શિયાળા માં બજારો ખાવો સ્વાસ્થ્ય માટે સારો માનવામાં આવે છે અને રોજ રોજ એક જ બાજરા ના રોટલા ખાઈ કંટાળી ગયા હો તો આજ આપણે એમાંથી બધા ને ભાવે એવા Bajri na lot na dhosa – બાજરી ના લોટ ના ઢોસા બનાવતા શીખીશું જે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગશે. તો ચાલો બાજરી લોટ માંથી ઢોસા બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- બાજરા નો લોટ 1 કપ
- છીણેલું ગાજર ½ કપ
- સાવ ઝીણા કેપ્સીકમ ¼ કપ
- લીલા મરચા ઝીણા સમારેલા 3-4
- મરી પાઉડર ½ ચમચી
- આદુ ની પેસ્ટ ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- મીઠા લીમડા ના પાન ઝીણા સમારેલા 8-10
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી 2 ½ કપ
Bajri na lot na dhosa banavani rit
બાજરી ના લોટ ના ઢોસા બનાવવા સૌપ્રથમ એક તપેલી માં બાજરી નો લોટ ને ચારણી થી ચાળી લ્યો અને ત્યાર બાદ એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાકી નો દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો,
ત્યાર બાદ એમાં છીણેલા ગાજર, ઝીણા સમારેલા કેપ્સીકમ, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, મીઠા લીમડા ના પાંદ ના કટકા, મરી, આદુ પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે તૈયાર મિશ્રણ ને ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ફૂલ ગરમ થાય એટલે તેલ લગાવી લ્યો ત્યાર બાદ એના પર પાણી છાંટી ને કપડા થી લુછી લ્યો ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ ને હલાવી મિક્સ કરી ગરમ તવી પર થોડું થોડું નાખી ફેલાવી લ્યો અને ત્યાર બાદ તેલ લગાવી મિડીયમ તાપે ત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો.
ઢોસો બરોબર શેકાઈ જાય એટલે ઉતારી લ્યો આમ એક એક કરી બધા જ ઢોસા ને શેકી ને તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચટણી સોસ સાથે સર્વ કરો તો તૈયાર છે બાજરી લોટ માંથી ઢોસા.
Dhosa recipe notes
- જો ઢોસા થોડા જાડા બનતા હોય તો ને ત્રણ ચમચી પાણી નાખી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
બાજરી ના લોટ ના ઢોસા બનાવવાની રીત

Bajri na lot na dhosa banavani rit
Equipment
- 1 તવી
- 1 તપેલી
Ingredients
Ingredients list
- 1 કપ બાજરા નો લોટ
- ½ કપ છીણેલું ગાજર
- ¼ કપ સાવ ઝીણા કેપ્સીકમ
- 3-4 લીલા મરચા ઝીણા સમારેલા
- ½ ચમચી મરી પાઉડર
- ½ ચમચી આદુ ની પેસ્ટ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 8-10 મીઠા લીમડા ના પાન ઝીણા સમારેલા
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- 2½ કપ પાણી
Instructions
Bajri na lot na dhosa banavani rit
- બાજરી ના લોટ ના ઢોસા બનાવવા સૌપ્રથમ એક તપેલી માં બાજરી નો લોટ ને ચારણી થી ચાળી લ્યો અને ત્યાર બાદ એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાકી નો દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો,
- ત્યાર બાદ એમાં છીણેલા ગાજર, ઝીણા સમારેલા કેપ્સીકમ, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, મીઠા લીમડા ના પાંદ ના કટકા, મરી, આદુ પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે તૈયાર મિશ્રણ ને ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ફૂલ ગરમ થાય એટલે તેલ લગાવી લ્યો ત્યાર બાદ એના પર પાણી છાંટી ને કપડા થી લુછી લ્યો ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ ને હલાવી મિક્સ કરી ગરમ તવી પર થોડું થોડું નાખી ફેલાવી લ્યો અને ત્યાર બાદ તેલ લગાવી મિડીયમ તાપે ત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો.
- ઢોસો બરોબર શેકાઈ જાય એટલે ઉતારી લ્યો આમ એક એક કરી બધા જ ઢોસા ને શેકી ને તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચટણી સોસ સાથે સર્વ કરો તો તૈયાર છે બાજરી લોટ માંથી ઢોસા.
Notes
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મૂળા ઢોકળી | Muda dhokli banavani rit
પનીર ચીનગારી | paneer chingari banavani rit
ઢોસા સાથે સર્વ થતું બટેટા નું શાક બનાવવાની રીત | Masala dosa nu shaak recipe banavani rit
