અત્યાર સુંધી આપણે કેરી, આમળા અને બીજા ઘણા ફ્રુટ માંથી મુરબ્બો બનાવ્યો છે પણ આજ આપણે ગાજર માંથી બનાવતા શીખીશું. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગતો હોય છે અને રોટલી, પરોઠા, બ્રેડ કે ભાત સાથે પસંદ આવતો હોય છે. તો ચાલો Gajar no murrabo – ગાજર નો મુરબ્બો બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- ગાજર 500 ગ્રામ
- કીસમીસ ¼ કપ
- ખાંડ 1 કપ
- તજ નો ટુકડો 1 ઇંચ
- વિનેગર ¼ ચમચી
- પાણી જરૂર મુજબ
Gajar no murrabo banavani rit
ગાજર નો મુરબ્બો બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી લ્યો અને ફરીથી ધોઈ સાફ કરી લ્યો અને ત્યાર બાદ મીડીયમ સાઇઝ ના કટકા થાય એ પ્રમાણે કાપી ને કટકા કરી લ્યો. હવે કટકા ન બે ભાગ કરી ગાજર ની વચ્ચે રહેલ સફેદ પિત્ત વાળો ભાગ અલગ કરી નાખી મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો.
હવે ગેસ પર કડાઈ માં ગાજર ના કટકા નાખો સાથે કીસમીસ અને એક થી દોઢ ગ્લાસ એની નાખી મિક્સ કરી લ્યો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં ખાંડ અને તજ ના કટકા ને નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ચડવા દયો.
પંદર મિનિટ પછી પછી એમાં વિનેગર નાખો એક તાર થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને ગરમ હોય ત્યારે જ કાચ ની બરણી માં ભરી લ્યો.
ગાજર ના કટકા બરણી માં નાખી દીધા બાદ ખાંડ ની ચાસણી પણ એના પર નાખી દયો અને કાચ ની બરણી ઠંડી થાય એટલે બંધ કરી નાખો અને ત્યાર બાદ રોટલી, બ્રેડ, ભાત સાથે સર્વ કરી શકો છો. તો તૈયાર છે ગાજર નો મુરબ્બો.
Garajar murabo recipe notes
- પાણી ની માત્રા ધ્યાન થી નાખવી નહીંતર એક તાર ની ચાસણી બનતા વાર લાગી શકે છે.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ગાજર નો મુરબ્બો બનાવવાની રીત

Gajar no murrabo banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 કાંચ ની બરણી
Ingredients
Ingredients list
- 500 ગ્રામ ગાજર
- ¼ કપ કીસમીસ
- 1 કપ ખાંડ
- 1 ઇંચ તજ નો ટુકડો
- ¼ ચમચી વિનેગર
- પાણી જરૂર મુજબ
Instructions
Gajar no murrabo banavani rit
- ગાજર નો મુરબ્બો બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી લ્યો અને ફરીથી ધોઈ સાફ કરી લ્યો અને ત્યાર બાદ મીડીયમ સાઇઝ ના કટકા થાય એ પ્રમાણે કાપી ને કટકા કરી લ્યો. હવે કટકા ન બે ભાગ કરી ગાજર ની વચ્ચે રહેલ સફેદ પિત્ત વાળો ભાગ અલગ કરી નાખી મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈ માં ગાજર ના કટકા નાખો સાથે કીસમીસ અને એક થી દોઢ ગ્લાસ એની નાખી મિક્સ કરી લ્યો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં ખાંડ અને તજ ના કટકા ને નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ચડવા દયો.
- પંદર મિનિટ પછી પછી એમાં વિનેગર નાખો એક તાર થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને ગરમ હોય ત્યારે જ કાચ ની બરણી માં ભરી લ્યો.
- ગાજર ના કટકા બરણી માં નાખી દીધા બાદ ખાંડ ની ચાસણી પણ એના પર નાખી દયો અને કાચ ની બરણી ઠંડી થાય એટલે બંધ કરી નાખો અને ત્યાર બાદ રોટલી, બ્રેડ, ભાત સાથે સર્વ કરી શકો છો. તો તૈયાર છે ગાજર નો મુરબ્બો.
Notes
- પાણી ની માત્રા ધ્યાન થી નાખવી નહીંતર એક તાર ની ચાસણી બનતા વાર લાગી શકે છે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Mango premix banavani rit | મેંગો પ્રિમિક્સ બનાવવાની રીત
Cold coco banavani rit | કોલ્ડ કોકો બનાવવાની રીત
