આ Instant Rava Handvo – ઇન્સ્ટન્ટ રવા હાંડવો ખાવામાં રેગ્યુલર પારંપારિક હાંડવો જેવો જ લાગે છે shiyada ma darek ne handvo pasand hoe che to aaj અહી બસ આપણે દાળ ચોખા પલાળવા કે આથો આવવાની રાહ જોયા વગર જયારે ઈચ્છા થાય ત્યારે બનાવી શકો છો. તો ચાલો ઇન્સ્ટન્ટ રવા હાંડવો બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- સોજી 1 કપ
- બેસન 3-4 ચમચી
- દહીં ½ કપ
- છીણેલ ગાજર 1
- છીણેલ બીટ ½
- છીણેલ દુધી ¼ કપ
- વટાણા ¼ કપ
- મકાઈના દાણા 3-4 ચમચી
- આદુ પેસ્ટ 1 ચમચી
- ઝીણા સુધારેલ લીલા મરચા 2-3
- લસણ સુધારેલ 2 ચમચી
- સિંગદાણા ક્રશ કરેલ 2-3 ચમચી
- બેકિંગ સોડા / ઈનો 1 ચમચી
- લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- રાઈ 1 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠા લીમડાના પાંદ 5-7
- તેલ જરૂર મુજબ
- પાણી ¼ કપ
Instant Rava Handvo banavani rit
ઇન્સ્ટન્ટ રવા હાંડવો બનાવવા સૌથી પહેલા એક વાસણમાં સોજી અને બેસન લ્યો અને એમાં દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી ઢાંકી દસ થી પંદર મિનીટ એક બાજુ મુકો. સોજી પલળે ત્યાં સુંધી દુધી , ગાજર અને બીટ ને છોલી સાફ કરી ધોઈ લ્યો અને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ વટાણા અને મકાઈના દાણા તૈયાર કરો અને સાથે લીલા મરચા , આદ્દું ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ કે સુધારી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
હવે સોજી બરોબર પલાળી લીધા બાદ એમાં છીણેલા ગાજર, દૂધી, બીટ, વટાણા, મકાઈના દાણા, અધ કચરા સિંગદાણા, લીલા મરચા સુધારેલ, લસણ ની પેસ્ટ, આદુની પેસ્ટ, ખાંડ, લીલા ધાણા સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિકસ કરી લ્યો. અને એમાંથી સરખા બે ત્રણ ભાગ કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં પ ચમચી રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડાના પાંદ અને સફેદ તલ નાખો. હવે એમાં એક ભાગ મિશ્રણ માં પા ચમચી થી થોડો વધુ ઈનો નાખી મિક્સ કરી કડાઈમાં નાખો અને ઢાંકી પાંચ સાત મિનીટ ધીમા તાપે ચડાવી લ્યો.
સાત મિનીટ પછી તાવીથા થી ઉથલાવી બીજી બાજુ પણ બે ચાર મિનીટ શેકી લ્યો આમ બને બાજુ બરોબર શેકાઈ જાય એટલે ઉતારી લઇ ફરી બીજા નાના હાંડવા બનાવી લ્યો અને તૈયાર હાંડવા ને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો તો તૈયાર છે ઇન્સ્ટન્ટ રવા હાંડવો.
અહી તમને જે પસંદ હોય એ શાક નો ઉપયોગ કરી શકો છો.
જો લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
અહી તમે એક સાથે હાંડવા ટ્રે માં પણ હાંડવો બનાવી શકો છો.
ઇન્સ્ટન્ટ રવા હાંડવો બનાવવાની રીત

Instant Rava Handvo banavani rit | ઇન્સ્ટન્ટ રવા હાંડવો બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
- 1 છીણી
Ingredients
- 1 કપ સોજી
- 3-4 ચમચી બેસન
- ½ કપ દહીં
- 1 છીણેલ ગાજર
- ½ છીણેલ બીટ
- ¼ કપ છીણેલ દુધી
- ¼ કપ વટાણા
- 3-4 ચમચી મકાઈના દાણા
- 1 ચમચી આદુ પેસ્ટ
- 2-3 ઝીણા સુધારેલ લીલા મરચા
- 2 ચમચી લસણ સુધારેલ
- 2-3 ચમચી સિંગદાણા ક્રશ કરેલ
- 1 ચમચી બેકિંગ સોડા / ઈનો
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
- 1 ચમચી જીરું
- 1 ચમચી ખાંડ
- 1 ચમચી રાઈ 1
- 2 ચમચી સફેદ તલ
- ¼ ચમચી હિંગ
- 5-7 મીઠા લીમડાના પાંદ
- તેલ જરૂર મુજબ
- ¼ કપ પાણી
Instructions
Instant Rava Handvo banavani rit
- ઇન્સ્ટન્ટ રવા હાંડવો બનાવવા સૌથી પહેલા એક વાસણમાં સોજી અને બેસન લ્યો અને એમાં દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી ઢાંકી દસ થી પંદર મિનીટ એક બાજુ મુકો. સોજી પલળે ત્યાં સુંધી દુધી , ગાજર અને બીટ ને છોલી સાફ કરી ધોઈ લ્યો અને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ વટાણા અને મકાઈના દાણા તૈયાર કરો અને સાથે લીલા મરચા , આદ્દું ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ કે સુધારી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
- હવે સોજી બરોબર પલાળી લીધા બાદ એમાં છીણેલા ગાજર, દૂધી, બીટ, વટાણા, મકાઈના દાણા, અધ કચરા સિંગદાણા, લીલા મરચા સુધારેલ, લસણ ની પેસ્ટ, આદુની પેસ્ટ, ખાંડ, લીલા ધાણા સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિકસ કરી લ્યો. અને એમાંથી સરખા બે ત્રણ ભાગ કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં પ ચમચી રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડાના પાંદ અને સફેદ તલ નાખો. હવે એમાં એક ભાગ મિશ્રણ માં પા ચમચી થી થોડો વધુ ઈનો નાખી મિક્સ કરી કડાઈમાં નાખો અને ઢાંકી પાંચ સાત મિનીટ ધીમા તાપે ચડાવી લ્યો.
- સાત મિનીટ પછી તાવીથા થી ઉથલાવી બીજી બાજુ પણ બે ચાર મિનીટ શેકી લ્યો આમ બને બાજુ બરોબર શેકાઈ જાય એટલે ઉતારી લઇ ફરી બીજા નાના હાંડવા બનાવી લ્યો અને તૈયાર હાંડવા ને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો તો તૈયાર છે ઇન્સ્ટન્ટ રવા હાંડવો.
Notes
- અહી તમને જે પસંદ હોય એ શાક નો ઉપયોગ કરી શકો છો.
- જો લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
- અહી તમે એક સાથે હાંડવા ટ્રે માં પણ હાંડવો બનાવી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Thecha parotha: ઠેંચા પરોઠા બનાવવાની રેસીપી
Shekeli chhaliyadar | શેકેલી છડિયા દાળ
Bateka na farali papad | બટેકા ના ફરાળી પાપડ
Broccoli Malai Tikka recipe | બ્રોકલી મલાઈ ટીકા ની રેસીપી
puff banavani rit | પફ બનાવવાની રીત
chokha na lot ni chakri | ચોખા ના લોટ ની ચકરી