નમસ્તે મિત્રો આજે આપણે મેક્રોની પાસ્તા ની જગ્યાએ મેક્રોની સૂપ બનાવીશું પાસ્તા તો બધા ના ઘરમાં બનતાજ હશે પરંતુ આજે આપણે કંઈક નવું બનાવીશું ટોમેટો મેક્રોની જે વરસાદ ની સીઝન માં ખાવાની અને પીવાની મજા પડી જાય એવો ગરમા ગરમ Tomato Macaroni Soup – ટોમેટો મેક્રોની સૂપ બનાવતા શીખીશું.
INGREDIENTS
- ડુંગળી 1 મિડયમ સાઇઝ ની
- ટામેટા 6 નંગ
- લીલું મરચું 1 નંગ
- લસણ 10-12 કણી
- લીલા ધાણા ના દાંઠા
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 1 ચમચી
- કાશ્મીરી લાલ મરચાંનો પાવડર 2 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- જરૂર મુજબ ગરમ પાણી
- જીરું પાવડર ½ ચમચી
- જરૂર મુજબ પાણી (બ્લેન્ડિંગ માટે)
- જરૂર મુજબ ગરમ પાણી
- કાળા મરી જરૂર મુજબ
- ઓરેગાનો 1 ચમચી
- સંચળ પાવડર જરૂર મુજબ
- ટોમેટો સોસ 1 ચમચી
- ખાંડ એક ચપટી
- ગાજર 1 નંગ નાના કટકા કરેલા
- બિન્સ 7-8 નંગ
- કેપ્સિકમ ½ મધ્યમ સાઈઝ જીણું કટકા કરેલા
- સ્વીટ કોર્ન ⅓ કપ
- મેક્રોની ૭૫ ગ્રામ
- લીંબુનો રસ 1 ચમચી
- તાજા લીલા ધાણા એક મુઠ્ઠી જીણા સુધારેલા
Tomato Macaroni Soup banavani recipe
ટોમેટો મેક્રોની સૂપ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક પેન / કડાઈ મૂકીશું ત્યાર બાદ તેમાં ડુંગળી 1 મિડયમ સાઇઝ ની મોટા કટકા કરેલી ટામેટા 6 નંગ મોટા કટકા કરેલા , લીલું મરચું 1 નંગ વચે થી 2 કટકા કરી ને , લસણ 10-12 કણી , લીલા ધાણા ના દાંઠા , સ્વાદ મુજબ મીઠું નાખી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે ગેસ ચાલુ કરીશું અને બધી વસ્તુ થોડી સોફ્ટ થઈ ને ગરી જાય ત્યાર બાદ તેમાં , કાશ્મીરી લાલ મરચાંનો પાવડર 2 ચમચી , ગરમ મસાલો ¼ ચમચી જીરું પાવડર ½ ચમચી ત્યાર બાદ જરૂર મુજબ ગરમ પાણી નાખી બધી વસ્તુ ને ઢાંકી અને મિડયમ તાપે 7-8 મિનિટ માટે ચડવા દેશું .
હવે 7-8 મિનિટ બાદ ઢાંકણ ખોલી ને ચેક કરી લેશું બધી વસ્તુ સારી રીતે ચળી ગઈ છે . ત્યાર બાદ તેને એકદમ સારી રીતે ઠંડુ થવા દેશું ઠંડું થઈ ગયા બાદ એક મિક્ષ્ચર જાર માં મિશ્રણ નાખી અને બધી વસ્તુ ની એકદમ સારી પેસ્ટ તૈયાર કરી લેશું . પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ એક બાઉલ માં આપણે આ સૂપ ને ગરણી માં નાખી અને ગાળી લેશું .
ત્યાર બાદ ગેસ પર એક પેન ગરમ કરવા મૂકીશું અને આ તૈયાર કરેલી પેસ્ટ નાખી દેશું અને સૂપ ની કોન્સિટન્સી એડજેસ્ટ કરવા માટે તેમાં ફરીથી થોડું ગરમ પાણી નાખી અને સૂપ જેવી કોન્સિટન્સી એડજેસ્ટ કરી લેશું . ધ્યાન રાખવું સૂપ બઉ જાડો નઈ રાખીએ . ત્યાર બાદ તેમાં તાજા કુટેલા કાળા મરી 1 ચમચી તીખાશ મુજબ , ઓરેગાનો 1 ચમચી , સંચળ પાવડર 1 ચમચી , ટોમેટો સોસ 1 ચમચી , ચપટી ખાંડ નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું સૂપ ઉકળે ત્યાં સુધી માં આપણે બીજી તૈયારી કરી લેશું .
હવે ત્યાર બાદ એક ગાજર લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ અને તેની છાલ કાઢી અને ગાજર ના નાનાં નાનાં ટુકડા કરી લેશું . ત્યાર બાદ બિન્સ ને પણ સારી રીતે પાણી માં ધોઈ ને ઉપર થી અને નીચે નો ભાગ કાપી અને તેને પણ નાનાં નાનાં ટુકડા માં કટ કરી લેશું , હવે એવીજ રીતે લીલું કેપ્સિકમ લેશું અને તેના પણ નાનાં નાનાં કટકા કરી લેશું . આ જેટલા પણ શાકભાજી છે તેમાંથી જો તમને કોઈ શાકભાજી ના ભાવતા હોય તો તમે ઈ શાકભાજી ને સ્કીપ પણ કરી શકો છો અથવા તો તમે તમારી પસંદ મુજબ ના શાકભાજી પણ નાખી સકો છો .
ત્યાર પછી હવે આપણે સૂપ માં જે મેક્રોની લીધી હતી 75 ગ્રામ તે મેક્રોની અને સુધારેલા બધા શાકભાજી પણ સૂપ માં નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યાર બાદ 7-8 મિનિટ માટે આ બધી વસ્તુ ને સારી રીતે ચળવા દેશું . 7-8 મિનિટ પછી આપણા પાસ્તા પણ ચળી જશે અને આપણો સૂપ પણ થોડો ઘાટો થવા લાગશે . છેલે સ્વાદ મુજબ મીઠું , લીંબુ નો રસ 1 ચમચી નાખી બધી વસ્તુ ને મિક્સ કરી ઉપર થી ગાર્નિસ કરવા માટે લીલા ધાણા નાખી મિક્સ કરી દેશું .
તો તૈયાર છે આપણું ટોમેટો મેક્રોની સૂપ.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Tomato Macaroni Soup banavani recipe
Equipment
- 1 મિક્ષ્ચર જાર
- 1 ગરણી
- 1 બાઉલ
- 1 પેન / કડાઈ
Ingredients
- 1 ડુંગળી મિડયમ સાઇઝ ની
- 6 નંગ ટામેટા
- 1 નંગ લીલું મરચું
- 10-12 કણી લસણ
- લીલા ધાણા ના દાંઠા
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી તેલ
- 2 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર
- ¼ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી જીરું પાવડર
- જરૂર મુજબ ગરમ પાણી
- જરૂર મુજબ પાણી બ્લેન્ડિંગ માટે
- જરૂર મુજબ ગરમ પાણી
- કાળા મરી જરૂર મુજબ
- 1 ચમચી ઓરેગાનો
- સંચળ પાવડર જરૂર મુજબ
- 1 ચમચી ટોમેટો સોસ
- ખાંડ એક ચપટી
- 1 નંગ ગાજર નાના કટકા કરેલા
- 7-8 નંગ બિન્સ
- ½ કેપ્સિકમ ½ મધ્યમ સાઈઝ જીણું કટકા કરેલા
- ⅓ કપ સ્વીટ કોર્ન
- 75 ગ્રામ મેક્રોની
- 1 ચમચી લીંબુનો રસ
- તાજા લીલા ધાણા એક મુઠ્ઠી જીણા સુધારેલા
Instructions
Tomato Macaroni Soup banavani recipe
- ટોમેટો મેક્રોની સૂપ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક પેન / કડાઈ મૂકીશું ત્યાર બાદ તેમાં ડુંગળી 1 મિડયમ સાઇઝ ની મોટા કટકા કરેલી ટામેટા 6 નંગ મોટા કટકા કરેલા , લીલું મરચું 1 નંગ વચે થી 2 કટકા કરી ને , લસણ 10-12 કણી , લીલા ધાણા ના દાંઠા , સ્વાદ મુજબ મીઠું નાખી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે ગેસ ચાલુ કરીશું અને બધી વસ્તુ થોડી સોફ્ટ થઈ ને ગરી જાય ત્યાર બાદ તેમાં , કાશ્મીરી લાલ મરચાંનો પાવડર 2 ચમચી , ગરમ મસાલો ¼ ચમચી જીરું પાવડર ½ ચમચી ત્યાર બાદ જરૂર મુજબ ગરમ પાણી નાખી બધી વસ્તુ ને ઢાંકી અને મિડયમ તાપે 7-8 મિનિટ માટે ચડવા દેશું .
- હવે 7-8 મિનિટ બાદ ઢાંકણ ખોલી ને ચેક કરી લેશું બધી વસ્તુ સારી રીતે ચળી ગઈ છે . ત્યાર બાદ તેને એકદમ સારી રીતે ઠંડુ થવા દેશું ઠંડું થઈ ગયા બાદ એક મિક્ષ્ચર જાર માં મિશ્રણ નાખી અને બધી વસ્તુ ની એકદમ સારી પેસ્ટ તૈયાર કરી લેશું . પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ એક બાઉલ માં આપણે આ સૂપ ને ગરણી માં નાખી અને ગાળી લેશું .
- ત્યાર બાદ ગેસ પર એક પેન ગરમ કરવા મૂકીશું અને આ તૈયાર કરેલી પેસ્ટ નાખી દેશું અને સૂપ ની કોન્સિટન્સી એડજેસ્ટ કરવા માટે તેમાં ફરીથી થોડું ગરમ પાણી નાખી અને સૂપ જેવી કોન્સિટન્સી એડજેસ્ટ કરી લેશું . ધ્યાન રાખવું સૂપ બઉ જાડો નઈ રાખીએ . ત્યાર બાદ તેમાં તાજા કુટેલા કાળા મરી 1 ચમચી તીખાશ મુજબ , ઓરેગાનો 1 ચમચી , સંચળ પાવડર 1 ચમચી , ટોમેટો સોસ 1 ચમચી , ચપટી ખાંડ નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું સૂપ ઉકળે ત્યાં સુધી માં આપણે બીજી તૈયારી કરી લેશું .
- હવે ત્યાર બાદ એક ગાજર લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ અને તેની છાલ કાઢી અને ગાજર ના નાનાં નાનાં ટુકડા કરી લેશું . ત્યાર બાદ બિન્સ ને પણ સારી રીતે પાણી માં ધોઈ ને ઉપર થી અને નીચે નો ભાગ કાપી અને તેને પણ નાનાં નાનાં ટુકડા માં કટ કરી લેશું , હવે એવીજ રીતે લીલું કેપ્સિકમ લેશું અને તેના પણ નાનાં નાનાં કટકા કરી લેશું . આ જેટલા પણ શાકભાજી છે તેમાંથી જો તમને કોઈ શાકભાજી ના ભાવતા હોય તો તમે ઈ શાકભાજી ને સ્કીપ પણ કરી શકો છો અથવા તો તમે તમારી પસંદ મુજબ ના શાકભાજી પણ નાખી સકો છો .
- ત્યાર પછી હવે આપણે સૂપ માં જે મેક્રોની લીધી હતી 75 ગ્રામ તે મેક્રોની અને સુધારેલા બધા શાકભાજી પણ સૂપ માં નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યાર બાદ 7-8 મિનિટ માટે આ બધી વસ્તુ ને સારી રીતે ચળવા દેશું . 7-8 મિનિટ પછી આપણા પાસ્તા પણ ચળી જશે અને આપણો સૂપ પણ થોડો ઘાટો થવા લાગશે . છેલે સ્વાદ મુજબ મીઠું , લીંબુ નો રસ 1 ચમચી નાખી બધી વસ્તુ ને મિક્સ કરી ઉપર થી ગાર્નિસ કરવા માટે લીલા ધાણા નાખી મિક્સ કરી દેશું .
- તો તૈયાર છે આપણું ટોમેટો મેક્રોની સૂપ .
Notes
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Mango sago Dessert banavani rit | મેંગો સાગો ડેઝર્ટ બનાવવાની રીત
Khari raab banavani rit | ખારી રાબ બનાવવાની રીત
Tal ni barfi banavani rit | તલ ની બરફી બનાવવાની રીત
