વાલોર ને અલગ અલગ નામે ઓળખતા હોય છે. ઘણા લોકો સેમ, પાપડી ના નામે પણ ઓળખે છે અને વાલોર માં પણ ઘણી અલગ અલગ સાઈઝ અને આકાર ની જોવા મળે છે તમે તમારા ત્યાં મળતી વાલોર માંથી આ અથાણું બનાવી શકો છો. વાલોર ખાવી શરીર માટે ખુબ સારી છે વાલોર ના સેવન થી સોજા, ડાઈબીટીસ, પેટની તકલીફ, અલ્સર માં પણ સારી માનવામાં આવે છે. તો ચાલો shiyada special valor nu athanu – વાલોર નું અથાણું બનાવવાની રીત શીખીએ.
Valor athanu ingredients list
- વાલોર 500 ગ્રામ
- હળદર ½ ચમચી
- લસણ ની કણી 30-40
- વરીયાળી 1 -2 ચમચી
- અજમો 1 ચમચી
- જીરું ½ ચમચી
- સુકા આખા ધાણા 5-6 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- આમચૂર પાઉડર 3 ચમચી
- કલોંજી 1 ચમચી
- રાઈ 2-3 ચમચી
- તેલ 5-7 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Valor nu athanu banavani rit
વાલોર નું અથાણું બનાવવા સૌથી પહેલા વાલોર ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ ઉપર નીચેની ડાળી ને હાથથી કાપી સાઈડ ના રેસા અલગ કરી બે ભાગ માં હાથ થી જ તોડી કટકા કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી પાણીને ઉકાળી લ્યો.
પાણી ઉકાળવા લાગે એટલે એમાં કટકા કરેલ વાલોર નાખો અને વાલોર ને પાંચ સાત મિનીટ ઉકાળી લ્યો. સાત મિનીટ પછી ચારણીમાં કાઢી લ્યો અને એક બાજુ મુકો. અને પાણી નીતારી લીધા બાદ સાફ કોરા કપડામાં ફેલાવી દયો. અને વઘારીયામાં તેલ ને એક વખત ફૂલ ગરમ કરી ઠંડું કરવા મુકો.
હવે ખરલ માં લસણ ની કણી ને અધ કચરી પીસી ને લ્યો ત્યાર બાદ ગેસ પર કડાઈમાં વરીયાળી, અજમો, જીરું, સુકા આખા ધાણા નાખી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને મસાલા ઠંડા થાય એટલે દર્દરા પીસી લ્યો.
હવે કપડા પર સૂકવવા મુકેલી વાલોર સુકાઈ ને કોરી થઇ જાય એટલે એક વાસણમાં લ્યો એમાં પીસી રાખેલ મસાલા, આમચૂર પાઉડર, લાલ મરચાનો પાઉડર કલોંજી, રાઈ, કુટી રાખેલ લસણ અને સ્વાદ મુજબ મીઠું અને ગરમ કરી ઠંડું કરેલ તેલ નાખી હાથ થી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ કાંચ ની સાફ બરણીમાં ભરી લઇ એક થી બે દિવસ પછી મજા લ્યો. તો તૈયાર છે વાલોર નું અથાણું.
વાલોર બાફતી વખતે મીઠું નાખેલ હતું એટલે બીજી વખત મીઠું નાખો ત્યાર ધ્યાન રાખવું.
વાલોર નું અથાણું બનાવવાની રીત

Valor nu athanu banavani rit | વાલોર નું અથાણું બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 ખરલ
- 1 મિક્સર
Ingredients
valor athanu ingredients
- 500 ગ્રામ વાલોર
- ½ ચમચી હળદર
- 30-40 લસણ ની કણી
- 1 -2 ચમચી વરીયાળી
- 1 ચમચી અજમો
- ½ ચમચી જીરું
- 5-6 ચમચી સુકા આખા ધાણા
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 3 ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી કલોંજી
- 2-3 ચમચી રાઈ
- 5-7 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Valor nu athanu banavani rit
- વાલોર નું અથાણું બનાવવા સૌથી પહેલા વાલોર ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ ઉપર નીચેની ડાળી ને હાથથી કાપી સાઈડ ના રેસા અલગ કરી બે ભાગ માં હાથ થી જ તોડી કટકા કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી પાણીને ઉકાળી લ્યો.
- પાણી ઉકાળવા લાગે એટલે એમાં કટકા કરેલ વાલોર નાખો અને વાલોર ને પાંચ સાત મિનીટ ઉકાળી લ્યો. સાત મિનીટ પછી ચારણીમાં કાઢી લ્યો અને એક બાજુ મુકો. અને પાણી નીતારી લીધા બાદ સાફ કોરા કપડામાં ફેલાવી દયો. અને વઘારીયામાં તેલ ને એક વખત ફૂલ ગરમ કરી ઠંડું કરવા મુકો.
- હવે ખરલ માં લસણ ની કણી ને અધ કચરી પીસી ને લ્યો ત્યાર બાદ ગેસ પર કડાઈમાં વરીયાળી, અજમો, જીરું, સુકા આખા ધાણા નાખી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને મસાલા ઠંડા થાય એટલે દર્દરા પીસી લ્યો.
- હવે કપડા પર સૂકવવા મુકેલી વાલોર સુકાઈ ને કોરી થઇ જાય એટલે એક વાસણમાં લ્યો એમાં પીસી રાખેલ મસાલા, આમચૂર પાઉડર, લાલ મરચાનો પાઉડર કલોંજી, રાઈ, કુટી રાખેલ લસણ અને સ્વાદ મુજબ મીઠું અને ગરમ કરી ઠંડું કરેલ તેલ નાખી હાથ થી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ કાંચ ની સાફ બરણીમાં ભરી લઇ એક થી બે દિવસ પછી મજા લ્યો. તો તૈયાર છે વાલોર નું અથાણું.
- વાલોર બાફતી વખતે મીઠું નાખેલ હતું એટલે બીજી વખત મીઠું નાખો ત્યાર ધ્યાન રાખવું.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Mula nu shaak banavani rit | મૂળા નું શાક બનાવવાની રીત
cheese burst chapati pizza | ચીઝ બર્સ્ટ ચપાતી પિઝા
Guvar bataka nu shaak banavani rit | ગુવાર બટાકા નું શાક
Lila vatana na parotha | લીલા વટાણા ના પરોઠા
