Home Dessert & Drinks Khand gol vagar farali cake | ખાંડ ગોળ વગર ફરાળી કેક બનાવવાની...

Khand gol vagar farali cake | ખાંડ ગોળ વગર ફરાળી કેક બનાવવાની રીત

0
Image credit – Youtube/Sattvik Kitchen

આ કેક તમે વ્રત ઉપવાસમાં, ભગવાન ના જન્મોત્સવ કે પછી કોઈ નો જન્મદિવસ કે વર્ષગાંઠ આવતી હોય અને એની ઉજવણી કરવા માંગતા હોય તો આ કેક બનાવી તમે ઉજવણી કરી શકો છો. બનાવવામાં ખૂબ સરળ અને ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચાલો Khand gol vagar farali cake – ખાંડ ગોળ વગર ફરાળી કેક બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • ફરાળી લોટ 1 ½ કપ
  • તેલ ⅓ કપ
  • કેળા 2-3
  • બીજ કાઢેલ ખજૂર 1 કપ
  • ગરમ દૂધ ½ કપ + 4 -5 ચમચી
  • તજ નો પાઉડર 1 ચમચી
  • બેકિંગ સોડા 1 ½ ચમચી
  • કાજુ, બાદમ, પીસ્તા , અખરોટ ની કતરણ ¼ કપ

Khand gol vagar farali cake banavani rit

ખાંડ ગોળ વગર ફરાળી કેક બનાવવા સૌપ્રથમ ખજૂર લઈ એના ઠળીયા અલગ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ ગરમ દૂધ નાખી મિક્સ કરી ઢાંકી અડધા કલાક માટે એક બાજુ મૂકો. અડધા કલાક પછી ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં મીઠું કે રેતી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો. અથવા જો ઓવેન માં કેક બનાવવા ના હો તો 180 ડિગ્રી પર ઓવેન ને પ્રિ હિટ કરવા મૂકો. અને મોલ્ડ ને ઘી કે તેલ થી ગ્રીસ કરી તૈયાર કરો એક બાજુ મૂકો.

હવે પલાળેલા ખજૂર ને મિક્સર જારમાં નાખો સાથે ને થી ત્રણ કેળા ને છોલી સાફ કરી કટકા કરી મિક્સર જારમાં નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી પીસી સ્મુથ પેસ્ટ બનાવી લ્યો. તૈયાર પેસ્ટ ને એક તપેલીમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં તેલ  / પિગડેલું ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચારણી માં ફરાળી લોટ, બેકિંગ સોડા અને તજ નો પાઉડર નાખી ચાળી લોટ ને તૈયાર કરેલ પેસ્ટ માં નાખો.

હવે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાર પાંચ ચમચી દૂધ ( અથવા મિશ્રણ ને થોડું ઢીલું કરવા જરૂર લાગે એટલું દૂધ નાખી મિક્સ કરી લ્યો ) અને ડ્રાય ફ્રુટ જે સુધારી રાખેલ હતા એમાં થી બે ત્રણ ચમચી અલગ કાઢી બાકી ના મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો.

તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખો ઉપર એક બાજુ મૂકેલા ડ્રાય ફ્રુટ ના કટકા છાંટો અને એક બે વખત થપ થપાવી લ્યો અને પ્રિ હોય કરેલ કડાઈ / ઓવેન માં મૂકી ધીમા તાપે ત્રીસ થી ચાલીસ મિનિટ બેક કરો. ત્રીસ મિનિટ પછી કેક ને એક વખત ચેક કરો જો જરૂર લાગે તો બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. કેક બરોબર બેક થઈ જાય એટલે બહાર કાઢી ઠંડો થવા દયો.

કેક બિલકુલ ઠંડો થઈ જાય એટલે ચાકુથી મોલ્ડ ની કિનારી અલગ કરી ઉપર બીજી પ્લેટ મૂકી મોલ્ડ ઊંધો કરી કેક ને ડી મોલ્ડ કરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે ખાંડ કે ગોળ વગર ફરાળી કેક.

Farali cake recipe notes

  • ડ્રાય ફ્રુટ તમે તમારી પસંદ માં વાપરી શકો છો.
  • બેકિંગ સોડા ની જગ્યાએ સાદો ઈનો પણ વાપરી શકો છો.
  • મીઠાસ માટે ખજૂર કે કેળા ની માત્રા વધુ ઓછી કરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ખાંડ ગોળ વગર ફરાળી કેક બનાવવાની રીત

Khand gol vagar farali cake - ખાંડ ગોળ વગર ફરાળી કેક

Khand gol vagar farali cake banavani rit

આ કેક તમે વ્રત ઉપવાસમાં, ભગવાન ના જન્મોત્સવ કે પછી કોઈ નો જન્મદિવસ કે વર્ષગાંઠ આવતી હોય અને એની ઉજવણી કરવા માંગતા હોય તો આ કેકબનાવી તમે ઉજવણી કરી શકો છો. બનાવવામાંખૂબ સરળ અને ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચાલો Khand gol vagar farali cake – ખાંડ ગોળ વગર ફરાળી કેક બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 40 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 મિક્સર
  • 1 મોલ્ડ

Ingredients

Ingredients list

  • 1 ½ કપ ફરાળી લોટ
  • કપ તેલ
  • 2-3 કેળા
  • 1 કપ બીજ કાઢેલ ખજૂર
  • ½ કપ ગરમ દૂધ + 4 -5 ચમચી
  • 1 ચમચી તજ નો પાઉડર
  • ચમચી બેકિંગ સોડા
  • ¼ કપ કાજુ બાદમ, પીસ્તા , અખરોટ ની કતરણ

Instructions

Khand gol vagar farali cake banavani rit

  • ખાંડ ગોળ વગર ફરાળી કેક બનાવવા સૌપ્રથમ ખજૂર લઈ એના ઠળીયા અલગ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ ગરમ દૂધ નાખી મિક્સ કરી ઢાંકી અડધા કલાક માટે એક બાજુ મૂકો. અડધા કલાક પછી ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં મીઠું કે રેતી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો. અથવા જો ઓવેન માં કેક બનાવવા ના હો તો 180 ડિગ્રી પર ઓવેન ને પ્રિ હિટ કરવા મૂકો. અને મોલ્ડ ને ઘી કે તેલ થી ગ્રીસ કરી તૈયાર કરો એક બાજુ મૂકો.
  • હવે પલાળેલા ખજૂર ને મિક્સર જારમાં નાખો સાથે ને થી ત્રણ કેળા ને છોલી સાફ કરી કટકા કરી મિક્સર જારમાં નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી પીસી સ્મુથ પેસ્ટ બનાવી લ્યો. તૈયાર પેસ્ટ ને એક તપેલીમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં તેલ / પિગડેલું ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચારણી માં ફરાળી લોટ, બેકિંગ સોડા અને તજ નો પાઉડર નાખી ચાળી લોટ ને તૈયાર કરેલ પેસ્ટ માં નાખો.
  • હવે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાર પાંચ ચમચી દૂધ ( અથવા મિશ્રણ ને થોડું ઢીલું કરવા જરૂર લાગે એટલું દૂધ નાખી મિક્સ કરી લ્યો ) અને ડ્રાય ફ્રુટ જે સુધારી રાખેલ હતા એમાં થી બે ત્રણ ચમચી અલગ કાઢી બાકી ના મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખો ઉપર એક બાજુ મૂકેલા ડ્રાય ફ્રુટ ના કટકા છાંટો અને એક બે વખત થપ થપાવી લ્યો અને પ્રિ હોય કરેલ કડાઈ / ઓવેન માં મૂકી ધીમા તાપે ત્રીસ થી ચાલીસ મિનિટ બેક કરો. ત્રીસ મિનિટ પછી કેક ને એક વખત ચેક કરો જો જરૂર લાગે તો બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. કેક બરોબર બેક થઈ જાય એટલે બહાર કાઢી ઠંડો થવા દયો.
  • કેક બિલકુલ ઠંડો થઈ જાય એટલે ચાકુથી મોલ્ડ ની કિનારી અલગ કરી ઉપર બીજી પ્લેટ મૂકી મોલ્ડ ઊંધો કરી કેક ને ડી મોલ્ડ કરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે ખાંડ કે ગોળ વગર ફરાળી કેક.

Farali cake recipe notes

  • ડ્રાય ફ્રુટ તમે તમારી પસંદ માં વાપરી શકો છો.
  • બેકિંગ સોડા ની જગ્યાએ સાદો ઈનો પણ વાપરી શકો છો.
  • મીઠાસ માટે ખજૂર કે કેળા ની માત્રા વધુ ઓછી કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version