આ ચટણી તમે બનાવી મમરા સાથે અથવા ઈડલી વગેરે સાથે પણ સર્વ કરી શકો છો. મુબઈ માં મળતી સુકી ભેલ માં આજ ચટણી નાખી બનાવવમાં આવતી હોય છે. આ ચટણી બનાવી બહાર તમે ત્રણ ચાર દિવસ અને ફ્રીઝમાં તમે સાત આઠ દિવસ મજા લઇ શકો છો. તો ચાલો Sev mamra ni bhel ni suki lili chatni – સેવ મમરા ની ભેળ ની સુકી ચટણી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- લીલા મરચા સુધારેલા 3-4
- ફુદીના ના પાંદ 15-20
- મીઠા લીમડાના પાંદ 10-12
- ફોતરા વગર ની દાળિયા દાળ 1 કપ
- સુકા આખા ધાણા 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- શેકેલ જીરૂનો પાઉડર 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- સંચળ ½ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- મીઠું ½ ચમચી
Sev mamra ni bhel ni suki lili chatni banavani recipe
સેવ મમરા ની ભેળ ની સુકી ચટણી બનાવવા સૌથી પહેલા લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચારણીમાં ઝીણા સુધારી નીતરવા મુકવું.
ત્યાર બાદ લીલા મરચાને પણ ધોઈ સુધારી લ્યો અને ફુદીના ના પાંદ અને મીઠા લીમડાના પાંદ અલગ કરી ધોઈ ધાણા સાથે નીતારવા મુકો. પાણી નીતરી જાય એટલે બધી સામગ્રી ને સાફ કોર કપડામાં ફેલાવી પંખા નીચે સુકવી બધું પાણી સુકવી લ્યો.
બધી સામગ્રી સાવ કોરી થાય એટલે મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, મીઠા લીમડાના પાંદ, લીલા મરચા સુધારેલા, દાળિયા દાળ, સંચળ, હિંગ, શેકેલ જીરું પાઉડર, સુકા આખા ધાણા, આમચૂર પાઉડર, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી બધી સામગ્રી ને બરોબર પીસી પાઉડર બનાવી લ્યો.
તૈયાર ચટણી ને થાળીમાં કાઢી થોડી વાર ફેલાવી સુકવી લ્યો ત્યાર બાદ બરણી માં ભરી લ્યો. તો તૈયાર છે સેવ મમરાની ભેલ માટેની સુકી લીલી ચટણી.
સેવ મમરા ની ભેળ ની સુકી ચટણી બનાવવાની રેસીપી

Sev mamra ni bhel ni suki lili chatni banavani recipe
Equipment
- 1 મિક્સર
Ingredients
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- 3-4 લીલા મરચા સુધારેલા
- 15-20 ફુદીના ના પાંદ
- 10-12 મીઠા લીમડાના પાંદ
- 1 કપ ફોતરા વગર ની દાળિયા દાળ
- 1 ચમચી સુકા આખા ધાણા
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી શેકેલ જીરૂનો પાઉડર
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી સંચળ
- 1 ચમચી લીંબુનો રસ
- ½ ચમચી મીઠું
Instructions
Sev mamra ni bhel ni suki lili chatni banavani recipe
- સેવ મમરા ની ભેળ ની સુકી ચટણી બનાવવા સૌથી પહેલા લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચારણીમાં ઝીણા સુધારી નીતરવા મુકવું.
- ત્યાર બાદ લીલા મરચાને પણ ધોઈ સુધારી લ્યો અને ફુદીના ના પાંદ અને મીઠા લીમડાના પાંદ અલગ કરી ધોઈ ધાણા સાથે નીતારવા મુકો. પાણી નીતરી જાય એટલે બધી સામગ્રી ને સાફ કોર કપડામાં ફેલાવી પંખા નીચે સુકવી બધું પાણી સુકવી લ્યો.
- બધી સામગ્રી સાવ કોરી થાય એટલે મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, મીઠા લીમડાના પાંદ, લીલા મરચા સુધારેલા, દાળિયા દાળ, સંચળ, હિંગ, શેકેલ જીરું પાઉડર, સુકા આખા ધાણા, આમચૂર પાઉડર, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી બધી સામગ્રી ને બરોબર પીસી પાઉડર બનાવી લ્યો.
- તૈયાર ચટણી ને થાળીમાં કાઢી થોડી વાર ફેલાવી સુકવી લ્યો ત્યાર બાદ બરણી માં ભરી લ્યો. તો તૈયાર છે સેવ મમરાની ભેલ માટેની સુકી લીલી ચટણી.
Notes
- તીખાસ, ખટાસ અને મીઠું તમારી પસંદ મુજબ જોઈ લેવું.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Sattu ni Tikki banavani recipe | સત્તુ ની ટીક્કી બનાવવાની રેસીપી
tameta sev banavani rit | ટામેટા સેવ
Lili methi ni mathri banavani rit | લીલી મેથી ની મઠરી
Ghau na lot ni papdi banavani rit | ઘઉં ના લોટ ની પાપડી
vaghareli rotli recipe | વઘારેલી રોટલી
papdi gathiya| પાપડી બનાવવાની રીત