Home Dessert & Drinks Khajur barfi : ખજૂર બરફી બનાવવાની રેસીપી

Khajur barfi : ખજૂર બરફી બનાવવાની રેસીપી

0
Image credit – Youtube/Krishna's Cuisine

અત્યાર સુંધી આપણે ઘણી અલગ અલગ બરફી બનાવી ને મજા લીધી છે પણ આજ આપણે કોઈ ખાંડ, ગોળ કે બીજી મીઠાસ નો ઉપયોગ કર્યા વગર ખૂબ ટેસ્ટી અને નેચરલ ખજૂર ની મીઠાસ થી ખજૂર બરફી તૈયાર કરીશું જે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી બનશે અને એક વખત બનાવી લાંબા સમય સુંધી ખાઈ શકો છો અને ભગવાન ને ભોગ માં પણ ધરાવી શકો છો. તો ચાલો Khajur barfi ni recipes શીખીએ.

ખજૂર બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • છીણેલું નારિયેળ 1 કપ
  • ખજૂર 500 ગ્રામ
  • ઝીણા સમારેલા કાજુ ના કટકા ¼ કપ
  • ઝીણા સમારેલ બદામ ના કટકા ¼ કપ
  • પમકીનસિડ / કોળા ના બીજ 2-3 ચમચી
  • ઝીણા પિસ્તા ના કટકા ¼ કપ
  • એલચી પાઉડર ½ ચમચી
  • સૂંઠ પાઉડર 1 ચમચી
  • ઘી 2-3 ચમચી
  • સૂકા ગુલાબની પાંખડી 1 ચમચી
  • પિસ્તા ની કતરણ 1 ચમચી
  • સૂકા નારિયળ નું છીણ 1 ચમચી

Khajur barfi ni recipes

ખજૂર બરફી બનાવવા સૌપ્રથમ ખજૂર ના બીજ અને ટોપી કાઢી અલગ કરી લ્યો અને કટકા કરી લ્યો. હવે ખજૂર ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો. હવે મોલ્ડ માં કે થાળી માં ઘી લગાવી ગ્રીસ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં સૂકા નારિયળ નું છીણ નાંખી ધીમા તાપે હલાવતા રહો અને થોડા ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને શેકેલ નારિયળ ને એક વાસણમાં કાઢી લ્યો.

હવે એજ કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી લ્યો ત્યાર બાદ એમાં બદામ ના કટકા, કાજુના કટકા અને પિસ્તા ના કટકા નાખી હલાવતા રહો અને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો અને ત્યાર બાદ એમાં પમકીન સિડ નાખી શેકી લ્યો અને શેકલા ડ્રાય ફ્રુટ ને બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે ગેસ પર એજ કડાઈમાં ઘી નાખી ને ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા ખજૂર નાખો અને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો અને ધીમા તાપે હલાવો અને ખજૂર નરમ થાય ત્યાં સુંધી હલાવો અને ખજૂર નરમ થાય એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ અને શેકેલ નારિયળ, સૂંઠ પાઉડર અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ખજૂર નું મિશ્રણ ડ્રાય ફ્રુટ સાથે બરોબર મિક્સ કરી લીધા બાદ ગેસ બંધ કરી નાખો અને ગ્રીસ કરેલ થાળી કે મોલ્ડ ના નાખીને એક સરખા ફેલાવી લ્યો અને ઉપર સૂકા ગુલાબ ની પાંદડી, પીસ્તા ની કતરણ, સૂકા નારિયળ નું છીણ છાંટો અને ફરી થોડા દબાવી ને સેટ કરી લ્યો.

બરફી બરોબર ઠંડી થાય એટલે ચાકુ થી કાપી કટકા કરી લ્યો અને ડબ્બામાં ભરી લ્યો અને ભગવાન ને ભોગ ધરાવી મજા લ્યો ખજૂર બરફી.

Khajur barfi notes

  • તમને બીજા ડ્રાય ફ્રુટ પસંદ હોય તો એ પણ શેકી ને નાખી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ખજૂર બરફી ની રેસીપી

ખજૂર બરફી - Khajur barfi - ખજૂર બરફી ની રેસીપી - Khajur barfi ni recipe

Khajur barfi ni recipe

અત્યાર સુંધી આપણે ઘણી અલગ અલગ બરફી બનાવી ને મજા લીધીછે પણ આજ આપણે કોઈ ખાંડ, ગોળ કે બીજી મીઠાસ નો ઉપયોગ કર્યાવગર ખૂબ ટેસ્ટી અને નેચરલ ખજૂર ની મીઠાસ થી ખજૂર બરફી તૈયાર કરીશું જે સ્વાદિષ્ટ નીસાથે હેલ્થી બનશે અને એક વખત બનાવી લાંબા સમય સુંધી ખાઈ શકો છો અને ભગવાન ને ભોગ માંપણ ધરાવી શકો છો. તો ચાલો Khajur barfi ni recipe શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 700 ગ્રામ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ખજૂર બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ છીણેલું નારિયેળ
  • 500 ગ્રામ ખજૂર
  • ¼ કપ ઝીણા સમારેલા કાજુ ના કટકા
  • ¼ કપ ઝીણા સમારેલ બદામ ના કટકા
  • 2-3 ચમચી પમકીનસિડ / કોળા ના બીજ
  • ¼ કપ ઝીણા પિસ્તા ના કટકા
  • ½ ચમચી એલચી પાઉડર
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • 2-3 ચમચી ઘી
  • 1 ચમચી સૂકા ગુલાબની પાંખડી
  • 1 ચમચી પિસ્તા ની કતરણ
  • 1 ચમચી સૂકા નારિયળ નું છીણ

Instructions

Khajur barfi ni recipe

  • ખજૂર બરફી બનાવવા સૌપ્રથમ ખજૂર ના બીજ અને ટોપી કાઢી અલગ કરી લ્યો અને કટકા કરી લ્યો. હવે ખજૂર ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો. હવે મોલ્ડ માં કે થાળી માં ઘી લગાવી ગ્રીસ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં સૂકા નારિયળ નું છીણ નાંખી ધીમા તાપે હલાવતા રહો અને થોડા ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને શેકેલ નારિયળ ને એક વાસણમાં કાઢી લ્યો.
  • હવે એજ કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી લ્યો ત્યાર બાદ એમાં બદામ ના કટકા, કાજુના કટકા અને પિસ્તા ના કટકા નાખી હલાવતા રહો અને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો અને ત્યાર બાદ એમાં પમકીન સિડ નાખી શેકી લ્યો અને શેકલા ડ્રાય ફ્રુટ ને બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે ગેસ પર એજ કડાઈમાં ઘી નાખી ને ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા ખજૂર નાખો અને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો અને ધીમા તાપે હલાવો અને ખજૂર નરમ થાય ત્યાં સુંધી હલાવો અને ખજૂર નરમ થાય એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ અને શેકેલ નારિયળ, સૂંઠ પાઉડર અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ખજૂર નું મિશ્રણ ડ્રાય ફ્રુટ સાથે બરોબર મિક્સ કરી લીધા બાદ ગેસ બંધ કરી નાખો અને ગ્રીસ કરેલ થાળી કે મોલ્ડ ના નાખીને એક સરખા ફેલાવી લ્યો અને ઉપર સૂકા ગુલાબ ની પાંદડી, પીસ્તા ની કતરણ, સૂકા નારિયળ નું છીણ છાંટો અને ફરી થોડા દબાવી ને સેટ કરી લ્યો.
  • બરફી બરોબર ઠંડી થાય એટલે ચાકુ થી કાપી કટકા કરી લ્યો અને ડબ્બામાં ભરી લ્યો અને ભગવાન ને ભોગ ધરાવી મજા લ્યો ખજૂર બરફી.

Khajur barfi notes

  • તમને બીજા ડ્રાય ફ્રુટ પસંદ હોય તો એ પણ શેકી ને નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version