જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મગ ની દાળ ના ભજીયા બનાવવાની રીત – Mag ni daal na bhajiya banavani rit શીખીશું, Please subscribe HomeCookingShow YouTube channel If you like the recipe , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સવારે કે સાંજે નાસ્તા માં મગ ની દાળ ના ભજીયા બનાવી શકાય છે. મગ ની દાળ ના ભજીયા ઉપર થી ક્રિસ્પી અને અંદર થી ખૂબ જ સોફ્ટ બને છે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Mag ni daal na bhajiya recipe in gujarati શીખીએ.
Mag ni daal na bhajiya ingredients
- મગ ની દાળ 1 કપ
- અડદ દાળ ¼ કપ
- ચોખા ¼ કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
- સ્વાદ પ્રમાણે મીઠું
- આદુ ની પેસ્ટ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- અજમો ¼ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
મગ ની દાળ ના ભજીયા બનાવવાની રીત
મગ ની દાળ ના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં મગ ની દાળ લ્યો. અહીંયા છીલકાં કાઢેલી મગ ની દાળ લેવી. જેને છડિયા દાળ પણ કહી શકાય.
તેમાં અડદ દાળ અને ચોખા નાખો. હવે તેને પાણી થી સરસ થી એક વાર ધોઈ દયો. હવે તેમાં પાણી નાખી બે કલાક માટે પલાળવા માટે રાખી દયો.
હવે બે કલાક પછી દાળ માંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે એક મિક્સર જારમાં પલાળી ને રાખેલી દાળ નાખો. હવે તેને સરસ થી પીસી લયો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા લીલાં મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, અજમો અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો, વડા ના મિશ્રણ ને સરસ થી ત્રણ થી ચાર મિનિટ સુધી હાથ થી હલાવી લ્યો. જેથી વડા સોફ્ટ બને.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં હાથ થી વડા નાખતા જાવ. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા વડા તળી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણા ટેસ્ટી મગ ની દાળ ના વડા. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ મગ ની દાળ ના ભજીયા ખાવાનો આનંદ માણો.
Mag ni daal na bhajiya banavani rit | Recipe Video
Youtube પર HomeCookingShow ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Mag ni daal na bhajiya recipe in gujarati
મગ ની દાળ ના ભજીયા બનાવવાની રીત | Mag ni daal na bhajiya banavani rit | Mag ni daal na bhajiya recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
Mag ni daal na bhajiya ingredients
- 1 કપ મગ ની દાળ
- ¼ કપ અડદ દાળ
- ¼ કપ ચોખા
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચમચી આદુ ની પેસ્ટ
- ¼ ચમચી હિંગ
- ¼ ચમચી અજમો
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
Instructions
Mag ni daal na bhajiya banavani rit
- મગ ની દાળ ના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં મગ ની દાળ લ્યો. અહીંયા છીલકાં કાઢેલી મગ નીદાળ લેવી. જેને છડિયા દાળ પણ કહી શકાય.
- તેમાં અડદ દાળ અને ચોખા નાખો. હવે તેને પાણી થી સરસ થી એક વાર ધોઈ દયો. હવે તેમાં પાણી નાખી બે કલાક માટે પલાળવા માટે રાખી દયો.
- હવે બે કલાક પછી દાળ માંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે એક મિક્સર જારમાં પલાળી ને રાખેલી દાળ નાખો. હવે તેને સરસ થી પીસી લયો. ત્યારબાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
- તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા લીલાં મરચાં,સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, અજમો અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો, વડા ના મિશ્રણ ને સરસ થીત્રણ થી ચાર મિનિટ સુધી હાથ થી હલાવી લ્યો. જેથી વડા સોફ્ટ બને.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં હાથ થી વડાનાખતા જાવ. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થીતળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા વડા તળી ને તૈયાર કરી લ્યો.
- તૈયાર છે આપણા ટેસ્ટી મગ ની દાળ ના વડા. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ મગ ની દાળ નાભજીયા ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કુરકુરી આલું ટીકી ચાટ બનાવવાની રીત | kurkuri aalo tiki chat banavani rit
રૂમાલી રોટી બનાવવાની રીત | Rumali roti banavani rit | Rumali roti recipe in gujarati
ગલકા મગદાળ નું શાક | Galka magdaal nu shaak banavani rit | Galka magdaal nu shaak recipe in gujarati
ટીંડોળા નું શાક | tindora nu shaak banavani rit | tindora nu shaak gujarati