આ મેથી મસાલા પૂરી ખૂબ જ ટેસ્ટી ની સાથે હેલ્થી બની ને તૈયાર થાય છે જેને તમે સવાર સાંજ ના નાસ્તા માં અથવા ટિફિન માં બટાકા ની સૂકી ભાજી, અથાણાં કે ચા – દૂધ સાથે મજા લઈ શકો છો અને એક વખત Methi masala puri બનાવી લાંબો સમય મજા લઈ શકાય એવી વાનગી બનાવી ક્યારેક રસોડા માંથી પણ આરામ લઈ શકાય.
Ingredient list
- મેથી 250 ગ્રામ
- ટમેટા 1-2 સુધારેલ
- લસણ ની કણી 8-10
- આદુ ના કટકા 1-2 નાના
- લીલા મરચા સુધારેલા 2-3
- આખા ધાણા 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- જીરું 1 ચમચી
- હળદર ½ ચમચી
- અજમો ½ ચમચી
- સફેદ તલ 2-3 ચમચી
- બેસન ¼ કપ
- ઘઉંનો લોટ 2 કપ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Methi masala puri banavani recipe
મેથી મસાલા પૂરી બનાવવા સૌપ્રથમ મેથી સાફ કરી પાંદ અલગ કરી લઈ ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી સાવ નિતારી લઈ કપડા માં કોરી કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી ઝીણી ઝીણી સુધારી લ્યો અને કથરોટ માં નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે મિક્સર જારમાં સુધારેલ ટમેટા, લસણ ની કણી, લીલા મરચા સુધારેલા, આદુના કટકા, આખા ધાણા, જીરું અને વરિયાળી નાખી પીસી લ્યો અને પીસેલા મિશ્રણ ને મેથી માં નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં અજમો, સફેદ તલ, હળદર, લાલ મરચાનો પાઉડર, બેસન , બે ત્રણ ચમચી તેલ અને ઘઉંનો લોટ નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો.
લોટ બાંધવા જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી લુવો લઈ તેલ લગાવી અથવા કોરા લોટ થી પૂરી વણી તૈયાર કરી લ્યો. આમ થોડી પૂરી વણી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી બાકી ની પૂરી પણ વણી ને તૈયાર કરી અલગ અલગ મૂકો.
હવે તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરી પૂરી નાખી અને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી ને કાઢી લ્યો. આમ એક બે એક બે કરી ને પૂરી ને ગોલ્ડન તરી લ્યો અને તૈયાર પૂરી ને ચા અથાણાં અથવા દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે મેથી મસાલા પૂરી.
Puri recipe notes
- અહી જો તમને મેથી નો કડવાશ વધારે લાગતી હોય તો અડધી લીલી મેથી અને અડધી લીલા ધાણા સુધારી ને પણ વાપરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
મેથી મસાલા પૂરી બનાવવાની રેસીપી

Methi masala puri banavani recipe
Equipment
- 1 કથરોટ
- 1 પાટલો – વેલણ
Ingredients
Ingredient list
- 250 ગ્રામ મેથી
- 1-2 ટમેટા સુધારેલ
- 8-10 લસણ ની કણી
- 1-2 આદુ ના કટકા નાના
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી આખા ધાણા
- 1 ચમચી વરિયાળી
- 1 ચમચી જીરું
- ½ ચમચી હળદર
- ½ ચમચી અજમો
- 2-3 ચમચી સફેદ તલ
- ¼ કપ બેસન
- 2 કપ ઘઉંનો લોટ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Methi masala puri banavani recipe
- મેથી મસાલા પૂરી બનાવવા સૌપ્રથમ મેથી સાફ કરી પાંદ અલગ કરી લઈ ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી સાવ નિતારી લઈ કપડા માં કોરી કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી ઝીણી ઝીણી સુધારી લ્યો અને કથરોટ માં નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
- હવે મિક્સર જારમાં સુધારેલ ટમેટા, લસણ ની કણી, લીલા મરચા સુધારેલા, આદુના કટકા, આખા ધાણા, જીરું અને વરિયાળી નાખી પીસી લ્યો અને પીસેલા મિશ્રણ ને મેથી માં નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં અજમો, સફેદ તલ, હળદર, લાલ મરચાનો પાઉડર, બેસન , બે ત્રણ ચમચી તેલ અને ઘઉંનો લોટ નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો.
- લોટ બાંધવા જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી લુવો લઈ તેલ લગાવી અથવા કોરા લોટ થી પૂરી વણી તૈયાર કરી લ્યો. આમ થોડી પૂરી વણી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી બાકી ની પૂરી પણ વણી ને તૈયાર કરી અલગ અલગ મૂકો.
- હવે તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરી પૂરી નાખી અને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી ને કાઢી લ્યો. આમ એક બે એક બે કરી ને પૂરી ને ગોલ્ડન તરી લ્યો અને તૈયાર પૂરી ને ચા અથાણાં અથવા દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે મેથી મસાલા પૂરી.
Puri recipe notes
- અહી જો તમને મેથી નો કડવાશ વધારે લાગતી હોય તો અડધી લીલી મેથી અને અડધી લીલા ધાણા સુધારી ને પણ વાપરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
આમળા નો છૂંદો બનાવવાની રેસીપી | amla no chundo banavani recipe
