આજ આપણે લસુની ચેવડો બનાવવાની રીત શીખીશું. આ ચેવડો લસણ ના સ્વાદ વાળો હોવાથી બીજા ચેવડા થી અલગ અને ટેસ્ટી લાગશે. આ ચેવડો એક જ લોટ બાંધી એમાંથી અલગ અલગ આકારની સેવ પાપડી બનાવી તૈયાર થાય છે જેથી બનાવવા માં પણ ખૂબ સરળ છે તો ચાલો lasuni chevdo banavani rit શીખીએ.
લસુની ચેવડો બનાવવા જરૂરી સામગ્રી
- બેસન 2 કપ
- લાલ મરચાનો પાઉડર 1 +1 ચમચી
- હળદર ½ ચમચી
- બેકિંગ સોડા 1-2 ચપટી
- લસણ નું પાણી 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- સીંગદાણા 100 ગ્રામ
- દાળિયા દાળ ½ કપ
- મીઠા લીમડા ના પાંદ ½ કપ
- લસણ ની કણી 10-15
- સંચળ ½ ચમચી
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
lasuni chevdo banavani rit
લસુની ચેવડો બનાવવા સૌપ્રથમ લસણની આઠ દસ કણી લઈ બે ત્રણ ચમચી પાણી નાખી પીસી લ્યો ત્યાર બાદ ગરણી થી ગાળી પાણી અલગ કરી એક બાજુ મૂકો. હવે કથરોટ માં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, બેકિંગ સોડા ત્રણ થી ચાર ચમચી તેલ અને લસણ નું પાણી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં થોડું થોડું કરી પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને થોડી વાર મસળી લ્યો ત્યાં બાદ એક ચમચી તેલ નાખી મસળી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ બનાવવા ના મશીન માં સેવ ની પ્લેટ મૂકી તેલ લગાવી બાંધેલા લોટ માંથી ચોથો ભાગ સંચા માં નાખી બંધ કરી લ્યો.
ત્યારબાદ તેલ ગરમ થાય એટલે એક થી બે વખત સંચા ને ફેરવી ને સેવ પાડી લ્યો ત્યાર બાદ એક મિનિટ તરી લ્યો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ તરી લ્યો આમ બને બાજુ બરોબર ચડી જાય એટલે તેલ માંથી કાઢી લ્યો. આમ બધી સેવ ને તરી લ્યો.
હવે પાપડી વાળી પ્લેટ મૂકી તેલ લગાવી લોટ નાખો અને બંધ કરો અને ગરમ તેલ માં ફેરવતા જઈ પાપડી પાડી લ્યો આમ બધી પાપડી ને પણ તરી ને તૈયાર કરી લ્યો હવે સંચા માં ગાંઠિયા વાળી પ્લેટ મૂકી એમાં લોટ નાખો અને બંધ કરી લ્યો અને ગરમ તેલ માં ગાંઠિયા પાડી લ્યો અને ગાંઠિયા ને પણ તરી લ્યો આમ ગાંઠિયા ને પણ તરી ને કાઢી લ્યો અને હાથ થી થોડા તોડી લ્યો.
પછી બાકી રહેલા લોટ માં થોડું થોડું પાણી નાખી બુંદી માટેનું મિશ્રણ તૈયાર કરી લ્યો અને કડાઈ ઉપર કાણા વાળો ઝારો મૂકી એમાંથી બુંદી નું મિશ્રણ નાખતા જઈ ગરમ તેલ માં બુંદી પાડી લ્યો અને બુંદી તરી લીધા બાદ એને પણ કાઢી લ્યો આમ બધી સામગ્રી ને તરી ને તૈયાર કરી લ્યો.
હવે સીંગદાણા ને ગરમ તેલ માં નાખો અને લાઈટ ગોલ્ડન તરી લ્યો અને અને તરેલ સીંગદાણા ને કાઢી લ્યો અને ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ નાખી એને પણ તરી લ્યો અને તરેલાં મીઠા લીમડા ના પાંદ ને કાઢી લ્યો. હવે દાળિયા દાળ ને નાખી એને તરી ને કાઢી લ્યો. અને ત્યાર બાદ લસણ ની કણી ફોતરા સાથે થોડા ફૂટી ને ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો અને ચેવડા માં નાખી દયો.
ત્યારબાદ એમાં સંચળ, હિંગ, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ઠંડા કરી લ્યો અને મજા લ્યો તો તૈયાર છે લસુની ચેવડો.
Chevda recipe notes
- અહી જો તમને તીખાશ વધારે પસંદ હોય તો લાલ મરચાનો નો પાઉડર વધુ ઓછો કરી શકો છો.
- જો તમારા પાસે પાપડ ખાર હોય તો એક બે ચપટી નાખી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
લસુની ચેવડો બનાવવાની રીત

lasuni chevdo banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 સંચો
Ingredients
લસુની ચેવડો બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ બેસન
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 1-2 ચપટી બેકિંગ સોડા
- 2-3 ચમચી લસણ નું પાણી
- મીઠું સ્વાદ મુજબ
- 100 ગ્રામ સીંગદાણા
- ½ કપ દાળિયા દાળ
- ½ કપ મીઠા લીમડા ના પાંદ
- 10-15 લસણ ની કણી
- ½ ચમચી સંચળ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
lasuni chevdo banavani rit
- લસુની ચેવડો બનાવવા સૌપ્રથમ લસણની આઠ દસ કણી લઈ બે ત્રણ ચમચી પાણી નાખી પીસી લ્યો ત્યાર બાદ ગરણી થી ગાળી પાણી અલગ કરી એક બાજુ મૂકો. હવે કથરોટ માં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, બેકિંગ સોડા ત્રણ થી ચાર ચમચી તેલ અને લસણ નું પાણી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં થોડું થોડું કરી પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને થોડી વાર મસળી લ્યો ત્યાં બાદ એક ચમચી તેલ નાખી મસળી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ બનાવવા ના મશીન માં સેવ ની પ્લેટ મૂકી તેલ લગાવી બાંધેલા લોટ માંથી ચોથો ભાગ સંચા માં નાખી બંધ કરી લ્યો.
- ત્યારબાદ તેલ ગરમ થાય એટલે એક થી બે વખત સંચા ને ફેરવી ને સેવ પાડી લ્યો ત્યાર બાદ એક મિનિટ તરી લ્યો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ તરી લ્યો આમ બને બાજુ બરોબર ચડી જાય એટલે તેલ માંથી કાઢી લ્યો. આમ બધી સેવ ને તરી લ્યો.
- હવે પાપડી વાળી પ્લેટ મૂકી તેલ લગાવી લોટ નાખો અને બંધ કરો અને ગરમ તેલ માં ફેરવતા જઈ પાપડી પાડી લ્યો આમ બધી પાપડી ને પણ તરી ને તૈયાર કરી લ્યો હવે સંચા માં ગાંઠિયા વાળી પ્લેટ મૂકી એમાં લોટ નાખો અને બંધ કરી લ્યો અને ગરમ તેલ માં ગાંઠિયા પાડી લ્યો અને ગાંઠિયા ને પણ તરી લ્યો આમ ગાંઠિયા ને પણ તરી ને કાઢી લ્યો અને હાથ થી થોડા તોડી લ્યો.
- પછી બાકી રહેલા લોટ માં થોડું થોડું પાણી નાખી બુંદી માટેનું મિશ્રણ તૈયાર કરી લ્યો અને કડાઈ ઉપર કાણા વાળો ઝારો મૂકી એમાંથી બુંદી નું મિશ્રણ નાખતા જઈ ગરમ તેલ માં બુંદી પાડી લ્યો અને બુંદી તરી લીધા બાદ એને પણ કાઢી લ્યો આમ બધી સામગ્રી ને તરી ને તૈયાર કરી લ્યો.
- હવે સીંગદાણા ને ગરમ તેલ માં નાખો અને લાઈટ ગોલ્ડન તરી લ્યો અને અને તરેલ સીંગદાણા ને કાઢી લ્યો અને ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ નાખી એને પણ તરી લ્યો અને તરેલાં મીઠા લીમડા ના પાંદ ને કાઢી લ્યો. હવે દાળિયા દાળ ને નાખી એને તરી ને કાઢી લ્યો. અને ત્યાર બાદ લસણ ની કણી ફોતરા સાથે થોડા ફૂટી ને ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો અને ચેવડા માં નાખી દયો.
- ત્યારબાદ એમાં સંચળ, હિંગ, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ઠંડા કરી લ્યો અને મજા લ્યો તો તૈયાર છે લસુની ચેવડો.
Chevda recipe notes
- અહી જો તમને તીખાશ વધારે પસંદ હોય તો લાલ મરચાનો નો પાઉડર વધુ ઓછો કરી શકો છો.
- જો તમારા પાસે પાપડ ખાર હોય તો એક બે ચપટી નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
બટાકા ના ગાંઠિયા | batata na gathiya banavani rit
ચોખા ના લોટ ની ચકરી | chokha na lot ni chakri | chokha na lot ni chakri recipe
નાનખટાઈ બનાવવાની રીત | nan khatai banavani rit
બેસની બનાવવાની રીત | Besni banavani rit
જૈન ખાખરા નો રજવાડી ચેવડો બનાવવાની રીત | Jain khakhra no rajwadi chevdo banavani rit
