Home Nasta Tameta no thecho banavani recipe | ટામેટા નો ઠેચો બનાવવાની રેસીપી

Tameta no thecho banavani recipe | ટામેટા નો ઠેચો બનાવવાની રેસીપી

0
Image credit – Youtube/Cooking With Geeta – Veg

જ્યારે કોઈ શાક બનાવવાની ઈચ્છા ન હોય અથવા કોઈ શાક ના હોય ત્યારે આ ઠેંચા ને બનાવી ને રોટલી , પરોઠા, ભાખરી, રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચાલો Tameta no thecho – ટામેટા નો ઠેચો બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • લીલા મરચા 15- 20
  • લસણ ની કણી 25- 30
  • ટમેટા 3- 4 સુધારેલ
  • સીંગદાણા 3- 4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4- 5 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 2- 4 ચમચી

Tameta no thecho banavani recipe

ટામેટા નો ઠેચો બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં સીંગદાણા નાખી ધીમા તાપે શેકો. સીંગદાણા તતડવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે કડાઈમાં લીલા મરચા સુધારેલા નાખી બે ચાર મિનિટ શેકી લ્યો. મરચા થોડા શેકાઈ જાય એટલે એમાં એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી ઢાંકી ને બીજી બે મિનિટ ચડાવી લ્યો. બે મિનિટ પછી થોડા હલાવી લ્યો અને ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે એજ ગરમ કડાઈમાં લસણ ની કણી નાખી ધીમા તાપે લસણ ની કણી ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. લસણ શેકાઈ જાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો. હવે કડાઈમાં સુધારેલા ટમેટા નાખી ફૂલ તાપે હલાવતા રહી બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો અને ફરી હલાવી ઢાંકી બે મિનિટ ચડાવી ટમેટા ને નરમ કરી લ્યો. શેકેલ ટમેટા ને ખંડણી માં નાખો.

ટમેટા સાથે શેકી રાખેલ સીંગદાણા, લીલા મરચા, લસણ નાખો સાથે જીરું, હળદર, ધાણા જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી ધસ્તા વડે કૂટી લ્યો બધી સામગ્રી બરોબર કૂટી લેવા. તો તૈયાર છે ટમાટર ઠેંચાં.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ટામેટા નો ઠેચો બનાવવાની રેસીપી

Tameta no thecho - ટામેટા નો ઠેચો

Tameta no thecho banavani recipe

જ્યારે કોઈ શાક બનાવવાની ઈચ્છા ન હોય અથવા કોઈ શાક નાહોય ત્યારે આ ઠેંચા ને બનાવી ને રોટલી , પરોઠા,ભાખરી, રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે.તો ચાલો Tameta no thecho – ટામેટા નો ઠેચો બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / તવી
  • 1 ખંડણી – ધસ્તો

Ingredients

  • 15- 20 લીલા મરચા
  • 25- 30 લસણ ની કણી
  • 3- 4 ટમેટા સુધારેલ
  • 3- 4 ચમચી સીંગદાણા
  • 4- 5 ચમચી લીલા ધાણા સુધારેલા ચમચી
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-4 ચમચી તેલ

Instructions

Tameta no thecho banavani recipe

  • ટામેટા નો ઠેચો બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં સીંગદાણા નાખી ધીમા તાપે શેકો. સીંગદાણા તતડવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે કડાઈમાં લીલા મરચા સુધારેલા નાખી બે ચાર મિનિટ શેકી લ્યો. મરચા થોડા શેકાઈ જાય એટલે એમાં એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી ઢાંકી ને બીજી બે મિનિટ ચડાવી લ્યો. બે મિનિટ પછી થોડા હલાવી લ્યો અને ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે એજ ગરમ કડાઈમાં લસણ ની કણી નાખી ધીમા તાપે લસણ ની કણી ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. લસણ શેકાઈ જાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો. હવે કડાઈમાં સુધારેલા ટમેટા નાખી ફૂલ તાપે હલાવતા રહી બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો અને ફરી હલાવી ઢાંકી બે મિનિટ ચડાવી ટમેટા ને નરમ કરી લ્યો. શેકેલ ટમેટા ને ખંડણી માં નાખો.
  • ટમેટા સાથે શેકી રાખેલ સીંગદાણા, લીલા મરચા, લસણ નાખો સાથે જીરું, હળદર, ધાણા જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી ધસ્તા વડે કૂટી લ્યો બધી સામગ્રી બરોબર કૂટી લેવા. તો તૈયાર છે ટમાટર ઠેંચાં.

Notes

  • તીખાશ તમારી પસંદ મુજબ તીખા કે મોરા મરચા વાપરવા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version