જય શ્રી કૃષ્ણ આજ આપણે પ્રોટીનથી ભરપૂર કાબુલી ચણા નું સલાડ બનાવવાની રીત શીખીશું. આ સલાડ ડાયટ કરતા લોકો પણ ખાઇ શકે છે અને આ સલાડ ને તમે આ સલાડ ને નાની મોટી પાર્ટી માં પણ સર્વ કરી શકો છો. ખાવા માં ટેસ્ટી અને સ્વાસ્થ માટે પણ ખૂબ ફાયદાકારક છે તો ચાલો Kabuli chana nu salad શીખીએ.
Ingredients
- પાન કોબી 100 ગ્રામ
- કેપ્સિકમ 50 ગ્રામ
- લાલ ઘંટડીના પાન
- ગાજર 1
- કાકડી 1
- પનીર 100 ગ્રામ
- બાફેલી બ્રોકોલી 100 ગ્રામ
- બાફેલી સ્વીટ કોર્ન ½ કપ
- ઘી 2 ચમચી
- બાફેલા કાબુલી ચણા 2 કપ
- મરીનો પાઉડર ¼ ચમચી
- શેકેલા જીરાનો પાઉડર 1 ચમચી
- ચાટ મસાલો ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
- અખરોટ 5- 7
ડ્રેસિંગ માટેની સામગ્રી
- તાજું દહીં ½ કપ
- શેઝવાન ચટણી 2 ચમચી
- મધ 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Kabuli chana nu salad banavani recipe
કાબુલી ચણા નું સલાડ બનાવવા સૌપ્રથમ કાબુલી ચણા ને ધોઈ સાફ કરી આઠ દસ કલાક પલાળી લ્યો ત્યારબાદ કુકર માં નાખી બાફી લ્યો અને કુકર ઠંડુ થાય એટલે ચારણીમાં કાઢી લ્યો. અને બીજા શાક પાનકોબી, ગાજર, કેપ્સીકમ ને ઝીણા સુધારી લ્યો અને બ્રોકલી, મકાઈ ને બાફી તૈયાર કરી લ્યો. અને પનીર ન પણ કટકા કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં બાફેલા કાબુલી ચણા, પનીર ના કટકા નાખી બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, શકેલ જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બીજી બે મિનિટ શેકી લઈ ગેસ બંધ કરી એક બાજુ મૂકો.
હવે એક વાટકા માં દહીં, સેઝવાન સોસ, મધ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે એક મોટા વાસણમાં સુધારેલ ગાજર, કેપ્સીકમ, પાનકોબી, બાફેલા મકાઈ, બ્રોકલી નાખો સાથે શેકી રાખેલ પનીર અને કબૂલી ચણા નાખો અને દહીં વાળું મિશ્રણ નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી મજા લ્યો. તો તૈયાર છે પ્રોટીનથી ભરપૂર કાબુલી ચણા નું સલાડ.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
કાબુલી ચણા નું સલાડ બનાવવાની રેસીપી

Kabuli chana nu salad banavani recipe
Equipment
- 1 મોટું વાસણ
- 1 કડાઈ
Ingredients
- 100 ગ્રામ પાન કોબી
- 50 ગ્રામ કેપ્સિકમ
- લાલ ઘંટડીના પાન
- 1 ગાજર
- 1 કાકડી
- 100 ગ્રામ પનીર
- 100 ગ્રામ બાફેલી બ્રોકોલી
- ½ કપ બાફેલી સ્વીટ કોર્ન
- 2 ચમચી ઘી
- 2 કપ બાફેલા કાબુલી ચણા
- ¼ ચમચી મરીનો પાઉડર
- 1 ચમચી શેકેલા જીરાનો પાઉડર
- ½ ચમચી ચાટ મસાલો
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
- 3- 4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 5- 7 અખરોટ
ડ્રેસિંગ માટેની સામગ્રી
- ½ કપ તાજું દહીં
- 2 ચમચી શેઝવાન ચટણી
- 1 ચમચી મધ
- 1 ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Kabuli chana nu salad banavani recipe
- કાબુલી ચણા નું સલાડ બનાવવા સૌપ્રથમ કાબુલી ચણા ને ધોઈ સાફ કરી આઠ દસ કલાક પલાળી લ્યો ત્યારબાદ કુકર માં નાખી બાફી લ્યો અને કુકર ઠંડુ થાય એટલે ચારણીમાં કાઢી લ્યો. અને બીજા શાક પાનકોબી, ગાજર, કેપ્સીકમ ને ઝીણા સુધારી લ્યો અને બ્રોકલી, મકાઈ ને બાફી તૈયાર કરી લ્યો. અને પનીર ન પણ કટકા કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં બાફેલા કાબુલી ચણા, પનીર ના કટકા નાખી બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, શકેલ જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બીજી બે મિનિટ શેકી લઈ ગેસ બંધ કરી એક બાજુ મૂકો.
- હવે એક વાટકા માં દહીં, સેઝવાન સોસ, મધ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે એક મોટા વાસણમાં સુધારેલ ગાજર, કેપ્સીકમ, પાનકોબી, બાફેલા મકાઈ, બ્રોકલી નાખો સાથે શેકી રાખેલ પનીર અને કબૂલી ચણા નાખો અને દહીં વાળું મિશ્રણ નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી મજા લ્યો. તો તૈયાર છે પ્રોટીનથી ભરપૂર કાબુલી ચણા નું સલાડ.
Notes
- અહીં તમારા પાસે જે શાક હોય એ વાપરી શકો છો અથવા તમને જે પસંદ હોય એ શાક વાપરી શકો છો.
- દહીં મારું અને ઘટ્ટ લેવું.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Besan ane maggi na pen cake banavani recipe | બેસન અને મેગી ના પેન કેક બનાવવાની રેસીપી
sev khamani | સેવ ખમણી બનાવવાની રીત
papdi no lot banavani rit | પાપડી નો લોટ બનાવવાની રીત
vanela gathiya recipe | વણેલા ગાઠીયા
Bread samosa banavani rit | બ્રેડ સમોસા બનાવવાની રીત