આજે આપણે ઈટલી ની એક ફેમસ ડિશ છે પેસતો સોસ પાસ્તા બનાવીશું જેનો સોસ થોડી અલગ રીતે બને છે. પણ નાના છોકરા થી લઈ અને મોટા બધા લોકો ને આ ટેસ્ટ ના પાસ્તા ખાવામાં મજા પડી જાય એવા પાસ્તા છે તો ચાલો આજે નવીજ રીતે ના Pesto pasta – પેસતો પાસ્તા ની રેસીપી બનાવતા શીખીશું.
INGREDIENTS
- ઓલિવ ઓઈલ 2 ચમચી
- લસણ 1 નંગ
- અખરોટ 4-5 નંગ
- મીઠું એક ચપટી
- બેસિલ ના પાંદ 100 ગ્રામ
- પામેઝાન ચીઝ 50 ગ્રામ ( છીણેલું )
- ઓલિવ ઓઈલ 3 ચમચી
- બાફેલા પાસ્તા
- મીઠું એક મોટી ચપટી
- પાસ્તા 250 ગ્રામ
ફાઇનલ એસેમ્બલી માટે ની સામગ્રી :-
- પાસ્તા (ગરમ)
- બાફેલા પાસ્તા વાળું પાણી 1-2 ચમચી
- પામેઝાન ચીઝ જરૂર મુજબ
- પેસ્ટો સોસ જરૂર મુજબ
- મીઠું જરૂર મુજબ
Pesto pasta banavani rit
પેસતો પાસ્તા બનાવવા માટે સૌ પ્રથમ આપણે પેસતો સોસ તૈયાર કરીશું તેના માટે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં 2 ચમચી ઓલિવ ઓઇલ , લસણ ની કણી 1 નંગ , અખરોટ 4-5 નંગ , ચપટી મીઠું નાખી બધી વસ્તુ ને એકદમ સારી રીતે પીસી લેશું આ બધી વસ્તુ પિસાઈ ગયા બાદ તેમાં આપણે બેસીલ ના પાંદ 100 ગ્રામ , છીણેલું પામેઝાન ચીઝ 50 ગ્રામ અને 4-5 ચમચી ઓલિવ નાખી અને ફરીથી સારી રીતે પીસી લેશું.
ખાસ ધ્યાન રાખવું કે તમે જ્યારે આ બધી વસ્તુ ને પીસો છો ત્યારે વચે વચે ઢાંકણ ખોલી અને તેલ નાખતા જશું બધું તેલ એક સાથે નઈ નાખીએ થોડું થોડું કરી ને તેલ નાખી અને પીસી લેશું.
હવે ત્યાર બાદ સોસ ને આપણે એક બાઉલ માં કાઢી લેશું. ત્યાર પછી હવે આપણે પાસ્તા ને કેવી રીતે બોઈલ કરવા એ શીખીશું ગેસ પર એક મોટી તપેલી માં પેલથી પાણી ઉકાળવા માટે મૂકી દેશું પાણી એકદમ સારી રીતે ઉકળી જાય એટલે તેમાં આપણે 1 ચમચી જેટલું મીઠું , ત્યાર બાદ આપણે તેમાં 250 ગ્રામ પાસ્તા પાણી માં નાખી અને 8 મિનિટ માટે આપણે પાસ્તા ને સારી રીતે બાફી લેશું . 8 મિનિટ બાદ એક વખત પાસ્તા ને વચે થી કટ કરી અને ચેક કરી લેવું જો વચે થી કટ કર્યા બાદ તમને વચે થી વ્હાઇટ ભાગ જેવું ના દેખાય અને ટ્રાન્સપરન્ટ દેખાય તો આપણા પાસ્તા સારી રીતે ચળી ગયા છે.
ત્યાર પછી પાસ્તા ને આપણે ગરણી માં ગાળી અને બધું પાણી નિતારી દેશું. પાસ્તા વાળા પાણી ને આપણે ફેકી નઈ દઈએ આગળ તેનો ઉપયોગ કરીશું . હવે 1 બાઉલ માં પાસ્તા કાઢી અને તેના પર તમારી જરૂર મુજબ ખમણેલું પામેઝાન ચીઝ અને આપણે જે બેસિલ પેસતો સોસ બનાવી હતી તે 1-2 / સ્વાદ મુજબ ચમચી નાખી દેશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું મિક્સ કરી દીધા બાદ જો તને લાગે છે કે પાસ્તા થોડા ડ્રાય લાગે છે તો આપણે જે પાસ્તા વાળું પાણી બચાવી ને રાખ્યું હતું તે 2 ચમચી જેવું પાણી પાસ્તા માં નાખી અને સારી રીતે મિક્સ કરી દેશું. ત્યાર બાદ તેને ટેસ્ટ કરી લેવું છેલે જો મીઠું ઓછું લાગે તો ઉપર થી થોડું મીઠું નાખી ફરીથી મિક્સ કરી દેવું.
તો તૈયાર છે આપણા પેસતો પાસ્તા જેને એક સર્વિંગ પ્લેટ માં લઈ અને ગરમા ગરમ સર્વ કરીશું. ઉપર ફરીથી થોડું પામેઝન ચીઝ અને બેસિલ ના પાંદ મૂકી ગાર્નિસ કરી દેશું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
પેસતો પાસ્તા બનાવવાની રીત

Pesto pasta banavani rit
Equipment
- 1 કડાઈ / પેન
- 1 સર્વિંગ પ્લેટ
- 1 ચારણી
- 1 બાઉલ
- 1 તપેલી
- 1 મિક્ષ્ચર જાર
Ingredients
- 2 ચમચી ઓલિવ ઓઈલ
- 1 નંગ લસણ
- 4-5 નંગ અખરોટ
- 1 ચપટી મીઠું
- 100 ગ્રામ બેસિલ ના પાંદ
- 50 ગ્રામ પામેઝાન ચીઝ છીણેલું
- 3 ચમચી ઓલિવ ઓઈલ
- બાફેલા પાસ્તા
- મીઠું એક મોટી ચપટી
- 250 ગ્રામ પાસ્તા
ફાઇનલ એસેમ્બલી માટે ની સામગ્રી :-
- પાસ્તા ગરમ
- પામેઝાન ચીઝ જરૂર મુજબ
- પેસ્ટો સોસ જરૂર મુજબ
- 1-2 ચમચી બાફેલા પાસ્તા વાળું પાણી
- મીઠું જરૂર મુજબ
Instructions
Pesto pasta banavani rit
- પેસતો પાસ્તા બનાવવા માટે સૌ પ્રથમ આપણે પેસતો સોસ તૈયાર કરીશું તેના માટે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં 2 ચમચી ઓલિવ ઓઇલ , લસણ ની કણી 1 નંગ , અખરોટ 4-5 નંગ , ચપટી મીઠું નાખી બધી વસ્તુ ને એકદમ સારી રીતે પીસી લેશું આ બધી વસ્તુ પિસાઈ ગયા બાદ તેમાં આપણે બેસીલ ના પાંદ 100 ગ્રામ , છીણેલું પામેઝાન ચીઝ 50 ગ્રામ અને 4-5 ચમચી ઓલિવ નાખી અને ફરીથી સારી રીતે પીસી લેશું.
- ખાસ ધ્યાન રાખવું કે તમે જ્યારે આ બધી વસ્તુ ને પીસો છો ત્યારે વચે વચે ઢાંકણ ખોલી અને તેલ નાખતા જશું બધું તેલ એક સાથે નઈ નાખીએ થોડું થોડું કરી ને તેલ નાખી અને પીસી લેશું.
- હવે ત્યાર બાદ સોસ ને આપણે એક બાઉલ માં કાઢી લેશું. ત્યાર પછી હવે આપણે પાસ્તા ને કેવી રીતે બોઈલ કરવા એ શીખીશું ગેસ પર એક મોટી તપેલી માં પેલથી પાણી ઉકાળવા માટે મૂકી દેશું પાણી એકદમ સારી રીતે ઉકળી જાય એટલે તેમાં આપણે 1 ચમચી જેટલું મીઠું , ત્યાર બાદ આપણે તેમાં 250 ગ્રામ પાસ્તા પાણી માં નાખી અને 8 મિનિટ માટે આપણે પાસ્તા ને સારી રીતે બાફી લેશું . 8 મિનિટ બાદ એક વખત પાસ્તા ને વચે થી કટ કરી અને ચેક કરી લેવું જો વચે થી કટ કર્યા બાદ તમને વચે થી વ્હાઇટ ભાગ જેવું ના દેખાય અને ટ્રાન્સપરન્ટ દેખાય તો આપણા પાસ્તા સારી રીતે ચળી ગયા છે.
- ત્યાર પછી પાસ્તા ને આપણે ગરણી માં ગાળી અને બધું પાણી નિતારી દેશું. પાસ્તા વાળા પાણી ને આપણે ફેકી નઈ દઈએ આગળ તેનો ઉપયોગ કરીશું . હવે 1 બાઉલ માં પાસ્તા કાઢી અને તેના પર તમારી જરૂર મુજબ ખમણેલું પામેઝાન ચીઝ અને આપણે જે બેસિલ પેસતો સોસ બનાવી હતી તે 1-2 / સ્વાદ મુજબ ચમચી નાખી દેશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું મિક્સ કરી દીધા બાદ જો તને લાગે છે કે પાસ્તા થોડા ડ્રાય લાગે છે તો આપણે જે પાસ્તા વાળું પાણી બચાવી ને રાખ્યું હતું તે 2 ચમચી જેવું પાણી પાસ્તા માં નાખી અને સારી રીતે મિક્સ કરી દેશું. ત્યાર બાદ તેને ટેસ્ટ કરી લેવું છેલે જો મીઠું ઓછું લાગે તો ઉપર થી થોડું મીઠું નાખી ફરીથી મિક્સ કરી દેવું.
- તો તૈયાર છે આપણા પેસતો પાસ્તા જેને એક સર્વિંગ પ્લેટ માં લઈ અને ગરમા ગરમ સર્વ કરીશું. ઉપર ફરીથી થોડું પામેઝન ચીઝ અને બેસિલ ના પાંદ મૂકી ગાર્નિસ કરી દેશું.
Notes
- આ પેસતો સોસ ની પેસ્ટ નો ઉપયોગ પાસ્તા માં કરી શકો છો , વ્હાઇટ સોસ પાસ્તા , પિઝા માં પણ તેનો ઉપયોગ કરી શકો છો.
- પાસ્તા તમે તમારી પસંદ મુજબ કોઈ પણ સેપ ના લઈ શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Muesli sathe Chia Seeds banavani recipe | મુયૂસેલી સાથે ચિયા સીડ્સ બનાવવાની રેસીપી
ragda pani puri recipe in gujarati | રગડા પુરી
vanela gathiya recipe | વણેલા ગાઠીયા