જય શ્રી કૃષ્ણ આજ આપણે મિક્સ ડ્રાયફ્રુટ રોલ બનાવવાની રીત શીખીશું. આ મીઠાઈ તમે બજારમાં લેવા જશો તો ખૂબ મોંઘી મળશે પણ ઘરે તમે ખિ સરળ રીતે અને ખૂબ સસ્તી બનાવી ને તૈયાર કરી શકો છો. આ મીઠાઈ ખાવા માં જેટલી સ્વાદિષ્ટ લાગે છે એટલી જ હેલ્થી પણ છે અને શિયાળા દરમ્યાન તો આ મીઠાઈ Mix Dry Fruit roll ચોક્કસ ખાવી જોઈએ શરીર માં કહું તાકાત આવશે.
મિક્સ ડ્રાયફ્રુટ રોલ માટે ની સામગ્રી
- ઠરિયા વગર ની ખજૂર 500 ગ્રામ
- બદામ 100 ગ્રામ
- કાજુ 100 ગ્રામ
- સૂરજ મુખી બીજ 50 ગ્રામ
- કોળા ના બીજ / પમકીન બીજ 50 ગ્રામ
- અખરોટ 50 ગ્રામ
- અંજીર ના કટકા 50 ગ્રામ
- ખસખસ 50 ગ્રામ
- ઘી 3-4 ચમચી
- પિસ્તા ની કતરણ જરૂર મુજબ
મિક્સ ડ્રાયફ્રુટ રોલ બનાવવાની રીત
મિક્સ ડ્રાયફ્રુટ રોલ બનાવવા સૌથી પહેલા ખજૂર ના બીજ કાઢી ને કટકા કરી લ્યો અને મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં પીસી ને પલ્પ બનાવી લ્યો અને બધા ડ્રાય ફ્રુટ ના કટકા કરી તૈયાર કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં ઘી નાખી ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં બદામ ના કટકા, કાજુ ના કટકા, પીસ્તા ના કટકા, સૂરજ મુખી ના બીજ, કોળા ના બીજ, અખરોટ ના કટકા નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો.
બધા ડ્રાય ફ્રુટ લાઈટ ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી શેકેલ ડ્રાય ફ્રુટ ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરવા મૂકો. હવે ગરમ કડાઈમાં ખસખસ નાખી હલાવી ને બીજા વાટકામાં કાઢી લ્યો.
હવે કડાઈમાં ફરીથી એક બે ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે પીસેલી ખજૂર નાખી ને ધીમા તાપે હલાવતા રહો અને શેકતા રહો અને પાંચ સાત મિનિટ માં ખજૂર શેકીને સોફ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો.
હવે એમાં શેકેલ ડ્રાય ફ્રુટ ના કટકા અને અંજીર ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ને થોડો ઠંડુ થવા દયો. મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે બે કે ત્રણ ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ લ્યો અને એને દબાવી ને રોલ બનાવી લ્યો અને તૈયાર રોલ ને ખસખસ માં ફેરવી લ્યો અને ત્યાર બાદ બટર પેપર માં રોલ કરી ફ્રીઝ માં મૂકો.
આમ એક એક રોલ બનાવી તૈયાર કરી લ્યો અને ખસખસ લગાવી પેપર માં વિટી લ્યો અને ત્યાર બાદ ફ્રીઝ માં પંદર વીસ મિનિટ અથવા બહાર એક થી બે કલાક મૂકી રાખો ત્યાર બાદ રોલ માંથી નાની સાઇઝ ના કટકા કરી લ્યો અને ડબ્બા માં ભરી મજા લ્યો મિક્સ ડ્રાયફ્રુટ રોલ.
Mix Dry Fruit roll recipe notes
- ડ્રાય ફ્રુટ ને તમે ઘી વગર પણ શેકી શકો છો.
- ખજૂર ને તમે પાણીમાં પલાળી ને પીસી ને પલ્પ બનાવી મીઠાઈ તૈયાર કરી શકો છો. પણ જો તમે ખજૂર ને પલાળી ને બનાવો તો ખજૂર ને થોડી વધારે વખત શેકવા ની રહેશે.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Mix Dry Fruit roll banavani rit

Mix Dry Fruit roll banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
મિક્સ ડ્રાયફ્રુટ રોલ માટે ની સામગ્રી
- 500 ગ્રામ ઠરિયા વગર ની ખજૂર
- 100 ગ્રામ બદામ
- 100 ગ્રામ કાજુ
- 50 ગ્રામ સૂરજ મુખી બીજ
- 50 ગ્રામ કોળા ના બીજ / પમકીન બીજ
- 50 ગ્રામ અખરોટ
- 50 ગ્રામ અંજીર ના કટકા
- 50 ગ્રામ ખસખસ
- 3-4 ચમચી ઘી
- પિસ્તા ની કતરણ જરૂર મુજબ
Instructions
Mix Dry Fruit roll banavani rit
- મિક્સ ડ્રાયફ્રુટ રોલ બનાવવા સૌથી પહેલા ખજૂર ના બીજ કાઢી ને કટકા કરી લ્યો અને મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં પીસી ને પલ્પ બનાવી લ્યો અને બધા ડ્રાય ફ્રુટ ના કટકા કરી તૈયાર કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં ઘી નાખી ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં બદામ ના કટકા, કાજુ ના કટકા, પીસ્તા ના કટકા, સૂરજ મુખી ના બીજ, કોળા ના બીજ, અખરોટ ના કટકા નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો.
- બધા ડ્રાય ફ્રુટ લાઈટ ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી શેકેલ ડ્રાય ફ્રુટ ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરવા મૂકો. હવે ગરમ કડાઈમાં ખસખસ નાખી હલાવી ને બીજા વાટકામાં કાઢી લ્યો.
- હવે કડાઈમાં ફરીથી એક બે ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે પીસેલી ખજૂર નાખી ને ધીમા તાપે હલાવતા રહો અને શેકતા રહો અને પાંચ સાત મિનિટ માં ખજૂર શેકીને સોફ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો.
- હવે એમાં શેકેલ ડ્રાય ફ્રુટ ના કટકા અને અંજીર ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ને થોડો ઠંડુ થવા દયો. મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે બે કે ત્રણ ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ લ્યો અને એને દબાવી ને રોલ બનાવી લ્યો અને તૈયાર રોલ ને ખસખસ માં ફેરવી લ્યો અને ત્યાર બાદ બટર પેપર માં રોલ કરી ફ્રીઝ માં મૂકો.
- આમ એક એક રોલ બનાવી તૈયાર કરી લ્યો અને ખસખસ લગાવી પેપર માં વિટી લ્યો અને ત્યાર બાદ ફ્રીઝ માં પંદર વીસ મિનિટ અથવા બહાર એક થી બે કલાક મૂકી રાખો ત્યાર બાદ રોલ માંથી નાની સાઇઝ ના કટકા કરી લ્યો અને ડબ્બા માં ભરી મજા લ્યો મિક્સ ડ્રાયફ્રુટ રોલ.
Mix Dry Fruit roll recipe notes
- ડ્રાય ફ્રુટ ને તમે ઘી વગર પણ શેકી શકો છો.
- ખજૂર ને તમે પાણીમાં પલાળી ને પીસી ને પલ્પ બનાવી મીઠાઈ તૈયાર કરી શકો છો. પણ જો તમે ખજૂર ને પલાળી ને બનાવો તો ખજૂર ને થોડી વધારે વખત શેકવા ની રહેશે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Balushahi recipe | બાલૂશાહી બનાવવાની રીત
રબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit | Rabdi jalebi recipe gujarati
મોતી પાક બનાવવાની રીત | Moti pak banavani rit | Moti pak recipe in gujarati
નારિયલ ની બરફી બનાવવાની રીત | nariyal ni barfi banavani rit
સિંધી ઘીયર બનાવવાની રીત | Sindhi gheeyar banavani rit