HomeNastaશિયાળા સ્પેશિયલ લીલા લસણના પરાઠા બનાવવાની રીત - Lila Lasan na Paratha...

શિયાળા સ્પેશિયલ લીલા લસણના પરાઠા બનાવવાની રીત – Lila Lasan na Paratha Recipe in Gujarati

શિયાળાની કાતિલ ઠંડીમાં (Winter Season) ગરમાગરમ ચા સાથે જો Lila Lasan na Paratha મળી જાય તો દિવસ બની જાય! અત્યારે બજારમાં લીલું લસણ (Fresh Green Garlic) પુષ્કળ પ્રમાણમાં મળી રહ્યું છે. લીલા લસણની ફ્લેવર અને સુગંધ સાદા લસણ કરતા ખુબ જ અલગ અને રિફ્રેશિંગ હોય છે. સામાન્ય રીતે આપણે મેથીના થેપલા તો બનાવતા જ હોઈએ છીએ, પણ આ શિયાળામાં આ ખાસ લીલા લસણના પરાઠા ચોક્કસ ટ્રાય કરવા જેવા છે. સવારના નાસ્તામાં (Breakfast) કે સાંજના જમવામાં દહીં અને અથાણાં સાથે આ પરાઠા ખાવાની મજા પડી જશે.

પરોઠાનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • તેલ જરૂર મુજબ 
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • પરોઠા શેકવા ઘી અથવા તેલ

સ્ટફિંગ માટેની સામગ્રી

  • લીલું લસણ ઝીણું સમારેલું 1 કપ
  • માખણ 3-4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • લીલા મરચા ઝીણા સુધારેલા 3-4
  • ચીલી ફ્લેક્ષ 1 ચમચી
  • ઓરેગાનો 1 ચમચી 
  • સ્વાદ મુજબ મીઠું

Lila lasan na paratha banavani rit

લીલા લસણના પરાઠા બનાવવા સૌથી પહેલા અઆપને લોટ બાંધી લેશું જેના માટે સૌથી પહેલા કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્ય્યાર બાદ થોડું થોડું કરી પાણી નાખતા જઈ મીડીયમ નરમ લોટ બાંધો ત્યાર બાદ બાંધેલા લોટ ને બે મિનીટ મસળી લ્યો અને ફરીથી એક ચમચી તેલ નાખી લોટ મસળી એક બાજુ ઢાંકી ને મુકો.

હવે સ્ટફિંગ બનાવવા સૌથી પહેલા લીલા લસણ ના મુળિયા અલગ કરી ઉપર ની એક એક છાલ અલગ કરી સાફ કરી લ્યો ત્યાર બાદ પાણીથી બરોબર ધોઈ નીતારી લ્યો અને લસણ નીતરે ત્યાં સુંધી લીલા ધાણા સાફ કરી એને પણ ધોઈ નીતારી લ્યો. હવે નીતરેલ લીલા લસણ ને ચાકુથી સાવ ઝીણું ઝીણું સુધારી લ્યો અને એની સાથે લીલા ધાણા અને લીલા મરચા ને પણ ઝીણા સુધારી લ્યો. હવે એમાં સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્ષ, ઓરેગાનો અને માખણ નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.

હવે લીલા લસણના પરોઠા બનાવવા સૌથી પહેલા બાંધેલા લોટને મસળી લઇ એમાંથી જે સાઈઝના પરોઠા બનાવવા હોય એ સાઈઝ નો લુવો લ્યો અને એને કોરા લોટ સાથે લઇ વણી રોટલી બનાવી લ્યો. હવે વણેલી રોટલી પર તૈયાર કરેલ સ્ટફિંગ ની એક કે બે ચમચી નાખી એક સરખી ફેલાવી લ્યો હવે ચાકુથી બરોબર વચ્ચેથી એક બાજુ કાપો કરો અને કાપા વાળી જગ્યાએ થી ગોળ ફેરવી રોલ બનાવી હથેળી વચ્ચે દબાવી ચપટા કરી લુવો બનાવી લ્યો.

હવે આમ બધા લુવા બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો. તવી ગરમ થાય ત્યાં સુંધી લુવા ને કોરા લોટ સાથે લઇ હલકા હાથે મીડીયમ જાડો વણી લ્યો અને તવી ગરમ થાય એટલે એમાં નાખી બને બાજુ થોડો થોડ ચડાવી લ્યો ત્યાર બાદ તેલ કે ઘી લગાવી દબાવી ને ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક પરોથાને વણી શેકી લ્યો અને ત્યાર બાદ ચા, દુદ, દહીં, અથાણા કે ચટણી સાથે મજા લ્યો. તો તૈયાર છે લીલા લસણના પરોઠા.

Green garlic paratha recipe notes

તમે વણેલી રોટલી પર લસણ નું સ્ટફિંગ ભરી પેક કરી ને રોટલી બનાવી સહ્કો છો અથવા રોટલી પર લસણ નું સ્ટફિંગ ફેલાવી ઝીક ઝેક ફોલ્ડ કરી ને પણ પરોઠા બનાવી શકો છો.

અહી તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદો પણ વાપરી શકો છો.

લીલા લસણના પરાઠા બનાવવાની રીત

લીલા લસણના પરાઠા - Lila lasan na paratha

શિયાળા સ્પેશિયલ લીલા લસણના પરાઠા બનાવવાની રીત – Lila Lasan na Paratha Recipe in Gujarati

શિયાળાની કાતિલઠંડીમાં (Winter Season) ગરમાગરમચા સાથે જો Lila Lasan na Paratha મળી જાય તો દિવસ બની જાય! અત્યારે બજારમાં લીલું લસણ (Fresh Green Garlic) પુષ્કળ પ્રમાણમાંમળી રહ્યું છે. લીલા લસણની ફ્લેવર અને સુગંધ સાદા લસણ કરતા ખુબ જ અલગ અને રિફ્રેશિંગહોય છે. સામાન્ય રીતે આપણે મેથીના થેપલા તો બનાવતા જ હોઈએ છીએ, પણ આ શિયાળામાં આ ખાસ લીલા લસણના પરાઠા ચોક્કસટ્રાય કરવા જેવા છે. સવારના નાસ્તામાં (Breakfast) કે સાંજના જમવામાં દહીં અને અથાણાં સાથે આ પરાઠા ખાવાની મજા પડી જશે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી

Ingredients

પરોઠાનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • તેલ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • પરોઠા શેકવા ઘી અથવા તેલ

સ્ટફિંગ માટેની સામગ્રી

  • 1 કપ લીલું લસણ ઝીણું સમારેલું
  • 3-4 ચમચી માખણ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 3-4 લીલા મરચા ઝીણા સુધારેલા
  • 1 ચમચી ચીલી ફ્લેક્ષ
  • 1 ચમચી ઓરેગાનો
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

Lila lasan na paratha banavani rit

  • લીલા લસણના પરાઠા બનાવવા સૌથી પહેલા અઆપને લોટ બાંધી લેશું જેના માટે સૌથી પહેલા કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્ય્યાર બાદ થોડું થોડું કરી પાણી નાખતા જઈ મીડીયમ નરમ લોટ બાંધો ત્યાર બાદ બાંધેલા લોટ ને બે મિનીટ મસળી લ્યો અને ફરીથી એક ચમચી તેલ નાખી લોટ મસળી એક બાજુ ઢાંકી ને મુકો.
  • હવે સ્ટફિંગ બનાવવા સૌથી પહેલા લીલા લસણ ના મુળિયા અલગ કરી ઉપર ની એક એક છાલ અલગ કરી સાફ કરી લ્યો ત્યાર બાદ પાણીથી બરોબર ધોઈ નીતારી લ્યો અને લસણ નીતરે ત્યાં સુંધી લીલા ધાણા સાફ કરી એને પણ ધોઈ નીતારી લ્યો. હવે નીતરેલ લીલા લસણ ને ચાકુથી સાવ ઝીણું ઝીણું સુધારી લ્યો અને એની સાથે લીલા ધાણા અને લીલા મરચા ને પણ ઝીણા સુધારી લ્યો. હવે એમાં સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્ષ, ઓરેગાનો અને માખણ નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
  • હવે લીલા લસણના પરોઠા બનાવવા સૌથી પહેલા બાંધેલા લોટને મસળી લઇ એમાંથી જે સાઈઝના પરોઠા બનાવવા હોય એ સાઈઝ નો લુવો લ્યો અને એને કોરા લોટ સાથે લઇ વણી રોટલી બનાવી લ્યો. હવે વણેલી રોટલી પર તૈયાર કરેલ સ્ટફિંગ ની એક કે બે ચમચી નાખી એક સરખી ફેલાવી લ્યો હવે ચાકુથી બરોબર વચ્ચેથી એક બાજુ કાપો કરો અને કાપા વાળી જગ્યાએ થી ગોળ ફેરવી રોલ બનાવી હથેળી વચ્ચે દબાવી ચપટા કરી લુવો બનાવી લ્યો.
  • હવે આમ બધા લુવા બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો. તવી ગરમ થાય ત્યાં સુંધી લુવા ને કોરા લોટ સાથે લઇ હલકા હાથે મીડીયમ જાડો વણી લ્યો અને તવી ગરમ થાય એટલે એમાં નાખી બને બાજુ થોડો થોડ ચડાવી લ્યો ત્યાર બાદ તેલ કે ઘી લગાવી દબાવી ને ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક પરોથાને વણી શેકી લ્યો અને ત્યાર બાદ ચા, દુદ, દહીં, અથાણા કે ચટણી સાથે મજા લ્યો. તો તૈયાર છે લીલા લસણના પરોઠા.

Notes

  1. તમે વણેલી રોટલી પર લસણ નું સ્ટફિંગ ભરી પેક કરી ને રોટલી બનાવી સહ્કો છો અથવા રોટલી પર લસણ નું સ્ટફિંગ ફેલાવી ઝીક ઝેક ફોલ્ડ કરી ને પણ પરોઠા બનાવી શકો છો.
  2. અહી તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદો પણ વાપરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular