Home Lunch & Dinner Navi rite kantola nu bharelu shaak | નવી રીતે કંટોલા નું ભરેલું...

Navi rite kantola nu bharelu shaak | નવી રીતે કંટોલા નું ભરેલું શાક

0
Image credit – Youtube/Sheetal's Kitchen – Gujarati

ચોમાસામાં મળતા કંટોડા બજાર માં ખૂબ જોવા મળે છે જે ખાવા ન ફાયદા પણ ખૂબ છે. થોડા કડવા લગતા હોવા ન કારણે બધા ને પસંદ નથી આવતા પણ આજ આપણે ભરવા ની ઝંઝટ વગર ભરેલા કંટોડા ની મજા લેશું. જે એક વાર બનાવ્યા પછી વારંવાર બનાવશો. તો ચાલો Navi rite kantola nu bharelu shaak – નવી રીતે કંટોલા નું ભરેલું શાક બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • કંટોડા 400 ગ્રામ
  • ગાંઠિયા ¼ કપ
  • શેકેલા સીંગદાણા ¼ કપ
  • તેલ 4- 5 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ઝીણા સમારેલા ટામેટા 1- 2
  • આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
  • સફેદ તલ 2- 3 ચમચી
  • ગોળ / ખાંડ 2- 3 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Navi rite kantola nu bharelu shaak ni rit

નવી રીતે કંટોલા નું ભરેલું શાક બનાવવા સૌપ્રથમ કંટોડા ને બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બને બાજુ ની દાડી ચાકુથી કાપી ને ગોળ ગોળ કાપી કટકા કરી લ્યો ત્યાર બાદ ગાંઠિયા ને ખંડણી માં નાખી અધ કચરા કૂટી લ્યો અને શેકેલ સીંગદાણા ને પણ કૂટી ને અધ કચરા કૂટી લ્યો અને આદુ મરચા ને પણ કૂટી ને પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ ટમેટા ને ઝીણા ઝીણા સમારી તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલા કંટોડા નાખી ને મિક્સ કરી હલાવતા રહી બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી ગેસ ધીમો કરી ઢાંકી ને આઠ દસ મિનિટ ચડાવી લ્યો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.

કંટોડા ચડવા આવે એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, આદુ મરચા ની પેસ્ટ નાખી એકાદ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો. ટમેટા ચળી જાય એટલે એમાં કૂટી રાખેલ ગાંઠિયા, સીંગદાણા અને સફેદ તલ નાખી મિક્સ કરી શેકી લ્યો.

બધી સામગ્રી બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં ગોળ / ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને બે ચાર ચમચી પાણી છાંટી ને ઢાંકી ધીમા તાપે પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી રોટલી, રોટલા, પરોઠા સાથે મજા લ્યો. તો તૈયાર છે નવી રીતે ભરેલા કંટોડા.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

નવી રીતે કંટોલા નું ભરેલું શાક ની રીત

Navi rite kantola nu bharelu shaak - નવી રીતે કંટોલા નું ભરેલું શાક

Navi rite kantola nu bharelu shaak ni rit

ચોમાસામાં મળતા કંટોડા બજાર માં ખૂબ જોવા મળે છે જે ખાવાન ફાયદા પણ ખૂબ છે. થોડા કડવા લગતા હોવા ન કારણે બધા ને પસંદનથી આવતા પણ આજ આપણે ભરવા ની ઝંઝટ વગર ભરેલા કંટોડા ની મજા લેશું. જે એક વાર બનાવ્યા પછી વારંવાર બનાવશો. તો ચાલો Navi rite kantola nu bharelu shaak – નવી રીતે કંટોલા નું ભરેલું શાક બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ખંડણી/ મિક્સર

Ingredients

  • 400 ગ્રામ કંટોડા
  • ¼ કપ ગાંઠિયા
  • ¼ કપ શેકેલા સીંગદાણા
  • 4- 5 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1-2 ઝીણા સમારેલા ટામેટા
  • 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 2-3 ચમચી સફેદ તલ
  • 2-3 ચમચી ગોળ / ખાંડ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Instructions

Navi rite kantola nu bharelu shaak ni rit

  • નવી રીતે કંટોલા નું ભરેલું શાક બનાવવા સૌપ્રથમ કંટોડા ને બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બને બાજુ ની દાડી ચાકુથી કાપી ને ગોળ ગોળ કાપી કટકા કરી લ્યો ત્યાર બાદ ગાંઠિયા ને ખંડણી માં નાખી અધ કચરા કૂટી લ્યો અને શેકેલ સીંગદાણા ને પણ કૂટી ને અધ કચરા કૂટી લ્યો અને આદુ મરચા ને પણ કૂટી ને પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ ટમેટા ને ઝીણા ઝીણા સમારી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલા કંટોડા નાખી ને મિક્સ કરી હલાવતા રહી બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી ગેસ ધીમો કરી ઢાંકી ને આઠ દસ મિનિટ ચડાવી લ્યો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  • કંટોડા ચડવા આવે એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, આદુ મરચા ની પેસ્ટ નાખી એકાદ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો. ટમેટા ચળી જાય એટલે એમાં કૂટી રાખેલ ગાંઠિયા, સીંગદાણા અને સફેદ તલ નાખી મિક્સ કરી શેકી લ્યો.
  • બધી સામગ્રી બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં ગોળ / ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને બે ચાર ચમચી પાણી છાંટી ને ઢાંકી ધીમા તાપે પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી રોટલી, રોટલા, પરોઠા સાથે મજા લ્યો. તો તૈયાર છે નવી રીતે ભરેલા કંટોડા.

Notes

  • જો લીલા મરચા તીખા હોય તો લાલ મરચા તમે ઓછા અથવા તો કાશ્મીરી વાપરવી શકો છો.
  • કંટોડા કાચા હોય તો બીજ અલગ ન કરવા જો પાકા હોય તો બીજ અલગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version