ઉનાળા ની શરૂઆત થતા જ દરેક ગુજરાતી ઘર માં બાર મહિના ના વ્રત ઉપવાસ માં ખાઈ શાકય એવી ફરાળી વેફર, પાપડ, કાતરી વગેરે બનાવતા હોય છે એમાંથી જ એક કોઈ ઝંઝટ વગર ખુબ ઝડપથી તૈયાર થતા અને ખુબ જ સ્વાદીસ્ટ એવા Sabudana na Chamcha Papad ( સાબુદાણાના ચમચા પાપડ ) બનાવતા શીખીએ. જેને બનવા આપણે કોઈ મશીન નો ઉપયોગ નથી કરવાના. મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવા આ ફરાળી પાપડ બનાવવાની રીત ચાલો જોઈએ.
Table of contents
Chamcha Papad banava jaruri samgri
- સાબુદાણા 500 ગ્રામ
- ફરાળી મીઠું ¾ ચમચી
- આદુ લીલા મરચાની પેસ્ટ 2 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- જીરું ½ ચમચી
- પાણી 6-7 ગ્લાસ
Sabudana na Chamcha Papad banavani rit
સાબુદાણાના ચમચા પાપડ બનાવવા સૌથી પહેલા સાબુદાણા સાફ કરી લ્યો ત્યાર બાદ એક મોટા વાસણમાં સાબુદાણા નાખી એક થી બે વખત પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એમાં બે થી ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી દસ કલાક અથવા આખી રાત માટે પલાળી લ્યો. દસ કલાકા પલાળી લીધા બાદ અથવા બીજા દિવસે ગેસ પર જાડા તરીયા વાળી મોટી કડાઈમાં ત્રણ ગ્લાસ પાણી ગ્લાસ પાણી નાખી ઉકાળો.
પાણી ઉકળવા લાગે એટલે એમાં પલાળેલા સાબુદાણા નાખી ગેસ મીડીયમ કરી સતત હલાવતા રહી સાબુદાણા પારદર્શક થાય ત્યાં સુંધી ચડાવી લેવા. સાબુદાણા તરીયા માં ચોટે નહિ એનું ખાસ ધ્યાન રાખવું. હવે સાબુદાણા પારદર્શક થવા લાગે અને ઘટ્ટ થઇ જાય એટલે એમાં એક ગ્લાસ પાણી નાખી મિક્સ કરી લ્યો.
ફરી મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ફરી એક ગ્લાસ પાણી નાખી મિક્સ કરી લ્યો અને સાથે આદુ મરચાની પેસ્ટ, મીઠું, જીરું અને સફેદ તલ નાખી મિક્સ કરી મિશ્રણ ને ઉકાળી લ્યો. મિશ્રણ ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને મીડીયમ ગરમ રહે ત્યાં સુંધી ઠંડું કરી લ્યો.હવે પ્લાસ્ટિક પાથરી ને એમાં એક કડછી થી મિશ્રણ નાખી થોડું ફેલાવી લ્યો આમ બધા મિશ્રણ ને કડછી થી નાખતા જઈ ફેલાવી પાપડ બનાવી લ્યો.
બીજા દિવસે એક એક કરી બધા પાપડ ને ઉથલાવી ને ફરી સુકવી લ્યો ત્યાર બાદ ત્રીજા દિવસે બરોબર સુકવી ડબ્બામાં ભરી લ્યો અને બાર મહિના સુંધી મજા લ્યો. જ્યારે પણ આ પાપડ ખાવા ની ઇચ્છા થાય ત્યારે ગ્રામ તેલ માં તારી મજા લ્યો. તો તૈયાર છે સાબુદાણા માંથી ચમચા પાપડ.
સાબુદાણાના ચમચા પાપડ બનાવવાની રીત

Sabudana Chamcha Papad Recipe in Gujarati | સાબુદાણાના પાપડ | Farali Papad
Equipment
- 1 જાડા તરીયા વાળી કડાઈ
- 1 મિક્સર
Ingredients
Chamcha Papad banava jaruri samgri
- 500 ગ્રામ સાબુદાણા
- ¾ ચમચી ફરાળી મીઠું
- 2 ચમચી આદુ લીલા મરચાની પેસ્ટ
- 1 ચમચી સફેદ તલ
- ½ ચમચી જીરું
- 6-7 ગ્લાસ પાણી
Instructions
Sabudana na Chamcha Papad banavani rit
- સાબુદાણાના ચમચા પાપડ બનાવવા સૌથી પહેલા સાબુદાણા સાફ કરી લ્યો ત્યાર બાદ એક મોટા વાસણમાં સાબુદાણા નાખી એક થી બે વખત પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એમાં બે થી ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી દસ કલાક અથવા આખી રાત માટે પલાળી લ્યો. દસ કલાકા પલાળી લીધા બાદ અથવા બીજા દિવસે ગેસ પર જાડા તરીયા વાળી મોટી કડાઈમાં ત્રણ ગ્લાસ પાણી ગ્લાસ પાણી નાખી ઉકાળો.
- પાણી ઉકળવા લાગે એટલે એમાં પલાળેલા સાબુદાણા નાખી ગેસ મીડીયમ કરી સતત હલાવતા રહી સાબુદાણા પારદર્શક થાય ત્યાં સુંધી ચડાવી લેવા. સાબુદાણા તરીયા માં ચોટે નહિ એનું ખાસ ધ્યાન રાખવું. હવે સાબુદાણા પારદર્શક થવા લાગે અને ઘટ્ટ થઇ જાય એટલે એમાં એક ગ્લાસ પાણી નાખી મિક્સ કરી લ્યો.
- ફરી મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ફરી એક ગ્લાસ પાણી નાખી મિક્સ કરી લ્યો અને સાથે આદુ મરચાની પેસ્ટ, મીઠું, જીરું અને સફેદ તલ નાખી મિક્સ કરી મિશ્રણ ને ઉકાળી લ્યો. મિશ્રણ ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને મીડીયમ ગરમ રહે ત્યાં સુંધી ઠંડું કરી લ્યો.હવે પ્લાસ્ટિક પાથરી ને એમાં એક કડછી થી મિશ્રણ નાખી થોડું ફેલાવી લ્યો આમ બધા મિશ્રણ ને કડછી થી નાખતા જઈ ફેલાવી પાપડ બનાવી લ્યો.
- બીજા દિવસે એક એક કરી બધા પાપડ ને ઉથલાવી ને ફરી સુકવી લ્યો ત્યાર બાદ ત્રીજા દિવસે બરોબર સુકવી ડબ્બામાં ભરી લ્યો અને બાર મહિના સુંધી મજા લ્યો. જ્યારે પણ આ પાપડ ખાવા ની ઇચ્છા થાય ત્યારે ગ્રામ તેલ માં તારી મજા લ્યો. તો તૈયાર છે સાબુદાણા માંથી ચમચા પાપડ.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Bataka ni Chhin Recipe in Gujarati | બટાકાની છીણ | Farali Potato Shreds
Pauva ane soji no chatpato nasto | પૌવા અને સોજી નો ચટપટો નાસ્તો
Bateka na farali papad | બટેકા ના ફરાળી પાપડ બનાવવાની રીત
lasuni chevdo | લસુની ચેવડો બનાવવાની રીત
Marcha na masaledar lachcha parotha recipe | મરચાના મસાલેદાર લચ્છા પરોઠા બનાવવાની રીત