આ એક હેલ્થી અને ટેસ્ટી ઢોકળા બની ને તૈયાર થાય છે જે તમે સવાર કે સાંજ ના નાસ્તા માં બનાવી શકો છો અને બાળકો ને ટિફિન માં પણ બનાવી આપી શકો છો. તો ચાલો Ragi soji na dhokla – રાગી સોજી ના ઢોકળા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- રાગીનો લોટ 1 કપ
- ઝીણી સોજી 1 કપ
- દહીં ½ કપ
- સ્વાદ મુજબ મીઠું
- આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી
- ગાજર છીણેલું ¼ કપ
- ઝીણું સમારેલું કેપ્સિકમ ¼ કપ
- મકાઈના દાણા ¼ કપ
- તેલ 1- 2 ચમચી
- ઇનો 1 ચમચી
- પાણી જરૂર મુજબ
વઘારવા માટેની સામગ્રી
- તેલ 2- 3 ચમચી
- રાઇ 1 ચમચી
- જીરું 1 ચમચી
- સફેદ તલ 2- 3 ચમચી
- મીઠા લીમડા ના પાંદ 8- 10
- લીલા ધાણા સુધારેલા 4- 5 ચમચી
- પાણી જરૂર મુજબ
Ragi soji na dhokla banavani rit
રાગી સોજી ના ઢોકળા બનાવવા સૌપ્રથમ એક તપેલી માં રાગી નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સોજી, દહીં નાખી બને ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું કરી સવા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી સ્મૂથ મિશ્રણ તૈયાર કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને ઢાંકી ને પંદર થી વીસ મિનિટ રહેવા દયો. વીસ મિનિટ પછી મિશ્રણ માં ફરી પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, આદુ મરચાંની પેસ્ટ, ગાજર છીણેલું, ઝીણું સમારેલું કેપ્સિકમ, મકાઈના દાણા, તેલ નાખી મિક્સ કરી લ્યો હવે ગેસ પર ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી બંધ કરી પાણી ગરમ કરી લ્યો. પાણી ગરમ થાય એટલે એક બીજી તપેલી માં રાગી ના મિશ્રણ ના બે ભાગ કરી એક ભાગ માં અડધી ચમચી ઈનો નાખી મિક્સ કરી તેલ થી ગ્રીસ કરેલ થાળી માં નાખો.
થાળી ને ઢોકરીયા માં મૂકી દસ મિનિટ ચડાવી લ્યો. દસ મિનિટ પછી થાળી બહાર કાઢી લ્યો ને બાકી રહેલા મિશ્રણ માંથી બીજી થાળી ચડાવી લ્યો. આમ બધી થાળી ને ચડાવી લ્યો.
હવે ગેસ પર વઘારિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, સફેદ તલ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ નાખી ગેસ બંધ કરી લ્યો ને ચમચી થી તૈયાર વઘાર ને ઢોકળા પર નાખી ઉપર થી લીલા ધાણા સુધારેલા છાંટી ચાકુથી કાપી કટકા કરી ચટણી સોસ સાથે મજા લ્યો. તો તૈયાર છે રાગી સોજી ના ઢોકળા.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
રાગી સોજી ના ઢોકળા બનાવવાની રીત

Ragi soji na dhokla banavani rit
Equipment
- 1 ઢોકરીયુ
- 1 વઘારિયુ
- 1 તપેલી
Ingredients
- 1 કપ રાગીનો લોટ
- 1 કપ ઝીણી સોજી
- ½ કપ દહીં
- સ્વાદ મુજબ મીઠું
- 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ
- ¼ કપ ગાજર છીણેલું
- ¼ કપ ઝીણું સમારેલું કેપ્સિકમ
- ¼ કપ મકાઈના દાણા
- 1-2 ચમચી તેલ
- 1 ચમચી ઇનો
- પાણી જરૂર મુજબ
વઘારવા માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઇ
- 1 ચમચી જીરું
- 2-3 ચમચી સફેદ તલ
- 8-10 મીઠા લીમડા ના પાંદ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- પાણી જરૂર મુજબ
Instructions
Ragi soji na dhokla banavani rit
- રાગી સોજી ના ઢોકળા બનાવવા સૌપ્રથમ એક તપેલી માં રાગી નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સોજી, દહીં નાખી બને ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું કરી સવા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી સ્મૂથ મિશ્રણ તૈયાર કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને ઢાંકી ને પંદર થી વીસ મિનિટ રહેવા દયો. વીસ મિનિટ પછી મિશ્રણ માં ફરી પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, આદુ મરચાંની પેસ્ટ, ગાજર છીણેલું, ઝીણું સમારેલું કેપ્સિકમ, મકાઈના દાણા, તેલ નાખી મિક્સ કરી લ્યો હવે ગેસ પર ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી બંધ કરી પાણી ગરમ કરી લ્યો. પાણી ગરમ થાય એટલે એક બીજી તપેલી માં રાગી ના મિશ્રણ ના બે ભાગ કરી એક ભાગ માં અડધી ચમચી ઈનો નાખી મિક્સ કરી તેલ થી ગ્રીસ કરેલ થાળી માં નાખો.
- થાળી ને ઢોકરીયા માં મૂકી દસ મિનિટ ચડાવી લ્યો. દસ મિનિટ પછી થાળી બહાર કાઢી લ્યો ને બાકી રહેલા મિશ્રણ માંથી બીજી થાળી ચડાવી લ્યો. આમ બધી થાળી ને ચડાવી લ્યો.
- હવે ગેસ પર વઘારિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, સફેદ તલ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ નાખી ગેસ બંધ કરી લ્યો ને ચમચી થી તૈયાર વઘાર ને ઢોકળા પર નાખી ઉપર થી લીલા ધાણા સુધારેલા છાંટી ચાકુથી કાપી કટકા કરી ચટણી સોસ સાથે મજા લ્યો. તો તૈયાર છે રાગી સોજી ના ઢોકળા.
Notes
- શાક તમે તમારી પસંદ મુજબ ન નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Tameta no thecho banavani recipe | ટામેટા નો ઠેચો બનાવવાની રેસીપી
Vegetable pauva banavani rit | વેજીટેબલ પૌવા
Vegetable tadka idli | વેજીટેબલ તડકા ઈડલી
Chana chaat banavani rit | ચણા ચાટ