શિયાળામાં બાજરો ખાવો સ્વાથ્ય માટે ખુબ સારો માનવામાં આવે છે એટલે આજ આપણે Bajra na lot no halvo – બાજરાના લોટનો હલવો બનાવતા શીખીશું જે સ્વાદીસ્ટ ની સાથે હેલ્થી પણ બનશે અને ખુબ ઓછા સમય માં બની ને તૈયાર થઇ જાય છે.
INGREDIENTS
- બાજરાનો લોટ 1 કપ
- ઘી ¼ કપ થી થોડું વધારે
- કાજુ ના કટકા 3-4 ચમચીમ
- બદામ ના કટકા 3-4 ચમચી
- છીણેલો ગોળ 1 કપ
- પાણી 1 કપ
Bajra na lot no halvo banavani recipe
બાજરાના લોટનો હલવો બનાવવા સૌથી પહેલા એક તપેલીમાં છીણેલો ગોળ નાખી એમાં એક કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લીધા બાદ તપેલી ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ગોળ ને હલાવતા જઈ ઓગળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી એક બાજુ મુકો. હવે બીજી કડાઈમાં બે ચાર ચમચી ઘી નાખી ગ્રામ કરવા મુકો.
ઘી ગરમ થાય એટલે એમાં કાજુ અને બદામ ના કટકા નાખી ધીમા તાપે હલાવી ગોલ્ડન શેકી લ્યો. કાજુ બદામ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કડી લ્યો અને કડાઈમાં બાકી નું ઘી નાખો અને સાથે ચાળી ને બાજરાનો લોટ પણ નાખી બરોબર મિક્સ કરો.
લોટ અને ઘી બરોબર મિક્સ થઇ જાય ત્યાર પછી બરોબર હલાવતા રહી ઘી અલગ થવા લાગે અને લોટ શેકવાની સુંગધ આવે અને રંગ ગોલ્ડન બ્રોઉંન થાય એટલે એમાં ગોળ નું પાણી ગરણી થી ગાળી ને નાખો અને બરોબર મિક્સ કરી સાવ ધીમા તાપે પાંચ સાત મિનીટ ઢાંકી ચડાવી લ્યો ,
સાત મિનીટ પછી હલવા ને બરોબર હલાવી એમા શેકી રાખેલ કાજુ બાદમ ના કટકા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દયો અને ગરમ ગરમ હલવાની મજા લ્યો. તો તૈયાર છે બાજરાના લોટનો હલવો.
બાજરાના લોટનો હલવો બનાવવાની રેસીપી

Bajra na lot no halvo banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
Ingredients
- 1 કપ બાજરાનો લોટ
- ¼ કપ ઘી થી થોડું વધારે
- 3-4 ચમચી કાજુ ના કટકા
- 3-4 ચમચી બદામ ના કટકા
- 1 કપ છીણેલો ગોળ
- 1 કપ પાણી
Instructions
Bajra na lot no halvo banavani recipe
- બાજરાના લોટનો હલવો બનાવવા સૌથી પહેલા એક તપેલીમાં છીણેલો ગોળ નાખી એમાં એક કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લીધા બાદ તપેલી ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ગોળ ને હલાવતા જઈ ઓગળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી એક બાજુ મુકો. હવે બીજી કડાઈમાં બે ચાર ચમચી ઘી નાખી ગ્રામ કરવા મુકો.
- ઘી ગરમ થાય એટલે એમાં કાજુ અને બદામ ના કટકા નાખી ધીમા તાપે હલાવી ગોલ્ડન શેકી લ્યો. કાજુ બદામ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કડી લ્યો અને કડાઈમાં બાકી નું ઘી નાખો અને સાથે ચાળી ને બાજરાનો લોટ પણ નાખી બરોબર મિક્સ કરો.
- લોટ અને ઘી બરોબર મિક્સ થઇ જાય ત્યાર પછી બરોબર હલાવતા રહી ઘી અલગ થવા લાગે અને લોટ શેકવાની સુંગધ આવે અને રંગ ગોલ્ડન બ્રોઉંન થાય એટલે એમાં ગોળ નું પાણી ગરણી થી ગાળી ને નાખો અને બરોબર મિક્સ કરી સાવ ધીમા તાપે પાંચ સાત મિનીટ ઢાંકી ચડાવી લ્યો ,
- સાત મિનીટ પછી હલવા ને બરોબર હલાવી એમા શેકી રાખેલ કાજુ બાદમ ના કટકા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દયો અને ગરમ ગરમ હલવાની મજા લ્યો. તો તૈયાર છે બાજરાના લોટનો હલવો.
Notes
- મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- પાણી ની માત્રા જે મુજબ હલવો પસંદ હોય એ મુજબ વધુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Rajsthani bajra ni rab | રાજસ્થાની બાજરા ની રાબ બનવાની રીત
Hot Chocolate Mix | ઈન્સ્ટન્ટ હોટ ચોકલેટ મિક્સ
Khajur dudh banavani rit | ખજુર દૂધ
Ghau na lot ni Chocolate Brownie | ઘઉં ના લોટ ની ચોકલેટ બ્રાઉની
Ragi hot chocolate | રાગી હોટ ચોકલેટ