધીમા તાપે બેક કરી લ્યો. વીસ મિનીટ પછી એક વખત ચેક કરી લેવા જો ગુજીયા બરોબર બેક થઇ જાય તો કાઢી લેવા નહિતર રહેવા દયો. આમ બધા જ ગુજીયા બેક કરી લ્યો. તો તૈયાર છે બેક્ડ ગુજીયા કુકી( Gujiya Cookies ).  

ઘુઘરા કુકીઝ બનાવવાની રીત

Holi Special Fusion Dessert Baked Mawa Gujiya Cookies - ઘુઘરા કુકીઝ

Gujiya Cookies Recipe in Gujarati | ઘુઘરા કુકીઝ | Holi Special Mawa Cookies

હોળી (Holi) નો તહેવાર આવે એટલે ઘરમાં ઘુઘરા (Gujiya/ Karanji) તો બને જ. પણ જો તમે આ વખતે કંઈક નવું,હેલ્ધી અને પ્રીમિયમ (Luxury feel) બનાવવામાંગતા હોવ, તો Ghujiya Cookies (ઘુઘરા કુકીઝ) બેસ્ટ ઓપ્શન છે. આ એક ફ્યુઝન મીઠાઈ છે, જેમાંબહારનું પડ (Shell) એકદમ ખસ્તા અને બિસ્કિટ જેવું ફ્લેકી (Flaky)હોય છે, જ્યારે અંદર ટ્રેડિશનલ માવા અનેડ્રાયફ્રૂટ્સનું રિચ સ્ટફિંગ હોય છે. આને આપણે તળવાને બદલે બેક (Bake) કરીશું. મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવા આ કુકીઝ તમારા તહેવારની મજા બમણી કરી દેશે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 10 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 ઓવેન /કડાઈ / એરફાયર
  • 1 કથરોટ

Ingredients

સ્ટફિંગ માટેની સામગ્રી

  • ¼ કપ શેકેલ કાજુ બદામ, પીસ્તા નો ભૂકો
  • 100 ગ્રામ છીણેલો માવો
  • ¼ કપ શેકેલ નારિયલ નું છીણ
  • 1-2 ચમચી શેકેલ સોજી
  • ¼ કપ પીસેલી ખાંડ
  • ¼ ચમચી એલચી પાઉડર

લોટ બાંધવા માટેની સામગ્રી

  • ¾ કપ મેંદાનો લોટ
  • ¼ કપ ઘઉંનો લોટ
  • કપ પીસેલી ખાંડ
  • ¼ ચમચી બેકિંગ પાઉડર
  • 60 ગ્રામ ઠંડું માખણ
  • 2-3 ચમચી ઠંડું દૂધ

Instructions

Gujiya Cookies banavani rit

  • ઘુઘરા કુકીઝ બનાવવા સૌથી પહેલા આપણે ગુજીયા નું સ્ટફિંગ બનાવી લેશું જેના માટે સૌથી પહેલા ગેસ પર એક કડાઈમાં છીણેલો માવો લઇ એને મીડીયમ તાપે હલાવતા રહી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. માવો શેકાઈ ગોલ્ડન થાય એતે ગેસ ધીમો કરી એમાં શેકા કાજુ, બદામ, પિસ્તા નો ભૂકો, શેકેલ નારિયલ નું છીણ અને શેકેલ સોજી નાખી મિક્સ કરી ગે બંધ કરી તૈયાર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી દયો. અને મિશ્રણ સાવ ઠંડું થાય એટલે એમાં પીસેલી ખાંડ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
  • હવે ગુજીયા નું ઉપરનું પળ બનાવવા કથરોટ માં મેંદાનો લોટ, ઘઉંનો લોટ, પીસેલી ખાંડ નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઠંડું માખણ નાખી હાથ થી મસળી મિક્સ કરો હવે એમાં એક એક ચમચી ઠંડું દૂધ નાખતા જઈ સોફ્ટ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માંથી એક સરખા દસ ભાગ કરી લ્યો.
  • હવે બટર પેપર ના બે કટકા લ્યો એક કટકા પર બાંધેલા લોટ નો લુવાને ગોળ કરી મુકો એના પર બીજું બટર પેપર મૂકી થાળી થી થોડું દબાવી પૂરી બનાવી લ્યો. હવે ઉપર નું બટર પેપર નીકાળી પૂરી ની એક બાજુ તૈયાર કરેલ સ્ટફિંગ મુકો અને બીજી બાજુ પાણી વાળી આંગળી લગાવી ફોલ્ડ કરી દબાવી બરોબર બધી બાજુ પેક કરી લ્યો. હવે કાંટા ચમચી થી કિનારી વાડી બધી બાજુ થોડી થોડી દબાવી લ્યો અને તૈયાર ગુજીયા ને બેકિંગ ટ્રે અથવા પ્લેટ માં મુકો. આમ બધા જ ગુજીયા ભરી ને બનાવી લ્યો. તૈયાર ગુજીયા ને પંદર વીસ મિનીટ ફ્રીજ માં મુકો.
  • ત્યારબાદ હવે ઓવેન ને ૧૭૦ ડીગ્રી પ્રી હીટ કરી એમાં ફ્રીજ માંથી કાઢેલ ટ્રે મૂકી 18-20 મિનીટ બેક કરી લ્યો. અથવા કડાઈમાં મીઠું અથવા કાંઠો મૂકી ઢાંકી ધીમા તાપે દસ મિનીટ ગરમ કરી લીધા બાદ એમાં ફ્રીજ માંથી કાઢેલ પ્લેટ મૂકી 20-30 મિનીટ સાવ ધીમા તાપે બેક કરી લ્યો. વીસ મિનીટ પછી એક વખત ચેક કરી લેવા જો ગુજીયા બરોબર બેક થઇ જાય તો કાઢી લેવા નહિતર રહેવા દયો. આમ બધા જ ગુજીયા બેક કરી લ્યો. તો તૈયાર છે બેક્ડ ગુજીયા કુકી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular