HomeLunch & Dinnerમેથી છડિયાદાળનું શાક - Methi Chadiyadal Nu Shaak Recipe

મેથી છડિયાદાળનું શાક – Methi Chadiyadal Nu Shaak Recipe

શિયાળામાં મળતી લીલી મેથી ખાવા ના ફાયદા આપણે સૌ જાણીએ છીએ અને રોજ રોજ મેથી માંથી આપણે પરોઠા બનાવી ને તો ખાઈ ના શકીએ એટલે આજ આપણે એવું શાક લઇ આવ્યા છીએ જેમાં આપણે મેથી નાખી બનાવશું તો આપણે પ્રોટીન સાથે મેથી ના ફાયદા પણ મળી જશે અને બધાને પસંદ પણ આવશે. તો ચાલો મેથી છડીયાદાળ નું શાક Methi chadiyadal nu shaak બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • લીલી મેથી 1 જુડી
  • છડીયાદાળ / પલાળેલી ફોતરા વગર ની મગદાળ ¼  કપ
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • લસણ ની પેસ્ટ 2 ચમચી
  • લીલા મરચા સુધારેલ 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • હળદર ¼ ચમચી
  • ઝીણા સુધારેલ ટામેટા 1-2 
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • પાણી ¼ કપ

મસાલો બનાવવાની સામગ્રી

  • સુકા ધાણા ½ ચમચી
  • કાચી વરીયાળી ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • સુકા લાલ મરચા 2-3
  • સિંગદાણા 2 ચમચી
  • મરી 5-7 

Methi chadiyadal nu shaak banavani rit

મેથી છડીયાદાળ નું શાક બનવવા સૌથી પહેલા છડીયા દાળ ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી એક થી બે કલાક પલાળી લ્યો. દાળ પલળે ત્યાં સુંધી માં મેથી સાફ કરી પાણીથી ધોઈ નીતરવા મુકો. ત્યાર બાદ શાક માં નાખવા માટેનો મસાલો બનાવી લેશું જેના માટે ગેસ પર કડાઈમાં મીડીયમ તાપે સિંગદાણા, મરી, કાચી વરીયાળી, જીરું, સુકા ધાણા, સુકા લાલ મરચા ને હલાવતા રહી શેકી લેશું બધી સામગ્રી શેકાઈ ને રંગ બદલવા લાગે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લેશું ત્યાર બાદ મિક્સર જારમાં નાખી દર્દરા પીસી મસાલો તૈયાર કરી એક બાજુ મુકીશું.

હવે ગરણી માં પલાળેલી છ્ડીયા દાળ નાખી પાણી નીતરવા મુકો અને નીતારેલ મેથી ને સુધારી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ અને લીલા મરચા સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો. લસણ શેકાઈ જાય એટલે ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ ટામેટા નાખી મિક્સ કરી ચડાવી લ્યો.

ટામેટા ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં નીતારેલ છડીયા દાળ નાખી મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો ત્યાર બાદ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ ધીમો કરી દસ થી પંદર મિનીટ ચડાવી લ્યો( દાળ ચડી ને સોફ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લેવી અને જરૂર લાગે તો થોડું પાણી નાખવું ).

પંદર મિનીટ પછી એમાં સુધારેલ મેથી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ધીમા તાપે બીજી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો. સાત મિનીટ પાછી એમાં પીસી ને તૈયાર કરેલ મસાલા ની બે ચમચી નાખો અને મિક્સ કરી બે ચાર ચમચી પાણી નાખી ફરી ઢાંકી ને ચડાવી લ્યો. પાંચ મિનીટ પછી ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ શાક ને સર્વ કરો. તો તૈયાર છે મેથી છડીયાદાળ નું શાક.

જો લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.

મેથી છડીયાદાળ નું શાક બનાવવાની રીત

Methi chadiyadal nu shaak - મેથી છડીયાદાળ નું શાક

મેથી છડિયાદાળનું શાક – Methi Chadiyadal Nu Shaak Recipe

શિયાળામાં મળતી લીલી મેથી ખાવા ના ફાયદા આપણે સૌ જાણીએ છીએ અને રોજ રોજ મેથી માંથી આપણે પરોઠા બનાવી ને તો ખાઈ ના શકીએ એટલે આજ આપણે એવું શાક લઇ આવ્યા છીએ જેમાં આપણેમેથી નાખી બનાવશું તો આપણે પ્રોટીન સાથે મેથી ના ફાયદા પણ મળી જશે અને બધાને પસંદપણ આવશે. તો ચાલો મેથી છડીયાદાળ નું શાક Methi chadiyadal nu shaak બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 1 hour
Total Time: 1 hour 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 1 જુડી લીલી મેથી 1
  • ¼ કપ છડીયાદાળ / પલાળેલી ફોતરા વગર ની મગદાળ
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી લસણ ની પેસ્ટ
  • 2-3 લીલા મરચા સુધારેલ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ ચમચી હળદર
  • 1-2 ઝીણા સુધારેલ ટામેટા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ¼ કપ પાણી

મસાલો બનાવવાની સામગ્રી

  • ½ ચમચી સુકા ધાણા
  • ½ ચમચી કાચી વરીયાળી
  • ½ ચમચી જીરું
  • 2-3 સુકા લાલ મરચા
  • 2 ચમચી સિંગદાણા
  • 5-7 મરી

Instructions

Methi chadiyadal nu shaak banavani rit

  • મેથી છડીયાદાળ નું શાક બનવવા સૌથી પહેલા છડીયા દાળ ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી એક થી બે કલાક પલાળી લ્યો. દાળ પલળે ત્યાં સુંધી માં મેથી સાફ કરી પાણીથી ધોઈ નીતરવા મુકો. ત્યાર બાદ શાક માં નાખવા માટેનો મસાલો બનાવી લેશું જેના માટે ગેસ પર કડાઈમાં મીડીયમ તાપે સિંગદાણા, મરી, કાચી વરીયાળી, જીરું, સુકા ધાણા, સુકા લાલ મરચા ને હલાવતા રહી શેકી લેશું બધી સામગ્રી શેકાઈ ને રંગ બદલવા લાગે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લેશું ત્યાર બાદ મિક્સર જારમાં નાખી દર્દરા પીસી મસાલો તૈયાર કરી એક બાજુ મુકીશું.
  • હવે ગરણી માં પલાળેલી છ્ડીયા દાળ નાખી પાણી નીતરવા મુકો અને નીતારેલ મેથી ને સુધારી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ અને લીલા મરચા સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો. લસણ શેકાઈ જાય એટલે ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ ટામેટા નાખી મિક્સ કરી ચડાવી લ્યો.
  • ટામેટા ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં નીતારેલ છડીયા દાળ નાખી મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો ત્યાર બાદ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ ધીમો કરી દસ થી પંદર મિનીટ ચડાવી લ્યો( દાળ ચડી ને સોફ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લેવી અને જરૂર લાગે તો થોડું પાણી નાખવું ).
  • પંદર મિનીટ પછી એમાં સુધારેલ મેથી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ધીમા તાપે બીજી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો. સાત મિનીટ પાછી એમાં પીસી ને તૈયાર કરેલ મસાલા ની બે ચમચી નાખો અને મિક્સ કરી બે ચાર ચમચી પાણી નાખી ફરી ઢાંકી ને ચડાવી લ્યો. પાંચ મિનીટ પછી ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ શાક ને સર્વ કરો. તો તૈયાર છે મેથી છડીયાદાળ નું શાક.
  • જો લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular