Home Nasta Thecha parotha: ઠેંચા પરોઠા બનાવવાની રેસીપી

Thecha parotha: ઠેંચા પરોઠા બનાવવાની રેસીપી

0

મિત્રો પરોઠા એ પંજાબીઓ ની પસંદ છે અને ઠેંચો એ મહારાષ્ટ્ર ની પણ આજ આપણે એ બને ને ભેગા કરી ને બધાને પસંદ આવશે એવા સ્ટફિંગ પરોઠા બનાવશું. જેને તમે સવાર કે સાંજ ના નાસ્તામાં બનાવી શકો છો. તો ચાલો Thecha parotha – ઠેંચા પરોઠા બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • ઘઉંનો લોટ 2 કપ
  • સિંગદાણા ½ કપ
  • લીલા મરચા 15-20
  • લસણ ની કણી 25-30
  • લીલા ધાણા સુધારેલ 1 કપ
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Thecha parotha stuffing and lot bandhvani rit

ઠેંચા પરોઠા બનાવવા સૌથી પહેલા કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને એમાં સ્વાદ મુજબ મીઠું અને એક થી બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ પાણી નથી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટને એક બાજુ મુકો. હવે લીલા ધાણા સાફ કરી સુધારી ધોઈ નીતારી લ્યો અને લીલા મરચા ને પણ ધોઈ કટકા કરી લ્યો ત્યાર બાદ લસણ ની કણી ફોલી તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં બે ચાર ચમચી તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ અને સિંગદાણા નાખી સિંગદાણા ને હલાવતા રહી બે ચાર મિનીટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મરચા ને શેકો. મરચા શેકાવવા લાગે એટલે એમાં લસણ ની કણી નાખી બધી સામગ્રી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકો. ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી બે મિનીટ શેકી લ્યો.

બધી સામગ્રી ગોલ્ડન થવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી નાખી સામગ્રી ને થોડી ઠંડી થવા દયો. સામગ્રી ઠંડી થાય ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પ્લસ મોડમાં દર્દરા પીસી લઇ ઠેંચો તૈયાર કરી લ્યો.

Thecha parotha banavani recipe

સૌથી પહેલા બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લઇ લુવા બનાવી લ્યો. હવે એક લુવો લઇ કોરા લોટ ની મદદથી રોટલી બનાવી લ્યો ત્યાર બાદ એમાં પ ચમચી જેટલું તેલ લગાવી થોડો કોરો લોટ છાંટી  એમાં તૈયાર કરેલ ઠેંચા મૂકી રોટલી પર ફેલાવી દયો.

હવે તૈયાર રોટલી ને ઝીક ઝેક અથવા ચાકુ થી કાપી એક એક પર મૂકી રોલ બનાવી ફરી લુવો બનાવો અને કોરા લોટ ની મદદથી વણી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો. તવી ગરમ થાય એટલે વણેલી પરોઠા ને નાખી બને બાજુ થોડા ય્હોડા સેકી લ્યો ત્યાર બાદ તેલ લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો.

આમ બધા જ પરોઠા તૈયાર કરી શેકી પરોઠા તૈયાર કરી લ્યો અને તૈયાર પરોથાને ચટણી સોસ કે દહીં સહે સર્વ કરો. તો તૈયાર છે ઠેંચા પરોઠા.

ઠેંચા પરોઠા બનાવવાની રેસીપી

Thecha parotha - ઠેંચા પરોઠા

Thecha parotha: ઠેંચા પરોઠા બનાવવાની રેસીપી

મિત્રો પરોઠા એ પંજાબીઓ ની પસંદ છે અને ઠેંચો એ મહારાષ્ટ્ર નીપણ આજ આપણે એ બને ને ભેગા કરી ને બધાને પસંદ આવશે એવા સ્ટફિંગ પરોઠા બનાવશું. જેને તમે સવાર કે સાંજ ના નાસ્તામાં બનાવી શકો છો. તો ચાલો Thecha parotha – ઠેંચા પરોઠા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી
  • 1 કડાઈ

Ingredients

  • 2 કપ ઘઉંનો લોટ
  • ½ કપ સિંગદાણા
  • 15-20 લીલા મરચા
  • 25-30 લસણ ની કણી
  • 1 કપ લીલા ધાણા સુધારેલ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

Thecha parotha stuffing and lot bandhvani rit

  • ઠેંચા પરોઠા બનાવવા સૌથી પહેલા કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને એમાં સ્વાદ મુજબ મીઠું અને એક થી બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ પાણી નથી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટને એક બાજુ મુકો. હવે લીલા ધાણા સાફ કરી સુધારી ધોઈ નીતારી લ્યો અને લીલા મરચા ને પણ ધોઈ કટકા કરી લ્યો ત્યાર બાદ લસણ ની કણી ફોલી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં બે ચાર ચમચી તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ અને સિંગદાણા નાખી સિંગદાણા ને હલાવતા રહી બે ચાર મિનીટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મરચા ને શેકો. મરચા શેકાવવા લાગે એટલે એમાં લસણ ની કણી નાખી બધી સામગ્રી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકો. ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી બે મિનીટ શેકી લ્યો.
  • બધી સામગ્રી ગોલ્ડન થવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી નાખી સામગ્રી ને થોડી ઠંડી થવા દયો. સામગ્રી ઠંડી થાય ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પ્લસ મોડમાં દર્દરા પીસી લઇ ઠેંચો તૈયાર કરી લ્યો.

Thecha parotha banavani recipe

  • સૌથી પહેલા બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લઇ લુવા બનાવી લ્યો. હવે એક લુવો લઇ કોરા લોટ ની મદદથી રોટલી બનાવી લ્યો ત્યાર બાદ એમાં પ ચમચી જેટલું તેલ લગાવી થોડો કોરો લોટ છાંટી એમાં તૈયાર કરેલ ઠેંચા મૂકી રોટલી પર ફેલાવી દયો.
  • હવે તૈયાર રોટલી ને ઝીક ઝેક અથવા ચાકુ થી કાપી એક એક પર મૂકી રોલ બનાવી ફરી લુવો બનાવો અને કોરા લોટ ની મદદથી વણી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો. તવી ગરમ થાય એટલે વણેલી પરોઠા ને નાખી બને બાજુ થોડા ય્હોડા સેકી લ્યો ત્યાર બાદ તેલ લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. આમ બધા જ પરોઠા તૈયાર કરી શેકી પરોઠા તૈયાર કરી લ્યો અને તૈયાર પરોથાને ચટણી સોસ કે દહીં સહે સર્વ કરો. તો તૈયાર છે ઠેંચા પરોઠા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version