શિયાળો જામ્યો હોય અને થાળીમાં ગરમાગરમ Bajri no Rotlo અને તેની સાથે તીખું-તમતમતું Mogri nu Shaak હોય તો જમવાની મજા પડી જાય. મોગરી (Radish Pods) એ ખાસ શિયાળામાં મળતી શાકભાજી છે. ઘણા લોકો મોગરી કાચી સલાડ તરીકે ખાતા હોય છે, પણ તેનું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
આજે આપણે એકદમ કાઠિયાવાડી સ્ટાઈલથી (Kathiyawadi Style) મસાલેદાર મોગરીનું શાક બનાવીશું. આ શાક બનાવવામાં ખુબ જ ઓછો સમય લાગે છે અને તે સ્વાદમાં ખુબ જ ચટપટું લાગે છે. તો ચાલો નોંધી લઈએ Mogri nu Shaak Banavani Rit.
INGREDIENTS
- મોગરી / સાગોરી સુધારેલ 2 કપ
- ઝીણા સુધારેલા ટામેટા 2
- તેલ 1-2 ચમચી
- હિંગ 1/8 ચમચી
- રાઈ ¼ ચમચી
- જીરું ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- હળદર ¼ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- આદુની પેસ્ટ ½ ચમચી સ્વાદ મુજબ મીઠું
Mogri Nu Shaak banavani rit
મોગરીનું શાક બનાવવા સૌથી પહેલા મોગરી ને પાણી થી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ઉપર નીચેની ડાળી કાપી અલગ કરી બ કટકા કરી લ્યો અને સાથે ટામેટા ને પણ ધોઈ ઝીણા સુધારી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાંખી તતડાવી લ્યો ,
ત્યાર બાદ એમાં હિંગ અને આદું નાખી મિક્સ કરી શેકો હવે એમાં ઝીણા સુધારેલ ટામેટા નાખી મિક્સ કરી ટામેટા ને ચડાવી લ્યો.
ટામેટા ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી મસાલાને ધણી બે ચાર મિનીટ શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં સુધારેલ મોગરી નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ ધીમો કરી ઢાંકી ચાર પાંચ મિનીટ ચડાવી લ્યો.
પાંચ મિનીટ પછી ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ રોટલી રોટલા સાથે સર્વ કરો. તો તૈયાર છે રાજસ્થાની મોગરી નું શાક.
મોગરીનું શાક બનાવવાની રીત

દેશી સ્ટાઈલ મોગરીનું શાક બનાવવાની રીત – Mogri Nu Shaak Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
- 2 કપ મોગરી / સાગોરી સુધારેલ
- 2 ઝીણા સુધારેલા ટામેટા
- 1-2 ચમચી તેલ
- ⅛ ચમચી હિંગ
- ¼ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- ½ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી આદુની પેસ્ટ ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
Instructions
Mogri Nu Shaak banavani rit
- મોગરીનું શાક બનાવવા સૌથી પહેલા મોગરી ને પાણી થી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ઉપર નીચેની ડાળી કાપી અલગ કરી બ કટકા કરી લ્યો અને સાથે ટામેટા ને પણ ધોઈ ઝીણા સુધારી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાંખી તતડાવી લ્યો ,
- ત્યાર બાદ એમાં હિંગ અને આદું નાખી મિક્સ કરી શેકો હવે એમાં ઝીણા સુધારેલ ટામેટા નાખી મિક્સ કરી ટામેટા ને ચડાવી લ્યો.
- ટામેટા ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી મસાલાને ધણી બે ચાર મિનીટ શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં સુધારેલ મોગરી નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ ધીમો કરી ઢાંકી ચાર પાંચ મિનીટ ચડાવી લ્યો.
- પાંચ મિનીટ પછી ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ રોટલી રોટલા સાથે સર્વ કરો. તો તૈયાર છે રાજસ્થાની મોગરી નું શાક.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મટર નિમોના બનાવવાની રીત – Matar Ka Nimona Recipe in Gujarati
Kodari no pulav banavani recipe | કોદરી નો પુલાવ
Tava fry ringna banavani rit | તવા ફ્રાય રિંગણા બનાવવાની રીત
