HomeDessert & DrinksCreamy Cappuccino coffee recipe in gujarati | ક્રીમી કેપેચીનો કૉફી ની રેસીપી

Creamy Cappuccino coffee recipe in gujarati | ક્રીમી કેપેચીનો કૉફી ની રેસીપી

નમસ્તે મિત્રો આજ આપણે Creamy Cappuccino coffee – ક્રીમી કેપેચીનો કૉફી બનાવવાની રીત શીખીશું. કૉફી તો બધાનેપસંદ હોય છે હાલમાં શિયાળા ની શરૂઆત થાય છે ત્યારે ગરમ ગરમ પીણું સવાર કે સાંજ ની ગુલાબી ઠંડી માં મળી જાય તો ખુબ મજા આવી જાય તો આજ આપણે એવુજ એક મોંધુ અને બધાને પસંદ હોય છે એવું પીણું ખુબ સસ્તું અને માત્ર દસ પંદર મિનીટ માં તૈયાર કરતા શીખીશું.

INGREDIENTS

  • કૉફી 4-5 ચમચી
  • ખાંડ 8-9 ચમચી
  • ડ્રીન્કીંગ ચોકલેટ પાઉડર 2 ચમચી 
  • ફૂલ ક્રીમ ગરમ દૂધ 2 કપ
  • બરફ ના કટકા 4-5

Creamy Cappuccino coffee recipe in gujarati

ક્રીમી કેપેચીનો કૉફી બનાવવા સૌથી પહેલા ગેસ પર એક તપેલીમાં ફૂલ ક્રીમ દૂધ નાખી અને ગરમ કરવા મુકો. દૂધ ગરમ થાય ત્યાં સુંધી મિક્સર જારમાં કૉફી નાખો સાથે ખાંડ નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી બનેને પીસી બરોબર મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ એમાં બરફના કટકા નાખો અને ફરીથી પ્લસ મોડમાં ફેરવી બરફ ના કટકા કરી લ્યો. તને બે ચાર વખત ફેરવી લીધા બાદ ચમચી થી ફરીથી બરોબર મિક્સ કરી ફરી ઢાંકણ બંધ કરી બે ચાર મિનીટ ફેરવી લ્યો અને તૈયાર છે કેપેચીનો.

હવે તૈયાર કેપેચીનો ના મિશ્રણ માંથી બે ચમચી મિશ્રણ મોટા કપ માં નાખો અને ત્યાર બાદ એમાં ગરમ ગરમ ફૂલ ક્રીમ દૂધ નાખી ચમચી થી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ફરી એક ચમચી કેપેચીનો નાખી થોડો હલાવી લઇ ઉપર ડ્રીન્કીંગ ચોકલેટ પાઉડર છાંટી મજા લ્યો. તો તૈયાર છે ક્રીમી કેપેચીનો કૉફી

અહી બરફ ની જગ્યાએ ફૂલ ઠંડુ પાણી પણ વાપરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ક્રીમી કેપેચીનો કૉફી ની રેસીપી

Creamy Cappuccino coffee - ક્રીમી કેપેચીનો કૉફી

Creamy Cappuccino coffee recipe in gujarati

નમસ્તે મિત્રો આજ આપણે Creamy Cappuccino coffee – ક્રીમી કેપેચીનો કૉફી બનાવવાની રીત શીખીશું. કૉફી તો બધાને પસંદ હોય છે હાલમાં શિયાળા ની શરૂઆત થાય છેત્યારે ગરમ ગરમ પીણું સવાર કે સાંજ ની ગુલાબી ઠંડી માં મળી જાય તો ખુબ મજા આવી જાયતો આજ આપણે એવુજ એક મોંધુ અને બધાને પસંદ હોય છે એવું પીણું ખુબ સસ્તું અને માત્રદસ પંદર મિનીટ માં તૈયાર કરતા શીખીશું.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 કપ

Equipment

  • 1 તપેલી
  • 1 મોટો કપ
  • 1 મિક્સર

Ingredients

  • 4-5 ચમચી કૉફી
  • 8-9 ચમચી ખાંડ
  • 2 ચમચી ડ્રીન્કીંગ ચોકલેટ પાઉડર
  • 2 કપ ફૂલ ક્રીમ ગરમ દૂધ
  • 4-5 બરફ ના કટકા

Instructions

Creamy Cappuccino coffee recipe in gujarati

  • ક્રીમી કેપેચીનો કૉફી બનાવવા સૌથી પહેલા ગેસ પર એક તપેલીમાં ફૂલ ક્રીમ દૂધ નાખી અને ગરમ કરવા મુકો. દૂધ ગરમ થાય ત્યાં સુંધી મિક્સર જારમાં કૉફી નાખો સાથે ખાંડ નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી બનેને પીસી બરોબર મિક્સ કરી લ્યો,
  • ત્યાર બાદ એમાં બરફના કટકા નાખો અને ફરીથી પ્લસ મોડમાં ફેરવી બરફ ના કટકા કરી લ્યો. તને બે ચાર વખત ફેરવી લીધા બાદ ચમચી થી ફરીથી બરોબર મિક્સ કરી ફરી ઢાંકણ બંધ કરી બે ચાર મિનીટ ફેરવી લ્યો અને તૈયાર છે કેપેચીનો.
  • હવે તૈયાર કેપેચીનો ના મિશ્રણ માંથી બે ચમચી મિશ્રણ મોટા કપ માં નાખો અને ત્યાર બાદ એમાં ગરમ ગરમ ફૂલ ક્રીમ દૂધ નાખી ચમચી થી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ફરી એક ચમચી કેપેચીનો નાખી થોડો હલાવી લઇ ઉપર ડ્રીન્કીંગ ચોકલેટ પાઉડર છાંટી મજા લ્યો. તો તૈયાર છે ક્રીમી કેપેચીનો કૉફી

Notes

  • અહી બરફ ની જગ્યાએ ફૂલ ઠંડુ પાણી પણ વાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular