Home Nasta Tikha mora rasvara chat | તીખા મોરા રસવાળા ચાટ ની રેસીપી

Tikha mora rasvara chat | તીખા મોરા રસવાળા ચાટ ની રેસીપી

0
Image credit – Youtube/Kitchen Series

આ એક રાજકોટની પ્રખ્યાત શેરી વાનગી છે. જે એના નામ પ્રમાણે જ અનોખી છે. જે ખાટી તીખી અને સ્વાદથી ભરપુર બની ને તૈયાર થાય છે. જે એક વખત નાસ્તા અથવા નાની પાર્ટી માં બનાવી સર્વ કરસો તો વારંવાર બનાવશો. ખુબ ઓછી મહેનતે ખુબ ટેસ્ટી બની ને તૈયાર થાય છે તો ચાલો Tikha mora rasvara chat – તીખા મોરા રસવાળા ચાટ બનાવવાની રીત શીખીએ.  

લીલી ચટણી બનાવવાની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • આદુનો ટુકડો 1 ઇંચ
  • લીલા મરચા સુધારેલ 7-8
  • શેકેલ સિંગદાણા ½ કપ
  • હળદર ¼ ચમચી
  • લીંબુનો રસ 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી ¼ કપ

ખજુર આંબલીની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • આંબલી 50 ગ્રામ
  • ખજુર 100 ગ્રામ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  •  જીરું ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ચાર્ટ માટેની સામગ્રી

  • તીખા લસણીયા ગાંઠિયા જરૂર મુજબ
  • ભાવનગરી ગઠીયા જરૂર મુજબ
  • ઝીણી સ્યુધારેલ ડુંગળી જરૂર મુજબ
  • દાડમ ના દાણા લીલા ધાણા સુધારેલ

Tikha mora rasvara chat ni recipe

તીખા મોરા રસવાળા ચાટ બનાવવા સૌથી એના માટે જરૂરી ચટણી બનાવી તૈયાર કરીશું જેને રસો કહેવામાં આવે છે. જેના મત આપણે સૌથી પહેલા લીલી ચટણી વાળો રસો બનાવશું. જેના માટે  લીલા ધાણા ને બરોબર સાફ કરી ધોઈ લેશું ત્યાર બાદ સુધારી મિક્સર જારમાં નાખો. ત્યાર બાદ એમાં શેકેલ સિંગદાણા નાખો સાથે લીલા મરચા સુધારેલ, આદુનો ટુકડો, હળદર, સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો,

 ત્યાર બાદ એમાં પાણી નાખી પીસી સ્મૂથ ચટણી તૈયાર કરી લ્યો અને તૈયાર ચટણી ને મોટા વાટકામાં કાઢી એમાં થોડું પાણી ઉમેરી મીડીયમ ઘટ્ટ ચટણી તૈયાર કરીશું. તો તૈયાર છે આપનો લીલો રસો.

ત્યાર બાદ ખજુર આંબલી નો રસો બનાવવા સૌથી પહેલા ખજુર આંબલી ના બીજ કાઢી લેવા ત્યાર બાદ એક થી બે કપ પાણી ગરમ કરી એમાં ખજુર આંબલી નાખી બે ત્રણ કલાક પલાળી લેવા ત્રણ કલાક પછી ખજુર આંબલી ને મિક્સર જારમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, જીરું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી સ્મૂથ ચટણી બનાવશું. તૈયાર ચટણી ને ગરણી થી ગાળી લેશું અને એમાં પણ જરૂર મુજબ પાણી નાખી મીડીયમ ઘટ્ટ રસો તૈયાર કરીશું. તો તૈયાર છે આપણો ખજુર આંબલીનો રસો.

હવે એક તપેલીમાં એક કપ તીખા લસણીયા ગાંઠિયા લ્યો એમાં એક કપ ભાવનગરી ગાંઠિયા નાખો સાથે બે ત્રણ ચમચી ઝીણી સુધારેલી  ડુંગળી, બે ત્રણ ચમચી લીલા ધાણા , ત્રણ ચાર ચમચી દાડમ ના દાણા નાખી મિક્સ કરી લ્યો ત્ય્રાર બાદ લીલા રસાની ચાર પાંચ ચમચી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.

બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય એટલે એમાં બે ત્રણ ચમચી ખજુર આંબલીનો રસો નાખી મિક્સ કરી લ્યો અને બે સર્વિંગ પ્લેટ માં સર્વ કરો અને ઉપર થોડો ખજુર આંબલીનો રસો, સુધારેલ ડુંગળી, દાડમના દાણા નાખી મજા લ્યો. તો તૈયાર છે તીખામોરા રસવાળા ચાર્ટ.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

તીખા મોરા રસવાળા ચાટ ની રેસીપી

Tikha mora rasvara chat - તીખા મોરા રસવાળા ચાટ

Tikha mora rasvara chat ni recipe

આ એક રાજકોટની પ્રખ્યાત શેરી વાનગી છે. જે એના નામ પ્રમાણે જ અનોખી છે. જે ખાટી તીખી અને સ્વાદથી ભરપુર બની ને તૈયાર થાય છે. જે એક વખત નાસ્તા અથવા નાની પાર્ટી માં બનાવી સર્વ કરસો તો વારંવાર બનાવશો. ખુબઓછી મહેનતે ખુબ ટેસ્ટી બની ને તૈયાર થાય છે તો ચાલો Tikha mora rasvara chat – તીખા મોરા રસવાળા ચાટ બનાવવાની રીત શીખીએ.  
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 2 પ્લેટ

Equipment

  • 1 મિક્સર
  • 1 પ્લેટ
  • 1 તપેલી

Ingredients

લીલી ચટણી બનાવવાની સામગ્રી

  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • 7-8 લીલા મરચા સુધારેલ
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • ½ કપ શેકેલ સિંગદાણા
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ કપ પાણી

ખજુર આંબલીની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 50 ગ્રામ આંબલી
  • 100 ગ્રામ ખજુર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી જીરું
  • મીઠું સ્વાદ મુજબ

ચાર્ટ માટેની સામગ્રી

  • તીખા લસણીયા ગાંઠિયા જરૂર મુજબ
  • ભાવનગરી ગઠીયા જરૂર મુજબ
  • ઝીણી સ્યુધારેલ ડુંગળી જરૂર મુજબ
  • દાડમ ના દાણા
  • લીલા ધાણા સુધારેલ

Instructions

Tikha mora rasvara chat ni recipe

  • તીખા મોરા રસવાળા ચાટ બનાવવા સૌથી એના માટે જરૂરી ચટણી બનાવી તૈયાર કરીશું જેને રસો કહેવામાં આવે છે. જેના મત આપણે સૌથી પહેલા લીલી ચટણી વાળો રસો બનાવશું. જેના માટે લીલા ધાણા ને બરોબર સાફ કરી ધોઈ લેશું ત્યાર બાદ સુધારી મિક્સર જારમાં નાખો. ત્યાર બાદ એમાં શેકેલ સિંગદાણા નાખો સાથે લીલા મરચા સુધારેલ, આદુનો ટુકડો, હળદર, સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો,
  • ત્યાર બાદ એમાં પાણી નાખી પીસી સ્મૂથ ચટણી તૈયાર કરી લ્યો અને તૈયાર ચટણી ને મોટા વાટકામાં કાઢી એમાં થોડું પાણી ઉમેરી મીડીયમ ઘટ્ટ ચટણી તૈયાર કરીશું. તો તૈયાર છે આપનો લીલો રસો.
  • ત્યાર બાદ ખજુર આંબલી નો રસો બનાવવા સૌથી પહેલા ખજુર આંબલી ના બીજ કાઢી લેવા ત્યાર બાદ એક થી બે કપ પાણી ગરમ કરી એમાં ખજુર આંબલી નાખી બે ત્રણ કલાક પલાળી લેવા ત્રણ કલાક પછી ખજુર આંબલી ને મિક્સર જારમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, જીરું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી સ્મૂથ ચટણી બનાવશું. તૈયાર ચટણી ને ગરણી થી ગાળી લેશું અને એમાં પણ જરૂર મુજબ પાણી નાખી મીડીયમ ઘટ્ટ રસો તૈયાર કરીશું. તો તૈયાર છે આપણો ખજુર આંબલીનો રસો.
  • હવે એક તપેલીમાં એક કપ તીખા લસણીયા ગાંઠિયા લ્યો એમાં એક કપ ભાવનગરી ગાંઠિયા નાખો સાથે બે ત્રણ ચમચી ઝીણી સુધારેલી ડુંગળી, બે ત્રણ ચમચી લીલા ધાણા , ત્રણ ચાર ચમચી દાડમ ના દાણા નાખી મિક્સ કરી લ્યો ત્ય્રાર બાદ લીલા રસાની ચાર પાંચ ચમચી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય એટલે એમાં બે ત્રણ ચમચી ખજુર આંબલીનો રસો નાખી મિક્સ કરી લ્યો અને બે સર્વિંગ પ્લેટ માં સર્વ કરો અને ઉપર થોડો ખજુર આંબલીનો રસો, સુધારેલ ડુંગળી, દાડમના દાણા નાખી મજા લ્યો. તો તૈયાર છે તીખામોરા રસવાળા ચાર્ટ.

Notes

  • અહી તમે તમારી પસંદ મુજબ રસો ઉમેરી તમારો ચાર્ટ તૈયાર કરી શકો છો.
  • આ ચાર્ટ તમે જે મુજબ સર્વ કરવો હોય એ મુજબ એક એક કે બે પ્લેટ એક સાથે તૈયાર કરી સર્વ કરવો જેથી ચાર્ટ ની ક્રન્ચીનેસ બરોબર આવે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version